Monday, May 6, 2024
More
    હોમપેજદેશહલ્દ્વાની હિંસામાં 30 ઉપદ્રવીઓની ધરપકડ, તાબડતોબ કાર્યવાહીથી 24 કલાકમાં 25ને ઝડપ્યા: પોલીસ...

    હલ્દ્વાની હિંસામાં 30 ઉપદ્રવીઓની ધરપકડ, તાબડતોબ કાર્યવાહીથી 24 કલાકમાં 25ને ઝડપ્યા: પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલા 99 કારતૂસ જપ્ત

    અત્યાર સુધી આ કેસમાં કુલ 30ની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી પોલીસ સ્ટેશન પર હુમલો કરતી વખતે જે જીવતા કારતૂસ લૂંટાયા હતા તે પણ મળી આવ્યા છે. બાકીના ગુમ થયેલા કારતૂસને રિકવર કરવાના પ્રયાસો ચાલુ છે. 

    - Advertisement -

    ઉત્તરાખંડના હલ્દ્વાનીના બનભૂલપુરામાં હિંસા બાદ પોલીસ ઉપદ્રવીઓને પકડવા માટે સતત પ્રયાસ કરી રહી છે. હલ્દ્વાની હિંસામાં નૈનીતાલ પોલીસની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 30 જેટલા ઉપદ્રવીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 5ની અગાઉ અને 25ની તાજેતરએમ ધરપકડ કરવામાં આવી. તપાસ દરમિયાન પોલીસે તેમની પાસેથી 7 તમંચા અને 54 કારતૂસ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત પોલીસે આ આરોપીઓ પાસેથી પોલીસ સ્ટેશનમાંથી લૂંટેલા 99 કારતૂસ પણ કબજે કર્યા છે.

    આ અંગે નૈનીતાલના SSP પ્રહલાદ નારાયણ મીણાએ જણાવ્યું કે, હિંસાની સમગ્ર ઘટનામાં 3 એફઆઈઆર (કેસ નંબર 21/24, 22/24, 23/24) નોંધવામાં આવી છે. દરેકમાં અલગ-અલગ તપાસ અધિકારીઓ નીમવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 25 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, આ પહેલાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

    અત્યાર સુધી આ કેસમાં કુલ 30ની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી પોલીસ સ્ટેશન પર હુમલો કરતી વખતે જે જીવતા કારતૂસ લૂંટાયા હતા તે પણ મળી આવ્યા છે. બાકીના ગુમ થયેલા કારતૂસને રિકવર કરવાના પ્રયાસો ચાલુ છે. મુખ્ય આરોપીને પકડવા માટે પણ પ્રયાસો ચાલુ છે. આ અંગેની માહિતી ઉત્તરાખંડ પોલીસના x હેન્ડલ પરથી આપવામાં આવી હતી.

    - Advertisement -

    પોલીસે હલ્દ્વાની હિંસા મામલે પકડાયેલા આરોપીઓનાં નામ પણ જાહેર કર્યાં છે, જેમાં જુનૈદ, નિઝામ, મહેબૂબ, શહજાદ, અબ્દુલ મજીદ, શાજીદ, નઈમ, શાહનવાઝ, શાકિર અહેમદ, ઈશરાર, શાનુ, રઈસ, ગુલઝાર અહેમદ, રઈસ, મોહમ્મદ ફરીદ, જાવેદનો પુત્ર અબ્દુલ હમીદ, મોહમ્મદ સાદ, મોહમ્મદ તસ્લીમ, અહેમદ હસન, શાહરૂખ, અરજના, રીહાન, જીશાન, માજીદનો સમાવેશ થાય છે.

    એસએસપી મીણાએ કર્ફ્યું પછીની સ્થિતિ અંગે જણાવતાં કહ્યું કે, હવે હલ્દ્વાનીમાં ધીમે-ધીમે બધું સામાન્ય થઈ રહ્યું છે. પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ છે. ટાઉનમાં વાહનવ્યવહાર પણ રાબેતા મુજબ ચાલી રહ્યો છે. શાળાઓમાં પરીક્ષાઓ પણ લેવાઈ, જેમાં વિદ્યાર્થીઓની હાજરી પણ સારી એવી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે, પોલીસે બનભૂલપુરામાં દૂધ અને અન્ય જીવન જરૂરિયાતની સામગ્રીઓને લોકો સુધી પહોચાડી છે. આગામી થોડા દિવસોમાં અન્ય વિસ્તારોમાં લાદવામાં આવેલ કર્ફ્યુ પણ હટાવી લેવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે, 8 ફેબ્રુઆરી 2024ના રોજ ઉત્તરાખંડના હલ્દ્વાનીના બનભૂલપુરામાં ગેરકાયદેસર મદરેસા અને મસ્જિદને તોડી પાડવાને લઈને હિંસા આચરવામાં આવી હતી. ગેરકાયદેસર બાંધકામ અંગે વરિષ્ઠ પોલીસ અધિક્ષક પ્રહલાદ મીણાએ જણાવ્યું હતું કે, મદરેસા-મસ્જિદ ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરેલી સરકારી જમીન પર બાંધવામાં આવી હતી. જેને તોડી પાડવાની કાર્યવાહી કોર્ટના આદેશથી કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં