છેલ્લા ઘણા સમયથી ભારતમાં હિંદુઓ, તેમાં પણ ખાસ કરીને આદિવાસી સમૂહોને ખ્રિસ્તી (Christian conversions) બનાવવાનું કરવાનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે. આ માટે, ખ્રિસ્તી મિશનરીઓ નૈતિક અને અનૈતિક એમ તમામ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટે વિદેશથી પણ ફંડિંગ પણ થઇ રહ્યું છે. ખ્રિસ્તી ધર્માંતરણ કરનારા લોકોના ટાર્ગેટમાં ગરીબ અને પછાત હિંદુઓને સૌથી વધુ છે. જે વિસ્તારોમાં સામાન્ય સુવિધાઓ નથી પહોંચી ત્યાં પણ ખ્રિસ્તી ધર્મનો ફેલાવો થયો છે. ક્યાંક ઉપચારના નામે તો ક્યાંક ભણતરના નામે, ક્યાંક ડરાવી-ધમકાવી તો વળી ક્યાંક ભરમાવીને ગરીબ ભોળા હિંદુઓને ખ્રિસ્તી બનાવવામાં આવી રહ્યા છે. તેવામાં ભારતીયોને ખ્રિસ્તી બનાવવામાં અમેરિકાના જોશુઆ પ્રોજેક્ટની (Joshua Project) મહત્વની ભૂમિકા સામે આવી છે.
ભારતીયોને ખ્રિસ્તી બનાવવામાં અમેરિકાના જોશુઆ પ્રોજેક્ટની મહત્વની ભૂમિકા શા માટે છે, આ લેખમાં તેની વિગતવાર માહિતી મેળવીશું. અમેરિકાથી (USA) ચાલતી આ સંસ્થા ભારતની જાતિઓ અને જનજાતિઓ અને અન્ય સમૂહોની માહિતી એકઠી કરીને તેમને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરી રહી છે. જોશુઆ પ્રોજેક્ટ દ્વારા ભારતની 2000થી વધુ જ્ઞાતિઓ અને સમુદાયોના ડેટા એકત્ર કરવામાં આવ્યા છે. જોશુઆ પ્રોજેક્ટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ બાકીના વિશ્વમાં પણ કામ કરી રહ્યો છે. તેના મોટાભાગના લક્ષ્યો એવા દેશો છે જ્યાં ખ્રિસ્તી ધર્મ હજુ ફૂલ્યો ફળ્યો નથી.
શું છે આ જોશુઆ પ્રોજેક્ટ?
જોશુઆ પ્રોજેક્ટ એ લોકોને ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતરિત કરવાનું મિશન છે, જેઓ ઈશુમાં આસ્થા નથી રાખતા. આ સંસ્થા યુનાઇટેડ સ્ટેટ્સમાંથી કાર્યરત છે અને તેને વર્ષ 1995માં શરૂ કરવામાં આવી હતી. તેની શરૂઆત ચાર લોકોએ મળીને કરી હતી. મહત્વપૂર્ણ બાબત તો તે છે કે આ ચાર વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ ભારતીય પણ હતી. જોશુઆ પ્રોજેક્ટ વેબસાઇટ જણાવે છે કે તેઓ બાઇબલમાં આપવામાં આવેલી એક સૂચના પર કામ કરે છે. જોશુઆ કહે છે કે બાઇબલના મૈથ્યું 28:19માં તે દુનિયાના જુદા જુદા ભાગોમાં લોકોને ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ તરીકે બાપ્તિસ્મા આપવાના આદેશ પર કામ કરી રહ્યા છે.
જોશુઆ પ્રોજેક્ટનું મુખ્ય કાર્ય એવા સમૂહોની માહિતી એકત્રિત કરવાનું છે કે જેઓ હજી સુધી ખ્રિસ્તી ધર્મથી પ્રભાવિત થયા નથી. જોશુઆ પ્રોજેક્ટને તેના માટેના પૈસા ક્યાંથી મળે છે તે હજુ પણ અસ્પષ્ટ છે. જો કે, જોશુઆ પ્રોજેક્ટ તેની વેબસાઇટ પર ખ્રિસ્તી ધર્મને પ્રોત્સાહન આપવા માટે દાનની માંગણી કરે છે. જોશુઆ પ્રોજેક્ટે એવા સમૂહો માટે નકશો બનાવ્યો છે જે ખ્રિસ્તી ધર્મથી દૂર છે. વિશ્વના નકશા પર એક વિસ્તાર પણ બનાવવામાં આવ્યો છે, જે ખ્રિસ્તી ધર્મથી સૌથી દૂર છે. જોશુઆ પ્રોજેક્ટ દ્વારા તેને ’10:40 વિન્ડો’ નામ આપવામાં આવ્યું છે.
તે 10:40 વિન્ડો અક્ષાંશ પર 10 ડિગ્રી ઉત્તર અને 40 ડિગ્રી ઉત્તરની વચ્ચે આવેલા દેશોનો વિસ્તાર છે. તેમાં ભારત, ચીન, સાઉદી અરેબિયા અને મ્યાનમાર જેવા દેશોનો સમાવેશ થાય છે. જોશુઆ પ્રોજેક્ટ કહે છે કે આ દેશો ખ્રિસ્તી ધર્મનો વિરોધ કરી રહ્યા છે, તેથી તેમણે પહેલા ખ્રિસ્તી ધર્મનો ઉપદેશ આપવાની જરૂર છે.
કેવી રીતે કામ કરે છે આ જોશુઆ પ્રોજેક્ટ?
જોશુઆ પ્રોજેક્ટ દ્વારા ભારતમાં વિવિધ જાતિઓ અને આદિજાતિ સમુદાયોનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં દેશની 2272 જાતિઓ અને જનજાતિઓનો ડેટા છે. જોશુઆ પ્રોજેક્ટ તેના કાર્યને પાંચ ભાગમાં વહેંચે છે. જે જાતિઓને ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતરિત કરવામાં આવી નથી, તેમને જોશુઆ દ્વારા ‘અનરીચ્ડ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. આ ઉપરાંત, જે જ્ઞાતિઓ અને જનજાતિઓને ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવામાં આંશિક સફળતા મળી છે તેમને ‘મીનીમલી રીચ્ડ’ વર્ગ તરીકે મૂકવામાં આવે છે અને તેની ઉપર ‘સુપરફિશિયલી રીચ્ડ’ શ્રેણીમાં મૂકવામાં આવે છે. આ સિવાય તેમાં પણ બે છે.
જોશુઆ પ્રોજેક્ટ વિશેના ખાસ અહેવાલમાં દૈનિક ભાસ્કરે જણાવ્યું છે કે, આ મિશન દેશભરના દરેક જાતિ દરેક સમૂહને ખ્રિસ્તી ધર્મમાં લાવવા માટે એક એજન્ટની નિમણૂક કરી રહ્યું છે. આ એજન્ટો ધર્માંતરણ ઉપરાંત નવા ચર્ચ ઉભા કરવા સહિતનું કામ કરી રહ્યા છે. ભાસ્કરને આવો જ એક એજન્ટ મળ્યો પણ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જોશુઆ પ્રોજેક્ટ આ એજન્ટોને લાંબી તાલીમ બાદ મિશન પર ઉતારી દે છે. તેમનું મુખ્ય કામ એક સ્થળેથી બીજી જગ્યાએ જવું અને ડેટા એકત્રિત કરવાનું છે. તેને એક ધર્માંતરણ માટે જોશુઆ પ્રોજેક્ટમાંથી લગભગ ₹2000નો પગાર પણ મળે છે અને એક લગ્ન માટે ₹1500નો.
શું કહે છે જોશુઆ પ્રોજેક્ટનો ડેટા?
