Monday, April 29, 2024
More
    હોમપેજદેશહવે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા વિરુદ્ધ અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી: 'નિર્માણાધીન મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા ન...

    હવે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા વિરુદ્ધ અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી: ‘નિર્માણાધીન મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા ન કરી શકાય’ની દલીલો અપાઈ

    અરજી ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના નિવાસી ભોલા દાસ નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી છે. જેમાં દલીલ કરવામાં આવી કે હિંદુ કેલેન્ડર અનુસાર પોષ મહિનામાં કોઇ પવિત્ર ક્રિયા થઈ શકે નહીં.

    - Advertisement -

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને હવે માત્ર 4 દિવસ બાકી રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશની અલાહાબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને કાર્યક્રમ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. આ જાહેરહિતની અરજીમાં કહેવામાં આવ્યું કે, મંદિર હજુ અધૂરું છે અને અધૂરા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ શકે નહીં. 

    આ અરજી ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના નિવાસી ભોલા દાસ નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી છે. જેમાં દલીલ કરવામાં આવી કે હિંદુ કેલેન્ડર અનુસાર પોષ મહિનામાં કોઇ પવિત્ર ક્રિયા થઈ શકે નહીં. સાથે એવું પણ લખવામાં આવ્યું કે, મંદિર હજુ બાંધકામ હેઠળ છે અને સનાતન પરંપરાથી વિપરીત જઈને ત્યાં ભગવાનને બિરાજમાન કરી શકાય નહીં. 

    અરજીમાં દલીલ કરવામાં આવી કે, “અયોધ્યામાં 22 જાન્યુઆરી, 2024ના રોજ એક ધાર્મિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. નિર્માણાધીન મંદિરમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. આ માટે પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવશે. શંકરાચાર્યોને પણ આ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ સામે વાંધો છે. મંદિર હજુ નિર્માણાધીન છે અને અધૂરું છે, તેમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ શકે નહીં.”

    - Advertisement -

    આ અરજીમાં ભારતીય જનતા પાર્ટી પર પણ આરોપ લગાવ્યા અને કહેવામાં આવ્યું કે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં રાજકીય લાભ લેવા માટે આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે જેમ-જેમ પ્રાણપ્રતિષ્ઠાની તિથિ નજીક આવતી જાય છે તેમ આ પ્રકારની દલીલો વિપક્ષી પાર્ટીઓ અને અમુક વિરોધીઓ તરફથી સાંભળવા મળી રહી છે. તેમનો દાવો છે કે નિર્માણાધીન મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ શકે નહીં અને તે સનાતન પરંપરાની વિરુદ્ધ છે. જ્યારે ઘણા સંતો-મહંતો અનેક વખત સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ગર્ભગૃહનું નિર્માણ પૂર્ણ થઈ ગયું હોવાના કારણે ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં કોઇ સમસ્યા નથી. 

    બીજી તરફ, અયોધ્યામાં ધામધૂમથી ધાર્મિક કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. મંગળવાર (16 જાન્યુઆરી)થી વિશેષ અનુષ્ઠાન શરૂ થઈ ગયાં હતાં, જે 21 જાન્યુઆરી સુધી ચાલશે. બુધવારે ભગવાન રામલલાની પ્રતિમા મંદિર પરિસરમાં લાવવામાં આવશે અને જ્યાં તેમને ભ્રમણ કરાવવામાં આવશે. બીજી તરફ, ગર્ભગૃહમાં પવિત્ર જળ છાંટીને તેની સાફસફાઈ કરવામાં આવશે. 18 જાન્યુઆરીએ ભગવાન ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે. ત્યારબાદ પૂજા-વિધિ ચાલશે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા થશે. આ માટે PM 11 દિવસનાં અનુષ્ઠાન કરી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં