બુધવારે (13 ડિસેમ્બર) સંસદ ભવનની સુરક્ષામાં ચૂક થઈ હોવાનો એક મામલો સામે આવ્યો. લોકસભામાં વિઝિટર ગેલેરીમાં 2 વ્યક્તિઓ ઘૂસી ગયા અને પીળો ધુમાડો સ્પ્રે કરીને હોબાળો મચાવ્યો તો એવું જ કારસ્તાન ભવનની બહાર 2 વ્યક્તિઓએ કર્યું. જેમાં એક નીલમ કૌર નામની મહિલા પણ સામેલ છે. આ તમામની ધરપકડ કરી લેવામાં આવી છે. બીજી તરફ, હવે તેમના બેકગ્રાઉન્ડ વિશે વધુ જાણકારી સામે આવી છે.
સંસદ ભવનની બહાર એક મહિલા અને પુરુષે હોબાળો મચાવ્યો હતો અને ‘તાનાશાહી નહીં ચલેગી’, ‘જય ભીમ’ અને ‘મણિપુર કો ઇન્સાફ દો’ જેવા નારા લગાવ્યા હતા. આ મહિલાનું નામ નીલમ કૌર હોવાનું જાણવા મળ્યું છે. તે હરિયાણાના હિસ્સારની રહેવાસી છે. થોડા દિવસ પહેલાં દિલ્હી આવી હતી પણ તેના પરિવારને ખબર નથી કે તે શું કામ આવી હતી. તેના ભાઈએ મીડિયા સાથે વાતચીત કરી હતી.
#WATCH | Jind, Haryana | Younger brother of one of the accused – Neelam – who was caught from outside the Parliament, says, "…We didn't even know that she went to Delhi. All we knew was that she was in Hisar for her studies…She had visited us the day before yesterday and… pic.twitter.com/tTtYm3tXfP
— ANI (@ANI) December 13, 2023
નીલમના ભાઇએ મીડિયાને કહ્યું કે, “અમને ખબર ન હતી કે તે દિલ્હી ગઈ છે. તે હિસ્સાર અભ્યાસ માટે ગઈ હતી. પરમ દિવસે તે ઘરે આવી હતી અને કાલે હિસ્સાર પરત ફરી હતી.” તે BA, MA, B.Ed, M.Ed, M.Phil અને CTET NET ક્વોલિફાય હોવાનું પણ તેના ભાઇએ જણાવ્યું હતું. આગળ કહ્યું કે, તે બેરોજગારીનો મુદ્દો ઉઠાવતી રહેતી હતી.
તેણે આગળ જણાવ્યું કે, નીલમ આંદોલનોમાં પણ ભાગ લેતી હતી અને ખેડૂત આંદોલન થયું તેમાં પણ તેણે ભાગ લીધો હતો. આગળ કહ્યું કે, “તે આંદોલનોમાં બહુ ભાગ લેતી હતી એ જ કારણે અભ્યાસ માટે પાંચ-છ મહિના પહેલાં હિસ્સાર મોકલવામાં આવી હતી. અમને ખબર ન હતી કે તે દિલ્હીમાં છે.”
જાણવા મળ્યા અનુસાર, નીલમે થોડા સમય પહેલાં દિલ્હીના જંતર-મંતર મેદાન પર યોજાયેલા પહેલવાનોના પ્રદર્શનમાં પણ ભાગ લીધો હતો અને મે મહિનામાં પ્રદર્શન બદલ થયેલી પોલીસ કાર્યવાહી દરમિયાન તેની અટકાયત પણ કરવામાં આવી હતી.
Neelam Azad who breached security in Parliament was seeking votes for Congress and INLD.
— Ankur Singh (@iAnkurSingh) December 13, 2023
Now you'll see suddenly Congress defending her and asking Govt to not take action against her. pic.twitter.com/Ufz1yM5Hww
તેનો અન્ય એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં પોતે કોંગ્રેસ માટે વોટ માંગતી જોવા મળે છે. તેણે કહ્યું હતું, “આપણે સત્તા પરિવર્તન કરીશું અને કોંગ્રેસને લઇ આવીશું અથવા તો INLDને. ભાજપ જેટલી ક્રૂર છે, બીજી પાર્ટીઓ તેટલી ક્રૂર છે. તે થોડીઘણી ગરીબો અને ખેડૂતોની વાતો સાંભળે છે. આઝાદીના આંદોલનમાં તેમનું યોગદાન રહ્યું છે એટલે તેઓ સમજે છે કે આઝાદી શું હોય છે અને સંઘર્ષ શું હોય છે?” INLD (ઈન્ડિયન નેશનલ લોક દલ) હરિયાણાની સ્થાનિક પાર્ટી છે.