જોશુઆ પ્રોજેક્ટની વેબસાઇટ અનુસાર, તેમને ભારતના 2,272 સમૂહોમાં ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરવો છે. પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર હાલ તેઓ 2,041 જાતિઓ સુધી હજુ સુધી પહોંચી શક્યા નથી. સાથે જ તેમને 103 જાતિઓમાં ખ્રિસ્તી ધર્મનું પ્રભુત્વ વધારવાની સફળતા મળી છે. તેમાંના કેટલાક લોકોએ ખ્રિસ્તી ધર્મમાં વિશ્વાસ કરવાનું શરૂ કર્યું છે. આ સાથે જ 128 જાતિ સમૂહો એવા છે જેમાં ખ્રિસ્તી ધર્મેં મોટા પાયે ઘુસણખોરી કરી છે. જોશુઆ પ્રોજેક્ટ વેબસાઇટે રિપોર્ટ આપ્યો છે કે તેઓ અત્યાર સુધીમાં 143 કરોડમાંથી 6 કરોડ લોકો સુધી ખ્રિસ્તી ધર્મ પહોંચાડી ચૂક્યા છે.
વેબસાઇટના જણાવ્યા અનુસાર, ઇવેન્જેલિકલ ખ્રિસ્તી ધર્મનો (ભારતમાં ખ્રિસ્તી ધર્મની એક શાખા જે જોશુઆ પ્રોજેક્ટ દ્વારા ફેલાવવામાં આવી રહી છે.) વિકાસદર 3.9% પ્રતિ વર્ષ છે. આ વૈશ્વિક સરેરાશ કરતા અનેક ગણો વધારે છે. આ અંતર્ગત, તે લોકોને રાખવામાં આવે છે, જેમણે જોશુઆ પ્રોજેક્ટના માળખાને સંપૂર્ણપણે અપનાવી લીધું છે. જોશુઆ પ્રોજેક્ટની વેબસાઇટ માત્ર હિંદુઓ જ નહીં પરંતુ ભારતના શીખો, મુસ્લિમો અને બૌદ્ધોનો ડેટા પણ એકત્રિત કરી રહી છે. તેમણે તેમનો ડેટા પણ તેમની વેબસાઇટ પર મૂક્યો છે.
મોટી સંખ્યામાં જાતિઓનું ધર્માંતરણ
જોશુઆ પ્રોજેક્ટના આંકડા દર્શાવે છે કે તેણે ઘણી જાતિઓમાં 10%-100% જાતિઓને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરી છે. જે જ્ઞાતિઓએ મોટી સંખ્યામાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો છે તેમને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. તેલંગાણાના મડિગા અને માલા સમુદાયોમાં 21,000ની વસ્તીને ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતરિત કરવામાં આવી છે અને તેમને આદિ ખ્રિસ્તીનું નામ આપવામાં આવ્યું છે. બોડો સમુદાયની 15.7 લાખની વસ્તીમાંથી લગભગ 1.5 લાખ લોકો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂક્યા છે.
જોશુઆ પ્રોજેક્ટની આટલી મોટી મશીનરી ભારતમાં સતત કાર્યરત છે અને દિવસેને દિવસે તે ફૂલી-ફાલી રહી છે. અનેક એવા કિસ્સા છે જેમાં તેમના પ્રચારકો ઝડપાયા હોય, જે લોકો ભોળા ગરીબોને લલચાવીને ખ્રિસ્તી બનાવી રહ્યા હોય. આવો જ એક કિસ્સો હાલમાં જ મધ્ય પ્રદેશમાં સામે આવ્યો છે, જ્યાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારાઓને ₹20 લાખ સુધીની ઓફર કરવામાં આવી હતી. એ જ રીતે, બરેલીમાં ખ્રિસ્તી મિશનરીઓએ હિંદુ સગીરોને નિશાન બનાવ્યાના અહેવાલો આવ્યા હતા. વિચારવા લાયક અને ચિંતાજનક બાબત તો તે છે કે આવા લોકો પર એક્શન લીધા બાદ પણ આ નેટવર્ક સતત ચાલી રહ્યું છે.