Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'સેનાના કારણે નહેરુ બદનામ થયા તેમ વિચારીને કોંગ્રેસને અર્મીથી નફરત': 62ના યુદ્ધને...

    ‘સેનાના કારણે નહેરુ બદનામ થયા તેમ વિચારીને કોંગ્રેસને અર્મીથી નફરત’: 62ના યુદ્ધને યાદ કરી વડાપ્રધાન મોદીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

    પત્રકારે તેમને ભારતીય સેના દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના ઠેકાણા પર કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ કર્યો હતો. જેના પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, "પહેલા સર્જીકલ સ્ટ્રાઈકની ચર્ચાઓ તો ખૂબ થઈ. કોંગ્રેસના માઈન્ડને સમજો. તે આ દેશના સેનાઅધ્યક્ષને ગલીનો ગુંડો કહે છે."

    - Advertisement -

    લોકસભા ચૂંટણીને લઈને દેશમાં ચોથા ચરણનું મતદાન થઇ રહ્યું છે, આ મતદાન 96 બેઠકો પર થવાનું છે. તમામ પાર્ટીઓ પ્રચાર માટે કમર કસી રહી છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મીડિયા ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ભારતીય સેનાને નફરત કરે છે. પીએમ મોદીએ તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું. આ માટે તેમણે 1962માં થયેલા યુદ્ધનો દાખલો આપ્યો હતો.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મીડિયા હાઉસ આજતક સાથે એક ઈન્ટરવ્યૂ કર્યો હતો. આ દરમિયાન આજતકના પત્રકાર હિમાંશુ મિશ્રા સાથે તેમણે વાતચીત કરી હતી. પત્રકારે તેમને ભારતીય સેના દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના ઠેકાણા પર કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ કર્યો હતો. જેના પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “પહેલા સર્જીકલ સ્ટ્રાઈકની ચર્ચાઓ તો ખૂબ થઈ. કોંગ્રેસના માઈન્ડને સમજો. તે આ દેશના સેનાઅધ્યક્ષને ગલીનો ગુંડો કહે છે.”

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, “પોતાના કાર્યકાળમાં સેનાને દુર્બળ બનાવવા માટે જે પણ થઈ શકતું હતું, કોંગ્રેસે તે કર્યું છે. મને લાગે છે તેમના બેક ઓફ માઈન્ડમાંમાં એક વસ્તુ ઘર કરી ગઈ છે કે, 1962ના યુદ્ધમાં દેશની જે દુર્દશા થઈ અને નહેરૂજી પર જે વિફળતાનું બહુ મોટું કલંક લાગ્યું ત્યારથી તેમના મનમાં એમ છે કે આર્મીના કારણે નહેરુજી બદનામ થયા. બસ ત્યારથી લઈને કોંગ્રેસના મનમાં આર્મીને પ્રત્યે નફરત છે.”

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાતચીત દરમિયાન સૈમ માણેકશાના એક પુસ્તકનો પણ સંદર્ભ આપ્યો. તેમણે કહ્યું કે, “આપ સૈમ માણેકશાનું પુસ્તક જ જોઈ લ્યો, તેમાં પણ આ વસ્તુઓ દેખાય છે. એ ક્રોધ હજુ પણ પ્રકટ થઇ રહ્યો છે. તેમના મનમાં 62માં ચીન સાથેની લડાઈમાં જે નહેરૂની નિષ્ફળતા રહી છે, તે બોજા તળે આ પરિવાર દબાયેલો છે. માટે તે લોકો સતત દેશની સેનાને ગાળો ભાંડવાના રસ્તાઓ શોધતા રહે છે.”

    ઉલ્લેખનીય છે કે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાને પણ યાદ કર્યું હતું, તેમણે કહ્યું હતું કે, “એવું છે કે હાલ તેમના એક સલાહકાર જે 30 વર્ષ સુધી આ પરિવારના મુખ્ય સલાહકાર રહ્યા છે, તેમનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે તેમનો તો વિચાર જ દિવસે જજમેન્ટ આવ્યું એ જ દિવસે નક્કી હતું કે જેમ શાહબાનોના જજમેન્ટને ઉલટાવી દીધું, તેમ જ રામ મંદિરના જજમેન્ટને ઉલટાવી દેવામાં આવશે અને રામલલાને ફરી ટેન્ટમાં મોકલીને જ રેહશે. મોદી પોતાની જાતને સમજે છે શું? આવો ભાવ પડ્યો છે તેમના મનમાં. તેઓ રામલલાને ટેન્ટમાં મોકલવાનું મમ બનાવીને બેઠા છે, આ માટે તેઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેમને આ તેમની વોટ બેંકની રાજનીતિ માટે કદાચ ખૂબ જરૂરી બાબત લાગે છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં