Monday, October 7, 2024
More
    હોમપેજગુજરાતહે મીડિયા બહાદૂરો, ‘વિધર્મી’ આરોપીઓ એટલે કોણ? કયા ધર્મના? 

    હે મીડિયા બહાદૂરો, ‘વિધર્મી’ આરોપીઓ એટલે કોણ? કયા ધર્મના? 

    હવે વિધર્મી એટલે કોણ? સામાન્ય વ્યાખ્યા છે- અન્ય ધર્મનો માણસ. અન્ય ધર્મ એટલે કયો? મુસ્લિમ? શીખ? પારસી? ખ્રિસ્તી? કયો? એ વાચકોએ શોધી લેવાનું! મીડિયા આપણને નહીં કહે. 

    - Advertisement -

    ગુજરાતી મેઈનસ્ટ્રીમ મીડિયાના પત્રકારો આમ તો બહાદૂર અને નીડર છે, પણ સમુદાય વિશેષની વાત આવે ત્યાં તેઓ બિલકુલ રિસ્ક લેતા નથી. મોટાભાગના કિસ્સામાં તો કટ્ટરપંથી ઈસ્લામીઓ દ્વારા થતી હિંસા કે ગુનાઓમાં જ્યાં આરોપીઓ મુસ્લિમ હોય ત્યાં તેઓ બિલકુલ ધ્યાન જ આપતા નથી અને  જો ક્યારેય પબ્લિક પ્રેશરના લીધે કશુંક લખવું-બોલવું પડે તો ‘વિધર્મી’ લખીને છટકબારી શોધી લે છે. 

    વડોદરામાં બે દિવસ પહેલાં એક ગેંગરેપની ઘૃણાસ્પદ ઘટના બની. એક હિંદુ સગીરા રાત્રે તેના મિત્રને મળવા માટે ગઈ હતી. બંને ભાયલી વિસ્તારમાં એક ઠેકાણે હતાં ત્યારે ત્યાં પાંચ ઇસમો આવી પહોંચ્યા. તેમણે બંને સાથે માથાકૂટ કરી અને બોલાચાલી થઈ. પછી બે ત્યાંથી ભાગી છૂટ્યા પણ બાકીના ત્રણમાંથી એકે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો અને બાકીના બેએ રેપ કર્યો. આ તમામ બાબતો જે પોલીસના ચોપડે લખાઇ તે છે. 

    ઘટના અત્યંત ગંભીર છે. તે મીડિયામાં આવે તે પણ જરૂરી છે. જરૂરી એટલા માટે છે કે એક તો સમાજ પણ આવી બાબતો પ્રત્યે થોડો સજાગ થાય અને આપણે ત્યાં ઘણી વખત એવું પણ થાય કે જો અમુક કેસ જાહેર જનતાના ધ્યાન પર ન આવે અને પૂરતી ચર્ચા ન થાય તો દબાવી દેવામાં આવે તેવી પણ શક્યતાઓ હોય છે. એટલે મીડિયાએ ઘટનાનું પૂરતું કવરેજ કર્યું એ પણ બરાબર છે. 

    - Advertisement -

    જોકે, ત્યારે પણ અમુકે બદમાશી એવી કરી હતી કે ઘટનાને નવરાત્રિ અને ગરબા સાથે જોડી દીધી હતી અને પ્રશ્નો ઉઠાવવા માંડ્યા હતા. અમુક ગૃહ રાજ્યમંત્રીએ લાંબો સમય ગરબા રમવા માટે આપેલી છૂટછાટ પર પ્રશ્નો ઉઠાવવામાં વ્યસ્ત થઈ ગયા. જ્યારે પોલીસે અગાઉ જ દિવસે કહી દીધું હતું કે ગરબા કે નવરાત્રિ સાથે ઘટનાને કશું જ લાગતું-વળગતું નથી. હશે. ઠીક છે. સરકારને આવા કેસોમાં પ્રશ્ન પણ થવા જોઈએ અને વ્યાજબી પણ છે. પરંતુ આ બધા કવરેજમાં 180 ડિગ્રીનો વળાંક ત્યારે આવ્યો જ્યારે વડોદરા પોલીસે આરોપીઓની ધરપકડ કરી. 

    સોમવારે (7 ઑક્ટોબર) પોલીસે પકડ્યા બાદ જ્યારે આરોપીઓ નામ સામે આવ્યાં તો આ મીડિયા બહાદુરો અને બે દિવસ પહેલાં બહુ હોબાળો મચાવતી ગેંગમાં સોપો પડી ગયો. આ આરોપીઓમાંથી ત્રણ જે પકડાયા છે તેમની ઓળખ મુન્ના અબ્બાસ બંજારા, મુમતાઝ બંજારા અને શાહરૂખ બંજારા તરીકે થઈ છે. જાણકારી મળી તે મુજબ બાકીના બે પણ આ લોકોના ઓળખીતા છે અને સગીર વયના છે. 

    આ આરોપીઓ પકડાયાના આટલા કલાક વીતી ગયા હોવા છતાં મોટાભાગના સ્વઘોષિત પત્રકારો મૌન છે. તેમણે ઘટના જણાવવા અને નવરાત્રિને ટાર્ગેટ કરવા માટે સંખ્યાબંધ પોસ્ટ કરી દીધી હતી, પણ આરોપીઓની ધરપકડની વાત તેમના મોઢે થઈ રહી નથી. તેમનાં કી-બોર્ડ ચૂપ છે. કલમોની શાહી સૂકાઈ ગઈ છે. ન કોઈ ન્યૂઝ એન્કર આ બાબતે કાંઈ બોલી રહ્યો છે કે ન દરેક વાતમાં કેમેરાની સામે આવીને સલાહ આપતી યુ-ટ્યુબ પત્રકાર એક અક્ષર ઉચ્ચારી રહી છે. 

    આમ નાની અને ક્ષુલ્લક ઘટનાઓ પર પણ આ પત્રકારો પોતાના વાહિયાત અને ધડમાથા વગરનાં મંતવ્યો અને વિચારો આપણા માથે ન્યૂઝના નામે મારી દેતા હોય છે. પોતાના એજન્ડાને અનુરૂપ કોઈ વાત ધ્યાને ચડે કે તરત કેમેરા ગોઠવીને કલાક-કલાક લાંબા વિડીયો બનાવીને ફરતા કરી દેવાય છે અને ભૂપેન્દ્ર પટેલથી લઈને હર્ષ સંઘવી અને મોદી અને શાહને પણ પ્રશ્નો પૂછી દેવાય છે. પણ આ કિસ્સામાં કશુંક ટિપ્પણી કરવાની વાત તો દૂર, અમુકથી સમાન્ય જાણકારી પણ અપાઈ રહી નથી. 

    પ્રશ્ન એ છે કે આ ટોળકીને ખરેખર પીડિતોને ન્યાય મળે તેમાં રસ છે કે માત્ર હોબાળો મચાવીને વ્યૂ અને TRP જ ખાવા છે? કારણ કે ખરેખર માણસ ઘટના પર ગંભીર હોય તેને આરોપીઓનો મઝહબ ગમે તે હોય તેની સાથે શું લાગેવળગે? એણે તો સમાચાર આપવાના છે. ભલે આરોપી કોઈ પણ કેમ ન હોય. છતાં આ મીડિયા બહાદૂરો છે, ‘પત્રકારત્વ’ના તેમના પોતાના નિયમો અને પોતાની વ્યાખ્યાઓ છે. 

    આ કેસમાં આરોપીઓની ધરપકડ બાદ મોટાભાગના તો મૌન જ થઈ ગયા છે. બાકીના અમુક જે પબ્લિક પ્રેશરને વશ થઈને કે બીજા કારણોસર બોલી રહ્યા છે તેઓ મુસ્લિમ આરોપીઓ માટે શબ્દ વાપરે છે- વિધર્મી. 

    હવે વિધર્મી એટલે કોણ? સામાન્ય વ્યાખ્યા છે- અન્ય ધર્મનો માણસ. અન્ય ધર્મ એટલે કયો? મુસ્લિમ? શીખ? પારસી? ખ્રિસ્તી? કયો? એ વાચકોએ શોધી લેવાનું! મીડિયા આપણને નહીં કહે. 

    જ્યારે-જ્યારે કોઈ ગુનામાં આરોપીઓ મુસ્લિમ હોય ત્યારે આપણું ગુજરાતી મેઈનસ્ટ્રીમ મીડિયા ‘વિધર્મી’ શબ્દ લઈ આવે છે. આ સીધી રીતે છટકબારી કહેવાય. વાચકો સાથેનો દ્રોહ કહેવાય. નામ લખવામાં ડર શેનો લાગે છે? તેમનો મઝહબ કહેવામાં ભય શેનો? જેઓ આમ વરસના 365 દિવસ પોતે બહાદુર અને નીડર હોવાના ફાંકા મારતા રહે છે તેમને તો બિલકુલ ડર ન લાગવો જોઈએ. 

    મજાની વાત એ છે કે જ્યારે હિંદુ-મુસ્લિમ એકતાની કે કથિત ‘ગંગા-જમુની તહેજીબ’ની વાત હોય ત્યારે મીડિયા છૂટથી ‘મુસ્લિમ’ શબ્દ વાપરે છે. જેમકે, વચ્ચે ‘મુસ્લિમ મામાએ હિંદુ દીકરીનું મામેરું ભર્યું’ હોવાના સમાચાર બહુ ચાલ્યા હતા. ત્યારે હેડલાઈનથી માંડીને દરેક ઠેકાણે ‘મુસ્લિમ’ લખવામાં આવ્યું જ હતું. પરંતુ ગુનાની વાત આવે ત્યારે આ ધોરણો બદલાઈ જાય છે. 

    પત્રકારોનું કામ છે જે ઘટના બની છે તેને જે રીતે બની છે, જેવી રીતે બની છે તેને તે જ સ્વરૂપે વાચકો સમક્ષ મૂકવું. ન કશું છુપાવવું કે ન કાંઈ વધારાનું બતાવવું. પોતાની જાતે જ પત્રકારત્વની વ્યાખ્યાઓ ઘડતી જમાત પોતાની સરળતા અનુસાર નિયમો બદલતી રહે છે. પણ યે પબ્લિક હૈ, અબ સબ જાનને લગી હૈ. 

    ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. આવી ઘટનાઓ કલંક સમાન છે. પરંતુ વાત આ બેવડાં ધોરણોની કરવી પણ અત્યાવશ્યક છે. કારણ કે દરેક વખતે સંવેદનશીલતાની આડમાં તેમને છટકી જવા દેવાય નહીં. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં