શુક્રવારે (26 જુલાઈ 2024) દેશભરમાં કારગીલ વિજય દિવસને (Kargil Vijay Diwas) યાદ કરવામાં આવી રહ્યો છે. ભારતે 1999માં પાકિસ્તાનને યુદ્ધમાં હરાવ્યું હતું અને ભારત ભૂમિ પરથી ખદેડી દીધું હતું. ત્યારે આજના મહત્વપૂર્ણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખમાં વર્ચ્યુઅલ બ્લાસ્ટ કરીને શિંકુ-લા ટનલ (Shinkun La tunnel) પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ આ પ્રોજેક્ટ ચીન બોર્ડર પર ભારતની પકડ મજબૂત બનાવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ટનલ બની ગયા બાદ દેશની સુરક્ષામાં અતિ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. આ ટનલ વિશ્વની સહુથી ઉંચી ટનલ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કારગીલ દિવસના ઉપલક્ષમાં લદ્દાખ (Leh-Laddakh) પહોંચ્યા છે. તેમણે અહીં યુધ્ધમાં સર્વોચ્ચ બલિદાન આપનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી. આ પ્રવાસમાં જ વડાપ્રધાન મોદી શિંકુ-લા ટનલ પ્રોજેક્ટ સહિત અનેક વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કર્યું છે.
#WATCH | Ladakh: Prime Minister Narendra Modi virtually carries out the first blast of the Shinkun La Tunnel project
— ANI (@ANI) July 26, 2024
Shinkun La Tunnel Project consists of a 4.1 km long Twin-Tube tunnel which will be constructed at an altitude of around 15,800 feet on the Nimu – Padum – Darcha… pic.twitter.com/ISobHEhkzl
મહત્વનું છે કે આ ટનલ સેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. આ ટનલ ગમે તેવા કપરા વાતાવરણમાં આવા-ગમન સરળ બનાવશે. તે ભૌગોલિક દ્રષ્ટિએ અતિ મહત્વનો ભાગ ભજવશે. 15800 ફૂટની ઉંચાઈએ બનનારી આ ટનલ બન્યા બાદ સેના માટે વાહનો અને હથિયાર લાવવા-લઈ જવા સરળ બનશે. ટનલ બન્યા બાદ સેનાને આખા 100 કિમીનો પ્રવાસ ઘટી જશે. ખબર તેવી પણ છે કે શિંકુલા ટનલ બનવાના સમાચારોથી ચીનને પેટમાં દુખાવો શરૂ થઈ ગયો છે.
શું છે ટનલની ખાસિયતો અને મહત્વતા
વર્ષ 2023માં કેબીનેટ કમિટી ઓન સિક્યુરિટીમાં (CCS) તેને માન્યતા આપવામાં આવી હતી. શિંકુ-લા ટનલ સમુદ્ર તટથી 15800 ફૂટની ઊંચાઈ પર બનવા જઈ રહી છે. તેની લંબાઈ 4.1 કિલોમીટર હશે. આ ટનલ ટ્વીન ટ્યુબ ટનલ હશે અને તેને બનાવવાની જવાબદારી BROને સોંપવામાં આવી છે. ભારતીય સેના આ ટનલ મારફતે પરિવહન કરીને 100 કિલોમીટર જેટલું ઓછું અંતર કાપશે. તે ગમેતેવી કપરી પરિસ્થિતિ અને વાતાવરણમાં સેનાના મૂવમેન્ટને જાળવી રાખશે.
આ ટનલ દ્વારા ચીન પર ફોકસ વધારવામાં મદદ મળશે. આ ટનલ મારફતે સામાન્ય પરિવહન સાથે સાથે, ચીન બોર્ડર પર ભારે માત્રામાં દારૂગોળો, હથીયાર, ટેંક, મિસાઈલો તેમજ ઇંધણ સહિતની અનેક જરૂરિયાત પૂર્ણ કરવા માટે મહત્વનો ભાગ ભજવશે. આ ટનલને શિંકુ-લા ટનલ સાથે-સાથે શિંગો-લા ટનલથી પણ ઓળખવામાં આવે છે. સહુથી મહત્વની વાત તે છે કે આ ટનલ ઉત્તરીય ભારતમાં હિમાચલ પ્રદેશની લાહૌલ ઘાટી અને લદ્દાખની જાંસ્કર ઘાટીને જોડી રહી છે, જે ભૌગોલિક દ્રષ્ટીએ મહત્વપૂર્ણ છે.
આ ટનલ બન્યા બાદ મનાલી-લેહ રોડ, કે જે શિયાળામાં હિમપ્રપાતમાં બંધ થઈ જાય છે, તેને આખું વર્ષ ખુલ્લો રાખવાનું કામ પણ કરશે. તેને નિમૂ-પદમ-દારચા રોડ પર બનાવવામાં આવી રહી છે. વર્તમાન સમયમાં અટલ ટનલ (10,000 ફૂટ) વિશ્વની સહુથી ઉંચી અને લાંબી કાર્યરત ટનલ; છે. શિંકુલા ટનલ બન્યા બળથી તે વિશ્વની સહુથી ઉંચી હાઈવે ટનલ તરીકે ઉભરી આવશે. મહત્વનું છે કે આ ટનલ બનાવવા માટે BROને અનેક પડકારોનો સામનો કરવો પડશે. આટલી ઊંચાઈ પર આટલી અત્યાધુનિક ટનલ બનાવવી ખૂબ અઘરું કામ છે.