Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણમોડી રાત્રે પહોંચ્યા PM મોદી વારાણસી, અધવચ્ચે કાફલો ઉભો રાખી કર્યું ફોરલેનનું...

    મોડી રાત્રે પહોંચ્યા PM મોદી વારાણસી, અધવચ્ચે કાફલો ઉભો રાખી કર્યું ફોરલેનનું નિરીક્ષણ: ₹13 હજાર કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે લોકાપર્ણ

    PM મોદી શુક્રવારે (23 ફેબ્રુઆરી) વારાણસીમાં બનાસ ડેરી કાશી કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સહિત અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ ઉપરાંત રવિદાસ જયંતિ નિમિત્તે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં પણ સંત ભાગ લેશે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (22 ફેબ્રુઆરી 2024) મોડી રાત્રે ગુજરાતથી સીધા તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, BJP યુપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી સહિત અનેક નેતાઓએ વાતપુર એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પીએમ રોડ માર્ગે બરેકા ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા. એરપોર્ટ અને બારેકા ગેસ્ટ હાઉસ વચ્ચે લગભગ 27 કિલોમીટર સુધી છ સ્થળોએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદી રાજ્યમાં શુક્રવારે (23 ફેબ્રુઆરી 2024) ₹13,202 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું લોકાપર્ણ કરશે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (22 ફેબ્રુઆરી) વારાણસીની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા. PM મોદીના સ્વાગત માટે આવેલા લોકોને એરપોર્ટ બહાર PMના કાફલાં પર ફૂલો વરસાવ્યા હતા. એરપોર્ટ અને બારેકા વચ્ચે છ સ્થળોએ પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બાબતપુર ચારરસ્તા પર બનેલ રામદરબાર આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. PM મોદીના આગમન પર અહીં રામનામની ધૂન વગાડવામાં આવી હતી.

    જે પછી પીએમ મોદીનો કાફલો બનારસ લોકમોટિવ વર્કશોપના ગેસ્ટહાઉસ તરફ આગળ વધ્યો હતો, તે દરમિયાન શિવપુર-ફુલવારિયા-લહરતારા રોડ પર અચાનક PM મોદીએ કાફલો ઉભો રખાવી ફોરલેનનું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદી સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. થોડીવાર રસ્તા પર લટાર માર્યા બાદ પીએમ મોદી રાત્રે BLW ગેસ્ટ હાઉસ જવા રવાના થયા હતા. વડાપ્રધાને જે ફોરલેન બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું તેનું ઉદ્ઘાટન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. જેના કારણે શહેરના દક્ષિણ ભાગમાં રહેતા લોકોને ઘણી સગવડતા મળી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી આ વિષયે આ જાણકારી આપી છે.  

    - Advertisement -

    વારાણસીથી પરત ગુજરાત આવશે

    ઉલ્લેખનીય છે કે, PM મોદી શુક્રવારે (23 ફેબ્રુઆરી) વારાણસીમાં બનાસ ડેરી કાશી કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સહિત અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ ઉપરાંત રવિદાસ જયંતિ નિમિત્તે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં પણ સંત ભાગ લેશે. આ દરમિયાન સંત રવિદાસની પ્રતિમા, સંગ્રહાલય અને ઉદ્યાનનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. જે પછી વડાપ્રધાન બપોરે કારખીયાવ જશે જ્યાં પૂર્વાંચલના એક લાખથી વધુ ખેડૂતોની હાજરીમાં તેઓ 13 હજાર કરોડ રૂપિયાથી વધુના 36 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. જેમાં ₹11,007 કરોડના 24 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ₹2195.07 કરોડના 12 પ્રોજેક્ટના શિલાન્યાસનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમૂલના સૌથી મોટા પ્લાન્ટ બનાસ ડેરીનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ લગભગ એક લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર આપશે. આ ડેરી શરૂ થવાથી પૂર્વાંચલના ખેડૂતો અને ગૌપાલકોની આવક પણ બમણી થશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં