Wednesday, April 24, 2024
More
    હોમપેજમિડિયા'અદાણી મને ચૂપ કરવા માટે NDTV ખરીદવા હજારો કરોડ રૂપિયા ખર્ચી રહી...

    ‘અદાણી મને ચૂપ કરવા માટે NDTV ખરીદવા હજારો કરોડ રૂપિયા ખર્ચી રહી છે’: યુટ્યુબર રવીશ કુમારની સ્વધેલછા પર નેટિઝન્સના ચાબખાં

    ધ વાયરે રવીશ કુમારનો ઇન્ટરવ્યુ પ્રકાશિત કર્યા પછી નેટીઝન્સ પોતાને 'પત્રકાર' પર વ્યંગ કરતા રોકી શક્યા નહોતા, જેમાં તેઓ પોતાને બિનજરૂરી મહત્વ આપતા સાંભળવામાં આવ્યા હતા.

    - Advertisement -

    રવીશ કુમારે ધ વાયરના કરણ થાપર સાથેની એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે મલ્ટીનેશનલ ગ્રુપ અદાણી જૂથના અધ્યક્ષ અને સ્થાપક ગૌતમ અદાણીએ ‘તેમને ચૂપ કરવા NDTV ખરીદવા હજારો કરોડો ખર્ચ્યા હતા.’ નોંધનીય છે કે, ગૌતમ અદાણીએ મીડિયા ગ્રૂપ પર નિયંત્રણ મેળવ્યા બાદ રવિશ કુમારે સ્વેચ્છાએ NDTV છોડી દીધું હતું. જે બાદ ટ્વિટર એનડીટીવીના ભૂતપૂર્વ કર્મચારી અને કથિત ‘પત્રકાર’ અને હવે યુટ્યુબર રવીશ કુમારની મજાક ઉડાવતા જોક્સથી ઉભરાઈ ગયું હતું.

    મીડિયા હાઉસ NDTV છોડ્યા પછી, યુટ્યુબર રવીશ કુમારે બે ઇન્ટરવ્યુ આપ્યા અને તેમાંથી એકમાં, તેમણે ધ વાયર નામના ડાબેરી પ્રોપગેન્ડા આઉટલેટમાંથી કરણ થાપર સાથે વાતચીત કરી હતી. કરણ થાપર સાથે વાત કરતી વખતે, રવીશ કુમારે NDTVમાં બહુમતી હિસ્સો મેળવવાના ગૌતમ અદાણીના ઇરાદાની ચર્ચા કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે અબજોપતિ ઉદ્યોગપતિ માત્ર તેમને (રવીશ કુમાર)ને ચૂપ કરવા અને તેમને બેરોજગાર બનાવવા માટે સેંકડો અથવા હજારો કરોડો ખર્ચી રહ્યા છે!

    ધ વાયરે રવીશ કુમારનો ઇન્ટરવ્યુ પ્રકાશિત કર્યા પછી નેટીઝન્સ પોતાને ‘પત્રકાર’ પર વ્યંગ કરતા રોકી શક્યા નહોતા, જેમાં તેઓ પોતાને બિનજરૂરી મહત્વ આપતા સાંભળવામાં આવ્યા હતા. થોડી જ વારમાં, ટ્વિટર યુઝર્સે #MainBhiRavish હેશટેગ સાથે રમુજી જોક્સ અને મીમ્સ શેર કરવાનું શરૂ કરી દીધું હતું. અહીંયા આપણે એમાંથી કેટલાક પર નજર નાખીશું.

    - Advertisement -

    નેટિઝન્સે ટ્રેન્ડ કર્યું #MainBhiRavish

    જોત જોતામાં ર્વિષ કુમારની સ્વધેલછા ટ્વીટર પર મનોરંજનનો એક સ્ત્રોત બની ગઈ હતી. લોકોએ #MainBhiRavish હેશટેગ સાથે વ્યંગાત્મક ટિપ્પણીઓ જોડીને પોતાના વિચારો રજૂ કર્યા હતા.

    લોકપ્રિય સોશિયલ મીડિયા યુઝર @coolfunnytshirt એ ટ્વીટ કર્યું, “રવીશજીના આ ઘટસ્ફોટથી મને પણ મારી સાથે શું થયું છે તે જણાવવાની શક્તિ મળી છે.. E|on Musk એ મારા મંતવ્યો દબાવવા અને ટ્વિટર પર મારી પહોંચને મર્યાદિત કરવા માટે ટ્વિટર ખરીદવા માટે સેંકડો કરોડો ખર્ચ્યા છે..,”

    એક ટ્વીટર યુઝર @TheNowForeve એ રવીશ કુમારના આ જ ઇન્ટરવ્યૂ સાથે એક ફિલ્મના સીનને જોડીને લખ્યું હતું કે, “રવીશ કુમાર = રિયલ લાઈફ આજ કપૂર.”

    @N0rbertElekes એ વ્યંગમાં લખ્યું કે, “ગૌતમ અદાણીએ રિફાઈન્ડ ઓઈલ વેચવાનું શરૂ કર્યું જેથી મારું કોલેસ્ટ્રોલ ઊંચું થઈ જાય અને હું વહેલો મરી જાઉં.”

    ટ્વીટર યુઝર @whyteknight07 એ તો #MainBhiRavish માં આખી પોતાની જ શ્રેણી ઉમેરતા જુદી જુદી ટ્વિટ્સમાં લખ્યું કે, “સ્ટીવ જોબ્સે એપલની શોધ કરી જેથી મને સ્માર્ટફોનની લત લાગી જાય.” , “અનિલ અંબાણીએ દરેકને મફત ફોન આપ્યા કારણ કે તેઓ ઇચ્છતા હતા કે હું મારી ગર્લફ્રેન્ડને ફોન કરું.” , “એલોન મસ્કે 44 બિલિયન ખર્ચ્યા અને ટ્વિટર ખરીદ્યું કારણ કે તે મારી ટ્વીટથી ડરી ગયો હતો.”

    આ સાથે જ ટ્વીટર પર Rubbish Kumar પણ ટ્રેન્ડ કરી રહ્યું હતું

    રવીશ કુમારના આ ઇન્ટરવ્યૂ બાદ #MainBhiRavish ઉપરાંત ટ્વીટર પર કોઈક કારણસર Rubbish Kumar પણ ટ્રેન્ડ થઇ રહ્યું હતું, જેની સાથે લોકોએ ઘણી વ્યંગાત્મક ટિપ્પણીઓ જોડી હતી.

    ટ્વીટર યુઝર @Tanay74018004 નામના યુઝરે એક ફોટોમાં પ્રસિદ્ધ સૂર્યવંશમ ફિલ્મના જુદા જુદા દ્રશ્યોમાં અમિતાભ બચ્ચનના સ્થાને રવીશ કુમારને દર્શાવીને લખ્યું કે, “રબ્બીશ કુમાર માટે નવી નોકરી.”

    @iKamalVeda નમન ટ્વીટર યુઝરે ટ્વીટ કરીને શનાકા જણાવી કે રવીશ કુમારના માટે જ ‘પોતાનામાં સંપૂર્ણ’ શબ્દ બન્યો હશે. સાથે તેઓએ તેને લગતા બીજા શબ્દો પણ આપ્યા.

    યુઝર @Bheemaiah_ એ રવીશ કુમાર પર આરોપ લગાવતા લખ્યું કે, “રબિશ કુમાર છેલ્લા 3 દાયકાથી ધર્મનિરપેક્ષતાના નામે લોકોનું બ્રેઈનવોશ કરી રહ્યો છે.”

    અત્રે નોંધનીય છે કે બુધવાર, 30 નવેમ્બર 2022ના રોજ પીઢ ટીવી ‘પત્રકાર’ રવીશ કુમારે NDTV ઇન્ડિયામાંથી રાજીનામું આપ્યું હતું. રવીશ કુમાર NDTV ગ્રૂપની હિન્દી ન્યૂઝ ચેનલ NDTV ઇન્ડિયાના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ એડિટર તરીકે કામ કરતા હતા. અદાણી ગ્રુપે RRPRમાં 99.5% હસ્તગત કરીને NDTVમાં 29% હિસ્સો મેળવ્યા પછી તેમનું પગલું આવ્યું હતું. RRRR જે પ્રમોટર ફર્મ છે જેના દ્વારા પ્રમોટરો પ્રણય રોય અને રાધિકા રોય NDTV લિમિટેડમાં 29.18% હિસ્સો ધરાવતા હતા.

    એ પણ નોંધનીય છે કે ભવિષ્યના ગર્તમાં શું છે તે રવીશ કુમાર પહેલાથી માપી ગયા હતા અને માટે જ તેઓએ પહેલાથી પોતાની યુટ્યુબ ચેનલ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. રાજીનામુ આપ્યા બાદ તેઓ પત્રકાર રવીશ કુમારમાંથી સીધા યુટ્યુબર રવીશ કુમાર બની ગયા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં