23 માર્ચના રોજ આસામ પોલીસે IIT-ગુવાહાટીના વિદ્યાર્થી તૌસીફ અલી ફારુકીની અટકાયત કરી લીધી હતી. તેના પર આરોપ છે કે, તે આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS) પ્રત્યે વફાદારી ધરાવતો હતો અને તેમાં સામેલ થવા માંગતો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ LinkedIN પર એક ખુલ્લા પત્ર દ્વારા તેણે આતંકવાદી સંગઠનમાં જોડાવાનો ઈરાદો જાહેર કર્યો હતો. જેને લઈને પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. હવે આ મામલે અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, હિંદુ જાગરણ મંચના કામરુપ જિલ્લા કાર્યકર્તાઓએ ટેન્કે ડેકા અને અન્ય લોકોએ તેને આસામના હાજોમાં પડકી પાડ્યો હતો.
ફારુકીને સવાલ કરી રહેલા કાર્યકર્તાઓનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કાર્યકર્તાઓએ પૂછપરછ કરીને તાત્કાલિક આરોપીને પોલીસ હવાલે કરી દીધો હતો. હિંદુ જાગરણ મંચ અને અન્ય સ્થાનિક લોકોએ ફારુકી પર એટલા માટે ધ્યાન આપ્યું કારણ કે, તે હાથમાં ISIS સંગઠનનો ઝંડો લઈને ફરી રહ્યો હતો. વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ તેને અનેક સવાલ પૂછી રહ્યા છે.
Incredible bravery! Yesterday evening, Hindu Jagran Manch Kamrup district's Tanke Deka and his friends caught an #ISIS terrorist in Damdama, Hajo. They immediately handed him over to Hajo police. Salute to these heroes!
— Gautam Chakrabarty (@GautamChakraba6) March 24, 2024
I call upon the @mygovassam and @assampolice to honor their… pic.twitter.com/TzpLefJ3on
વિડીયોમાં જોઈ શકાય છે કે, હિંદુ કાર્યકર્તાઓએ તેને પૂછ્યું કે, શું તે (આરોપી તૌસીફ) ISIS સંગઠનનું સમર્થન કરે છે? તેના જવાબમાં ફારુકીએ કહ્યું કે, “મારુ માનવું છે કે, શાસન કરવાનો અધિકાર માત્ર અલ્લાહનો છે. આપણે અહીં જે સરકારો બનાવી છે, તે ખોટું છે.” જે બાદ તેણે કહ્યું કે, તે પોતે ISISનું સમર્થન કરે છે. કારણ કે, ISIS અલ્લાહનું શાસન સ્થાપિત કરવા માંગે છે.
જ્યારે આરોપીને એવું પૂછવામાં આવ્યું કે, બંદૂકો લઈને લોકો પર હુમલો કરતાં ISISના આતંકીઓનું તે સમર્થન કરે છે? તો તેના જવાબમાં તેણે કહ્યું કે, તે તેનું સમર્થન કરે છે. કારણ કે ISIS અલ્લાહનું શાસન સ્થાપિત કરવા માંગે છે. જ્યારે પોલીસ તો પોતાનું શાસન સ્થાપિત કરવા માંગે છે. વિડીયોમાં જોવા મળ્યા અનુસાર, આ કાર્યકર્તાઓને તૌસીફ ગુવાહાટીથી 30 કિમી દૂર આવેલા હાજોના દમદમા પાસે આવેલા એક માર્કેટ કોમ્પ્લેક્સમાં મળ્યો હતો. તેના હાથમાં ISISનો ઝંડો હતો.
અથડામણનો વિડીયો પોસ્ટ કરીને RSS કાર્યકર્તા ગૌતમ ચક્રવર્તીએ કેન્દ્ર સરકાર અને આસામ સરકારને હિંદુ જાગરણ મંચના કાર્યકરોને તેમની હિંમત માટે સન્માનિત કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે, “તેમની સતર્કતા અને ત્વરિત કાર્યવાહી સન્માનને પાત્ર છે.” ટેન્કે ડેકાએ આ વિશે ફેસબુકમાં એક પોસ્ટ પણ કરી હતી.
તેમણે તૌસીફને કેવી રીતે જોયો તે અંગે મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, તૌસીફ ગુવાહાટીથી નલવાડી તરફ જઈ રહ્યો હતો અને તેના હાથમાં ઈસ્લામિક ઝંડો હતો. દમદમા ચોક પર તેણે ઈસ્લામિક મઝહબી નારા લગાવ્યા હતા. જેને લઈને સ્થાનિક લોકોએ તરત જ તેને ઝડપી પાડ્યો. જે બાદ તેણે જણાવ્યું કે, તે ISISનું સમર્થન કરે છે. આવું સાંભળીને ઘણા સ્થાનિક લોકોએ તેની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. તે દરમિયાન ડેકા ત્યાં જ હાજર હતા. જે બાદ તેઓ ત્યાં પહોંચ્યા અને તૌસીફને ભીડથી બચાવ્યો હતો.
તૌસીફ સાથે તેના ધર્માંતરણ વિશે વાત કરતાં ડેકાએ જણાવ્યું હતું કે, તૌસીફ એક શિક્ષિત જેહાદી છે. જે સંપૂર્ણપણે ઇસ્લામી જેહાદી પ્રચારથી બ્રેનવોશ થઈ ગયો છે. તૌસીફ પાસે બે છરીઓ પણ હતી. ડેકાએ કહ્યું કે, તૌસીફ ચોક્કસપણે ISIS સાથે સંબંધ ધરાવે છે અને તે એક શિક્ષિત જેહાદી આતંકવાદી છે. ડેકાએ ઉમેર્યું કે, થોડી થપ્પડો માર્યા બાદ તેણે તૌસીફને પોલીસ હવાલે કર્યો હતો.
ISIS પ્રત્યે વફાદારી બદલ કરવામાં આવી હતી અટકાયત
ઉલ્લેખનીય છે કે, ISISમાં સામેલ થવાનું કહેતા તૌસીફ અલી ફારુકીને આસામ પોલીસે હાજોથી પકડી પાડ્યો હતો. આસામના DGP જી.પી સિંઘે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે, ISIS પ્રત્યે વફાદારીના શપથ લેવા મામલે IIT ગુવાહાટીના વિદ્યાર્થીની અટકાયત કરવામાં આવી છે. આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ યુવકને શનિવારે (23 માર્ચ) સાંજે આસામના હાજો (Hajo)થી પકડવામાં આવ્યો હતો. આ ઘટનાના ચાર દિવસ પહેલાં જ ISIS 2 વૉન્ટેડ આતંકીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
વાસ્તવમાં ફારૂકીએ લિંક્ડઇન પર એક ઓપન લેટર લખ્યો હતો, જેમાં પોતે ISISમાં જોડાવા જઈ રહ્યો હોવાની વાત કહી હતી. તેણે લખ્યું કે તે ભારતના બંધારણને અને તેની સંસ્થાઓને માનતો નથી અને જેથી મુસ્લિમીન તરફ હિજરત કરવા માટે ISKP (ISISની અફઘાનિસ્તાન પ્રાંતની શાખા)માં જોડાવા માટે જઈ રહ્યો છે. તેણે લખ્યું કે, “ઇન્શાલ્લાહ મારી સફર પગપાળા હશે અને હું જાહેરમાં જ જઈશ. તો જે કોઇ કાફિર મને રોકવા માંગતો હોય એ સામે આવી જાય.” પત્રમાં આગળ કહ્યું કે, “આ લડાઈ મુસ્લિમીન અને કાફિરો વચ્ચેની છે.”