જાણીતા ફિલ્મ ડાયરેક્ટર મધુર ભંડારકરે તાજેતરમાં ABP ન્યૂઝ આયોજિત શિખર સંમેલનમાં બોલતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરવા બદલ તેમણે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પીએમ મોદીનું સમર્થન કરવા બદલ તેમને રાતોરાત સાઈડલાઈન કરી દેવામાં આવ્યા હતા.
ભંડારકરે કહ્યું કે, “મેં ચાંદનીબાર, ટ્રાફિક સિગ્નલ જેવી ફિલ્મો બનાવી. મેં ગરીબીને બહુ દેખાડી. મારી પર્સનાલિટી સેક્યુલર તરીકેની છે અને દરેક ધર્મના લોકો સાથે મારી મિત્રતા છે. 2014માં મેં ખુલીને પીએમ પદ માટે નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું તો અચાનક મને રાતોરાત સાઈડલાઈન કરી દેવામાં આવ્યો. મને ગાળો દેવાઇ.”
'बॉलीवुड इंडस्ट्री एक सेक्युलर इंडस्ट्री है, हमारे यहां हर कोई सबके साथ काम करता है' – फिल्ममेकर मधुर भंडारकर @imbhandarkar | @shailichopra
— ABP News (@ABPNews) February 23, 2024
Ideas Of India Summit 3.0 मुंबई से लाइव
यहां देखें : https://t.co/wFwgG84eGc#ABPIdeasOfIndiaSummit #ABPIdeasOfIndia pic.twitter.com/lBTOQCfNRe
આગળ કહ્યું કે, “હું જ્યારે ફિલ્મો બનાવતો હતો ત્યારે સારો લાગતો હતો. હું હાજી અલી, અજમેર શરીફ દરેક જગ્યાએ જાઉં છું. હું પ્રાઉડ હિંદુ છું, પણ તમને લાગ્યું કે મેં સપોર્ટ કરી દીધો તો કમ્યુનલ (કોમવાદી) થઈ ગયો.”
આ દરમિયાન મધુરે રામ મંદિર વિશે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, “રામ મંદિરમાં શું કોમ્યુનલ છે? મેં ઇફ્તાર પાર્ટીમાં ભાગ લીધો તો કોઈએ કશું ન કહ્યું. જો તમે રામ મંદિર જતા હો, દેશની આસ્થા હોય તો તેને તે નજરે ન જોવું જોઈએ. જેમને બોલાવવામાં આવ્યા તેઓ ગયા હતા. હું દુબઈ મંદિરના ઉદ્ઘાટનમાં ગયો હતો. હવે લોકો સિલેક્ટિવ થઈ ગયા છે. તમારે જોવું પડશે કે કેવી રીતે ઇન્ડસ્ટ્રીમાં સૌના પોઈન્ટ ઑફ વ્યૂ અલગ છે. જે પોતાને શૂટ નહીં કરે તેને લોકો ભક્ત કહી દે છે.
જો બીજાને પાર્ટીનું સમર્થન કરવાનો હક હોય તો મને કેમ નહીં? વિપુલ શાહ
આ જ સેશનમાં ડાયરેક્ટર વિપુલ શાહે પણ પોતાની વાતો રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, “જો હું મારા ધર્મ માટે ક્યાંય જાઉં તો કોમ્યુનલ થઈ ગયો- આ કેટલી વાહિયાત થિયરી છે. આ એક બદલાવ છે કે એક વાતાવરણ બની ગયું હતું કે હિંદુ કહેવું પણ શરમની વાત હતી. પરંતુ હવે એવો માહોલ બની ગયો છે કે હિંદુ કહેવું કૂલ બની ગયું છે. હવે એક દાયરામાં બાંધવાના પ્રયાસ કરીને તેને ‘હાઇપર હિન્દુઇઝમ’નું નામ આપવામાં આવી રહ્યું છે.
રાજકીય પક્ષોને સમર્થન કરવાની વાતને લઈને તેમણે કહ્યું કે જો કોઇ બીજાને હક હોય કે તેઓ કોઇ પણ પાર્ટીને સમર્થન કરી શકે તો પછી આ હક મને કેમ ન મળે?