Friday, September 20, 2024
More
    હોમપેજમંતવ્યહુમલા હિંદુ ઘરો પર, મર્યા હિંદુઓ, મંદિરો હિંદુઓનાં તોડાયાં…પણ ન્યૂયોર્ક ટાઈમ્સના મતે...

    હુમલા હિંદુ ઘરો પર, મર્યા હિંદુઓ, મંદિરો હિંદુઓનાં તોડાયાં…પણ ન્યૂયોર્ક ટાઈમ્સના મતે આ ‘રિવેન્જ અટેક’: અમેરિકન અખબારે વિવાદિત હેડલાઈનથી પ્રોપગેન્ડા ચલાવ્યા બાદ ફેરવી તોળ્યું 

    ઈન્ટરનેટ પર ભારે વિરોધ થયા બાદ ન્યૂયોર્ક ટાઈમ્સે હેડલાઈનમાંથી વિવાદિત ‘રિવેન્જ’ શબ્દ હટાવી દીધો હતો. આમ તો આવા કોઇ સુધારા વખતે અલગથી નોંધ લખીને જાણ કરવામાં આવે છે, પણ આ કિસ્સામાં એવું કશું થયું નથી. 

    - Advertisement -

    બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના ક્વોટા સિસ્ટમ વિરુદ્ધના કથિત આંદોલન અને ત્યારબાદ થયેલ સત્તાપલટા વચ્ચે નિર્દોષ હિંદુઓ ઇસ્લામી કટ્ટરપંથની ભેંટ ચડી ગયા છે. સોશિયલ મીડિયા અને વૈકલ્પિક મીડિયાના કારણે હવે ત્યાં હિંદુઓ પર થતા અત્યાચારો વિશે લોકોને જાણવા મળે છે, પણ મેઈનસ્ટ્રીમ મીડિયાનો એક વર્ગ હજુ પણ પોતાની જૂની આદત ભૂલ્યો નથી. ઇસ્લામી આતંકવાદ, કટ્ટરપંથ અને મુસ્લિમોના ગુનાઓ ઢાંકીને દોષ ગમે તે રીતે હિંદુઓ પર જ નાખવા માટે ભારતમાં પણ અમુક ગીધો સક્રિય છે તો પશ્ચિમી મીડિયાની તો વર્ષોથી આવી આદત જ રહી છે. 

    તાજેતરમાં અમેરિકાના ‘જાણીતા’ અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે એક લેખમાં જણાવ્યું કે બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર હુમલા થઈ રહ્યા છે. આમ તો ન્યૂયોર્ક ટાઈમ્સ હિંદુઓ પર થતા હુમલાનો ઉલ્લેખ પણ કરે તે પણ એક આશ્ચર્યની વાત છે, કારણ કે આ વિદેશી મીડિયાને ક્યારેય હિંદુઓ પર થતા અત્યાચારોમાં રસ રહ્યો નથી. પણ આ લેખની હેડલાઈન અને તેની સામગ્રી વાતને અવળે પાટે ચડાવી દે તેવી છે. 

    ન્યૂયોર્ક ટાઈમ્સ, વિરોધ પહેલાં અને પછી

    7 ઑગસ્ટે પ્રકાશિત ન્યૂયોર્ક ટાઈમ્સના લેખનું મથાળું કંઈક આવું હતું- ‘બાંગ્લાદેશમાં વડાંપ્રધાન દેશ છોડી ગયા બાદ હિંદુઓ પર બદલો લેવા માટે હુમલા’. જોકે, પછીથી ઈન્ટરનેટ પર બહુ ટીકા થયા બાદ હેડલાઈનમાંથી બદલાની વાત કહેતો અંગ્રેજી શબ્દ ‘રિવેન્જ’ કાઢી નાખવામાં આવ્યો હતો. પરંતુ લેખની અંદરની સામગ્રીમાં ખાસ ફેરફારો થયા નથી. 

    - Advertisement -

    લેખમાં કહેવામાં આવ્યું છે કે હિંદુઓ પર હુમલા એટલા માટે થઈ રહ્યા છે કારણ કે ‘ઘણા’ તેમને વડાંપ્રધાન શેખ હસીનાના સમર્થક માનતા હતા. રિપોર્ટ કહે છે કે, શેખ હસીન દેશ છોડી ગયા બાદ દેશમાં અનેક ઠેકાણેથી હિંસક ઘટનાઓના સમાચાર આવવા માંડ્યા, જેમાં શેખ હસીનાની પાર્ટી તેમજ જેમને તેમના સમર્થકો માનવામાં આવતા હતા તેમની ઉપર હુમલા શરૂ થઈ ગયા, જેમાં હિંદુ લઘુમતીઓ પણ સામેલ છે. 

    અહીં જણાવાયું છે કે પાર્ટી સમર્થકો સાથે હિંદુઓનાં ઘરો પર પણ હુમલા કરવામાં આવ્યા અને મંદિરોમાં પણ તોડફોડ કરવામાં આવી. જોકે, અહીં લખવામાં આવ્યું નથી કે આ હુમલા અને તોડફોડ કોણે કરી? મજાની વાત એ છે કે મીડિયાને ‘હ્યુમન ચેઇન’નો પ્રોપગેન્ડા ચલાવવા માટે લોકોના મઝહબ ખબર પડી જાય છે, પણ હુમલા કરનારાઓના મઝહબ જણાવવાની વાત આવે ત્યારે મૌન સેવી લે છે. 

    ન્યૂયોર્ક ટાઈમ્સ આટલેથી અટક્યું નથી, લેખમાં એક ‘વિદ્યાર્થી નેતા’ નાહિદ ઇસ્લામને ટાંકીને જણાવાયું છે કે હુમલા એ લોકો પર થઈ રહ્યા છે જેઓ ‘વિદ્યાર્થીઓના આંદોલન’ને કચડવા માંગતા હતા. અહીં પણ આડકતરી રીતે હિંદુઓ પર દોષ નાખવામાં આવ્યો. 

    ટૂંકમાં, આ બધી વાતોથી સાબિત એવું કરવામાં આવી રહ્યું છે કે હિંદુઓ બાંગ્લાદેશની સત્તાધારી પાર્ટીના સમર્થક માનવામાં આવતા હોવાથી તેમની ઉપર બદલાની ભાવનાથી હુમલા કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત માત્ર હેડલાઈન વાંચીને એવું પણ લાગ્યા વગર રહે નહીં કે હિંદુઓએ પહેલાં કશુંક કર્યું હશે, જેના કારણે હવે બદલો લેવા માટે તેમની ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે. પરંતુ હકીકતે હુમલા થઈ રહ્યા છે તેમની ધાર્મિક ઓળખ માટે. કારણ કે ભૂતકાળમાં પણ બાંગ્લાદેશમાં હિંદુઓને બહુ ક્રૂરતાથી ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ કોઇ ધાર્મિક-મઝહબી મામલો ન હતો. 

    હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે માત્ર તેમના અસ્તિત્વના કારણે. આવી કોઇ પણ અરાજક સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે ઇસ્લામી કટ્ટરપંથીઓ તક ઝડપી લઈને હિંદુઓને નિશાન બનાવવા માંડે છે. બીજી તરફ, ઈન્ટરનેટ અને મીડિયામાં તેમના ગુનાઓ ઢાંકવા માટે માટે ‘હ્યુમન ચેઇન’નો પ્રોપગેન્ડા અને વિવાદિત હેડલાઈનો તૈયાર જ હોય છે, જે ચર્ચા તદ્દન અવળી દિશામાં વાળી દે છે. 

    જોકે, ઈન્ટરનેટ પર ભારે વિરોધ થયા બાદ ન્યૂયોર્ક ટાઈમ્સે હેડલાઈનમાંથી વિવાદિત ‘રિવેન્જ’ શબ્દ હટાવી દીધો હતો. આમ તો આવા કોઇ સુધારા વખતે અલગથી નોંધ લખીને જાણ કરવામાં આવે છે, પણ આ કિસ્સામાં એવું કશું થયું નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં