Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણનાના કામદારો માટે આંતરરાષ્ટ્રીય બજાર, એજ્યુકેશન લોનના વ્યાજ પર રાહત, જનજાતિ સમાજના...

    નાના કામદારો માટે આંતરરાષ્ટ્રીય બજાર, એજ્યુકેશન લોનના વ્યાજ પર રાહત, જનજાતિ સમાજના 63000 ગામોનો વિકાસ: બજેટ 2024માં નાણામંત્રી નિર્મલા સીતારમણની ઘોષણા

    બજેટમાં 'પ્રધાનમંત્રી જનજાતિય ઉન્નત ગ્રામ યોજના'ની જાહેરાત પણ કરવામાં આવી છે. આ અંતર્ગત આદિવાસી બાહુલ ગામોના વિકાસ માટે નિર્ણાયક પગલાં ભરવામાં આવશે. તેનાથી 63,000 ગામડાઓમાં આદિવાસી સમુદાયના 5 કરોડ લોકોને ફાયદો થશે.

    - Advertisement -

    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ 2024 રજૂ કર્યું છે. બજેટ 2024માં મોદી સરકારે દેશના સર્વાંગી વિકાસને લક્ષ્યમાં રાખ્યો છે. ‘વિકસિત ભારત’ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને મોદી સરકારે 9 પ્રાથમિકતાઓ નક્કી કરી છે. જેમાં દેશના તમામ લોકોને સમાન તક મળી રહે. આ 9 પ્રાથમિકતાઓ છે – કૃષિમાં ઉત્પાદકતા એન સ્થિતિસ્થાપકતા, રોજગાર અને કૌશલ્ય, સમાવેશી માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય, વિનિર્માણ અને સેવાઓ, શહેરી વિકાસ, કટોકટીની સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રકચર, ઇનોવેશન સંશોધન અને વિકાસ, આગામી પેઢીઓમાં સુધાર. શિક્ષા રોજગાર અને કૌશલ્ય માટે ₹1.48 લાખ કરોડ ફાળવવામાં આવશે.

    મંગળવારે (23 જુલાઈ, 2024) નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ 2024 રજૂ કરી રહ્યા છે. નાણામંત્રીએ બજેટ 2024માં અનેક ઘોષણાઓ કરી છે. જેનાથી મધ્યમવર્ગીય અને ગરીબોને ઘણો લાભ મળવાની સંભાવના છે. નાણામંત્રીએ કહ્યું છે કે, ભારતમાં મોંઘવારી નિયંત્રણમાં છે અને તે 4% તરફ આગળ વધી રહી છે. કૃષિ સંશોધન ક્ષેત્રે મોદી સરકારે મોટી ઘોષણા કરતાં કહ્યું કે, ઉત્પાદકતા વધારવા માટે આબોહવાના હિસાબે પાકને વિકસિત કરવા માટે એગ્રીકલ્ચર રિસર્ચ સેટઅપની વ્યાપક સમીક્ષા કરવામાં આવશે. સરકાર અને બહારના વિશેષજ્ઞોની મદદ પણ લેવામાં આવશે. 1 હજાર ખેડૂતોને નેચરલ ફાર્મિંગ માટે તૈયાર કરવામાં આવશે. તેમજ 10,000 બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની સ્થાપના પણ કરવામાં આવશે.

    મહિલાઓ અને કન્યાઓ ₹3 લાખ કરોડની જોગવાઈ

    કઠોળ અને તેલીબિયાંની ઉત્પાદકતા, જાળવણી અને બજાર માટે વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે. રોજગાર અને કૌશલ્ય વિકાસમાં મહિલાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. વર્કિંગ વુમન હોસ્ટેલ અને શિશુ ગૃહની સ્થાપના કરવામાં આવશે. કૌશલ્ય વિકાસ માટે દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓને ₹7.50 લાખ લોન આપવામાં આવશે. સ્થાનિક સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે ₹10 લાખ સુધીની લોન પર 3% વાર્ષિક વ્યાજ સબવેન્શન આપવામાં આવશે.

    - Advertisement -

    મહિલાઓ અને કન્યાઓને લગતી યોજનાઓ માટે ₹3 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉત્તર-પૂર્વમાં ભારતીય પોસ્ટની 100થી વધુ શાખાઓ ખોલવામાં આવશે. આંધ્રપ્રદેશમાં ગોદાવરી નદી પર બનાવવામાં આવી રહેલા પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટને પૂર્ણ કર્યા પછી દેશમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. વિશાખાપટ્ટનમ-ચેન્નાઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર માટે કોપર્થી અને હૈદરાબાદ-બેંગ્લોર ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર માટે ઓરવાકલ નોડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે.

    પ્રધાનમંત્રી જનજાતિય ઉન્નત ગ્રામ યોજના

    આ ઉપરાંત બજેટમાં ‘પ્રધાનમંત્રી જનજાતિય ઉન્નત ગ્રામ યોજના’ની જાહેરાત પણ કરવામાં આવી છે. આ અંતર્ગત આદિવાસી બાહુલ ગામોના વિકાસ માટે નિર્ણાયક પગલાં ભરવામાં આવશે. તેનાથી 63,000 ગામડાઓમાં આદિવાસી સમુદાયના 5 કરોડ લોકોને ફાયદો થશે. MSME સેક્ટરને બેંક લોન સરળ બનાવવા માટે નવી સિસ્ટમ દાખલ કરવામાં આવશે. મુદ્રા લોન હવે ₹10 લાખથી વધારીને ₹20 લાખ કરવામાં આવશે. 50 મલ્ટિ-પ્રોડક્ટ ફૂડ ઇરેડિયેશન યુનિટ ઇન્સ્ટોલ કરવામાં આવશે. પરંપરાગત કારીગરો માટે ઈ-કોમર્સ નિકાસ કેન્દ્રો PPP મોડમાં સ્થાપિત કરવામાં આવશે, જેથી તેમને આંતરરાષ્ટ્રીય બજાર પણ મળી રહેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં