Saturday, November 23, 2024
More
    હોમપેજદેશકોલકાતા હાઈકોર્ટના બે જજો વચ્ચે વિખવાદ, એકનો બીજા પર આરોપ- બંગાળની સત્તારૂઢ...

    કોલકાતા હાઈકોર્ટના બે જજો વચ્ચે વિખવાદ, એકનો બીજા પર આરોપ- બંગાળની સત્તારૂઢ પાર્ટી માટે કામ કરે છે: સુપ્રીમ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લેવું પડ્યું

    સુપ્રીમ કોર્ટે હવે ચાર્જ લઇ લીધો છે અને કલકત્તા હાઈકોર્ટમાં ચાલતા આ કેસની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. આ સિવાય, CBI તપાસ માટેનો જે આદેશ આપવામાં આવ્યો હતો તેની ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે.

    - Advertisement -

    કોલકાતા હાઈકોર્ટના બે જજો વચ્ચે વિખવાદ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હાઈકોર્ટના જજ અભિજીત ગંગોપાધ્યાયએ બીજા જજ સોમેન સેન પર પશ્ચિમ બંગાળની એક પાર્ટી વિશેષને લાભ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે સ્વતઃ સંજ્ઞાત લીધું છે અને શનિવારે (27 જાન્યુઆરી) સુનાવણી હાથ ધરીને કલકત્તા હાઈકોર્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. નોંધનીય છે કે, આ સમગ્ર કેસ પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા નકલી જાતિ પ્રમાણ પત્ર દ્વારા થઈ રહેલા ગેરકાયદેસર કામો પર આધારિત છે.

    આ કેસને લઈને CJI ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળ 5 જજોની બેચ સુનાવણી હાથ ધરી હતી. બેચમાં ડીવાય ચંદ્રચૂડ સિવાય જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ અનિરુદ્ધ બોસનો પણ સામેલ છે. સુપ્રીમ કોર્ટે હવે ચાર્જ લઇ લીધો છે અને કલકત્તા હાઈકોર્ટમાં ચાલતા આ કેસની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. આ સિવાય, CBI તપાસ માટેનો જે આદેશ આપવામાં આવ્યો હતો તેની ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે. આ મામલે સોમવારે (29 જાન્યુઆરી) વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

    શું છે મામલો?

    આ સમગ્ર કેસ પશ્ચિમ બંગાળમાં નકલી જાતિ પ્રમાણ પત્ર પર થઈ રહેલા ગેરકાયસેયર કામો પર આધારિત છે. કોલકાતા હાઈકોર્ટના જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે ગુરુવારે (25 જાન્યુઆરી) જસ્ટિસ સોમેન સેન પર પાર્ટી વિશેષને લાભ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. હકીકતમાં કોલકાતા હાઈકોર્ટના જજ જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા નકલી પ્રમાણ પત્ર દ્વારા મેડિકલ કોલેજોમાં એડમિશન લેવાના કેસ મામલે આદેશ આપ્યો હતો કે, બંગાળ પોલીસે આ તપાસ CBIને સોંપી દેવી જોઈએ.

    - Advertisement -

    જ્યારે બીજી તરફ, કોલકાતા હાઈકોર્ટના જ બીજા જજ સોમેન સેનના નેતૃત્વવાળી સિંગલ બેંચે પશ્ચિમ બંગાળ સરકારના મૌખિક અનુરોધ પર જસ્ટિસ ગંગોપાધ્યાયના આદેશ પર રોક લગાવી દીધી હતી. સાથે જ CBI દ્વારા દાખલ કરવામાં આવેલી FIRને પણ રદ કરી દીધી હતી. સાથે તેમણે કહ્યું હતું કે, રાજ્ય એજન્સીઓ જે કેસની તપાસ કરી રહી છે, તેને CBIને સોંપવાની હાઈકોર્ટની અસાધારણ શક્તિઓનો ઉપયોગ અસાધારણ પરિસ્થિતિઓમાં જ કરવો જોઈએ. જ્યારે જસ્ટિસ ગંગોપાધ્યાયે જસ્ટિન સોમેનના આ નિર્ણયને જ ગેરકાયદેસર ઠેરવ્યો છે અને કહ્યું કે, આ મામલે CBIની તપાસ ચાલુ જ રહેશે.

    જસ્ટિસ સોમેન સેન પર લગાવ્યા આરોપ

    આ અંગે જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે જજ સોમેન સેનને લઈને કોઇ પાર્ટીનું નામ લીધા વગર નિવેદન આપ્યું કે, “તેઓ (સોમેન સેન) કોઈ રાજકીય પાર્ટી માટે કામ કરી રહ્યા છે. બંગાળના કોઈ નેતાના લીધે બીજા જજોને ડરાવે છે.” સાથે તેમણે જજ સોમેન સેન પર આરોપ પણ લગાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, 2021માં સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા જસ્ટિસ સોમેન સેનની બદલીની ભલામણ કરવામાં આવી હતી, તેમ છતાં તેઓ કોલકાતા હાઈકોર્ટના જજ કેમ રહ્યા?

    જસ્ટિસ ગંગોપાધ્યાયે બીજો પણ આરોપ લગાવ્યો છે, તેમણે કહ્યું કે, હાઈકોર્ટના તાજેતરના વકેશન પહેલાં જસ્ટિન સેને શિક્ષક ભરતી કૌભાંડની સુનાવણી કરી રહેલા જસ્ટિસ અમૃતા સિન્હાને તેમની ચેમ્બરમાં બોલાવ્યા હતા અને કહ્યું હતું કે, અભિષેક બેનર્જીનું રાજકીય ભવિષ્ય છે અને તેમને હેરાન કરવા ન જોઈએ. જે બાદ જસ્ટિસ અમૃતાએ આ અંગેની જાણ કોલકાતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસને કરી હતી અને ચીફ જસ્ટિસે CJI ચંદ્રચૂડને આ અંગે જાણ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં