Saturday, November 23, 2024
More
    હોમપેજદેશ'EWS અનામત અસંવિધાનિક, ગરીબો સાથે ભેદભાવ કરતી યોજના': મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં અરજી...

    ‘EWS અનામત અસંવિધાનિક, ગરીબો સાથે ભેદભાવ કરતી યોજના’: મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં અરજી દાખલ, કેન્દ્ર સરકાર પાસે 6 સપ્તાહમાં માંગ્યો જવાબ

    EWS વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરનાર અરજદારે આ ઉપરાંત અન્ય અનેક તર્ક રજુ કર્યા હતા. જેમાં OBC, SC-STને આ લાભથી વંચિત રાખવા તે અનુચ્છેદ 14ના વિરુદ્ધ અને EWS કોટા સ્પેશ્યલ રિઝર્વેશન ગણાવતા તેની વૈધાનીકતા પર સવાલ ઉભા કર્યા છે. અરજદારોએ EWSને ગરીબો સાથે ભેદભાવ કરવાવાળી યોજના ગણાવી છે.

    - Advertisement -

    સામાન્ય વર્ગને આપવામાં આવતા EWS અનામત વિરુદ્ધ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં EWS અનામતને અસંવિધાનિક ગણવામાં આવ્યું છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો ગરીબ દરેક વર્ગમાં હોય તો તેનો લાભ માત્ર જનરલ વર્ગને જ કેમ આપવામાં આવી રહ્યો છે. આ અરજી પર હાઈકોર્ટની જબલપુર બેંચે કેન્દ્ર સરકારને નોટીસ મોકલી છે. આ નોટીસમાં સરકારને જવાબ દાખલ કરવા માટે 6 સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે.

    અહેવાલો અનુસાર આ અરજી ‘એડવોકેટ યૂનિયન ફોર ડેમોક્રેસી એન્ડ સોશિયલ જસ્ટિસ’ નામની સંસ્થા તરફથી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સામાન્ય વર્ગને EWSનો લાભ આપવો ગેરવ્યાજબી ઠેરવવામાં આવ્યો છે. અરજી દાખલ કરનાર તરફથી એડવોકેટ રામેશ્વર પી સિંઘ અને વિનાયક શાહ હાજર થયા હતા. તેમણે જણાવ્યું છે કે 17 જાન્યુઆરી 2019ના રોજ ભારત સરકાર દ્વારા અનામતનો EWS કોટા લાગુ કરવું તે સંવિધાનિકતાને પડકારવા જેવું છે. બંને વકીલોએ EWS પોલીસીને સંવિધાનના અનુચ્છેદ 15 (6), 16 (6) અંતર્ગત અસંગત ગણાવ્યું છે.

    EWS વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરનાર અરજદારે આ ઉપરાંત અન્ય અનેક તર્ક રજુ કર્યા હતા. જેમાં OBC, SC-STને આ લાભથી વંચિત રાખવા તે અનુચ્છેદ 14ના વિરુદ્ધ અને EWS કોટા સ્પેશ્યલ રિઝર્વેશન ગણાવતા તેની વૈધાનીકતા પર સવાલ ઉભા કર્યા છે. અરજદારોએ EWSને ગરીબો સાથે ભેદભાવ કરવાવાળી યોજના ગણાવી છે. આ સાથે જ તેમનો એવો પણ દાવો છે કે 103માં સંવિધાન સંશોધનમાં પ્રત્યેક વર્ગના ગરીબોને EWS આરક્ષણનો લાભ આપવાનું પ્રાવધાન છે.

    - Advertisement -

    આ આખા કેસની સુનાવણી જસ્ટિસ રવિ મલીમથ અને જસ્ટિસ વિશાલ મિશ્રાની ખંડપીઠે કરી હતી. પ્રારંભિક તર્ક સાંભળીને ખંડપીઠે કેન્દ્ર સરકારને નોટીસ જરી કરતા જવાબ દેવા માટે 6 સપ્તાહનો સમય આપ્યો છે.

    સુપ્રીમકોર્ટે યથાવત રાખ્યું હતું EWS આરક્ષણ

    ઉલ્લેખનીય બ્છે કે આ પહેલા પણ EWS આરક્ષણની વૈધાનિકતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. તે સમયે ડીસેમ્બર 2022માં સુપ્રીમ કોર્ટે સંભળાવેલા નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે EWS આરક્ષણને યથાવત રાખ્યું હતું. તે સમયે 5 જજની ખંડપીઠે 3:2થી આ કોટાના સમર્થનમાં નિર્ણય સંભળાવ્યો હતો. જોકે કોંગ્રેસ નેતા ઉદિત રાજે ત્યારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને જાતીવાદી ગણાવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં