મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ગુરુવારે (25 જાન્યુઆરી, 2024) છમકલું થયું હતું. અહીં એક સ્થળે બે મહાપુરુષોની મૂર્તિ લગાવવાને લઈને બબાલ થઈ ગઈ અને સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને ખંડિત કરાતાં ઝઘડાએ હિંસક સ્વરૂપ પકડ્યું હતું. જોકે, પછીથી પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો.
આ ઘટના ઉજ્જૈનના માકડોન પાસે બની. અહીં એક ચોક પર પ્રતિમા લગાવવાને લઈને ભીમ આર્મી અને પાટીદાર સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ભીમ આર્મી અહીં ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમા લગાવવા માંગે છે તો પાટીદાર સમાજની માંગ છે કે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ મૂકવામાં આવે. હાલ મામલો સ્થાનિક પંચાયત સમક્ષ વિચારાધીન છે.
બુધવારે (24 જાન્યુઆરી) રાત્રે અહીં અમુક લોકોએ માકડોનના બસ સ્ટેન્ડ નજીકની જગ્યા પર સરદાર પટેલની મૂર્તિ સ્થાપિત કરી દીધી હતી. ત્યારબાદ ગુરુવારે સવારે ભીમ આર્મીના માણસોએ આવીને ટ્રેક્ટર વડે તેને હટાવવાના પ્રયાસ કર્યા હતા. તેમની માંગ છે કે અહીં બી. આર આંબેડકરની પ્રતિમા લગાવવામાં આવે. તેમણે પ્રતિમા પર પથ્થર માર્યા હતા અને તેને તોડવાના પ્રયાસ કર્યા હતા.
મૂર્તિ ખંડિત કરાતાં બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ સામસામે પથ્થરમારો પણ થયો અને અમુક વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું તો અમુક દુકાનોને પણ નુકસાન થયું હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા. તેમણે બંને પક્ષો સાથે વાતચીત કરીને મામલો શાંત કરાવ્યો હતો.
ઉજ્જૈન SPએ જણાવ્યું કે, “મૂર્તિ લગાવવાને લઈને વિવાદ થયો હતો. ત્યારબાદ પથ્થરમારો પણ થયો. પોલીસે હસ્તક્ષેપ કરીને મામલો થાળે પડ્યો છે. બજાર પણ ખુલી ગયાં છે અને ટ્રાફિક પણ સામાન્ય છે. પોલીસ હાલ ફ્લેગ માર્ચ કરી રહી છે. આ મામલે 6 લોકોની પૂછપરછ ચાલી રહી છે, જેમાં જેનું ટ્રેક્ટર વિડીયોમાં દેખાય છે એ વ્યક્તિ પણ સામેલ છે. જેમણે પણ કાયદો હાથમાં લેવાના પ્રયાસ કર્યા છે તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
કોંગ્રેસ સમર્થકોએ ફેલાવ્યા ફેક ન્યૂઝ
બીજી તરફ, આ ઘટનામાં ફેક ન્યૂઝ ફેલાવવાના પણ શરૂ થઈ ગયા છે. કોંગ્રેસ સમર્થક અને પોતાને સામાજિક કાર્યકર્તા ગણાવતા સંદીપ સિંઘે X પર એક પોસ્ટ કરીને મામલાને સાંપ્રદાયિક રંગ આપ્યો અને દાવો કર્યો કે સરદાર પટેલની પ્રતિમા ‘જય શ્રીરામ’ના નારા સાથે તોડવામાં આવી રહી છે.
સંદીપે લખ્યું, ‘જય શ્રીરામના નારા સાથે સરદાર પટેલની પ્રતિમા તોડવામાં આવી રહી છે. વિડીયો ચિંતાનો વિષય છે. તમે ઈચ્છો તો આ રામ રાજ્યના વિડીયોને આગળ વધારી શકો છો અને લોકોને જણાવી શકો છે કે ‘જય શ્રીરામ’નો નારો કેટલો ઘાતક બનતો જાય છે.
અન્ય એક અકાઉન્ટે પણ આ જ પ્રકારના દાવા કરીને વિડીયો પોસ્ટ કર્યો હતો. લખવામાં આવ્યું કે, અહીં જય શ્રીરામના નારા લગાવીને સરદાર પટેલજેની પ્રતિમાને તોડવામાં આવી. શું આ માટે તેમણે દેશને સ્વતંત્રતા અપાવી હતી?
यहाँ जय श्रीराम के नारे लगा कर सरदार पटेलजी की प्रतिमा को तोड़ा गया,
— Chhaya Thakur (@ChhayaThakurInc) January 25, 2024
क्या इसी लिए इन्होंने आज़ादी दिलायी होगी देश को ???#SardarPatel https://t.co/aXryc5nwMf
અન્ય અમુક અકાઉન્ટે પણ આ પ્રકારના દાવા કર્યા.
जय श्री राम का नारा लगा कर "सरदार पटेल" जी की प्रतिमा तोड़ी जा रही हैं
— अपर्णा अग्रवाल (@Aparna_oo7) January 25, 2024
ये नारा अब एक सांप्रदायिकता का रूप ले रहा है pic.twitter.com/iQNJeYvsAw
આ દાવાઓથી વિપરીત સત્ય એ છે કે, આ ઘટના ક્યાંય ભગવાન રામ સાથે સંબંધિત નથી કે ન ‘જય શ્રીરામ’ના નારા લાગ્યા હોવાનો કોઈ પુરાવો છે. ઘટના કોઇ પણ રીતે સાંપ્રદાયિક નથી, બે પક્ષો વચ્ચેનો મામલો છે.