અયોધ્યા સ્થિત રામમંદિરમાં જ્યારથી પ્રાણપ્રતિષ્ઠાની તિથિ નક્કી કરવામાં આવી છે. ત્યારથી કોંગ્રેસ અને તેના સહયોગી વિપક્ષોની રામ મંદિર પ્રત્યેની ઘૃણા પ્રગટ થતી રહી છે. ત્યારે હવે કર્નાટકના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા એચ. અંજનેયે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ભગવાન શ્રી રામ સાથે સરખાવ્યા છે. તો બીજી બાજુ અન્ય એક કોંગ્રેસી નેતા ઉદિત રાજે રામ મંદિરને મનુવાદનું પુનરાગમન ગણાવ્યું છે.
કર્નાટકના ચિત્રદુર્ગમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન કોંગ્રેસ નેતા એચ. અંજનેયને જ્યારે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણ વિશે સવાલ પૂછવમાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, “સિદ્ધારમૈયા પોતે રામ છે. તો મંદિરમાં જઈને તે રામની પૂજા કેમ કરીએ? એ તો બીજેપીના રામ છે. ભાજપ પ્રચાર માટે આવું કરે છે. તેમને તેવું કરવા દો.” આ સાથે જ કોંગ્રેસ નેતાએ પોતાને હનુમાનજી સાથે સરખાવી દીધા. તેમણે કહ્યું, “મારા રામ મારા હ્રદયમાં છે. મારું પોતાનું નામ અંજનેય છે. તમે જાણો છો તેઓએ શું કર્યું હતું?”
Siddaramaiah is Ram himself, why should we go to Ayodhya and worship? The one in Ayodhya is BJP's Ram, not ours –
— Wali (@Netaji_bond_) January 1, 2024
H. Anjaneya, Former Minister and Congress Leader Karnataka. pic.twitter.com/jStD28RMzX
ઉલ્લેખનીય છે કે એચ. અંજનેય કર્નાટકની સિદ્ધારમૈયાની આગેવાનીની પૂર્વ કોંગ્રેસ સરકારમાં 2015થી 2018 સુધી પછાત વર્ગ કલ્યાણ મંત્રી રહ્યા હતા. તેમનું ભગવાન રામ અંગેનું નિવેદન હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે. આ પહેલા પણ કર્નાટકના કોંગ્રેસ નેતાઓ આવી નિમ્ન પ્રકારની નિવેદનબાજી કરી ચૂક્યા છે.
કોંગ્રેસનેતા ઉદિત રાજને રામ મંદિરનું નિર્માણ લાગે છે મનુવાદનું પુનરાગમન
આ પહેલાં કોંગ્રેસ નેતા ઉદિત રાજે પણ રામ મંદિર વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. ઉદિત રાજે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને 500 વર્ષ પછી મનુવાદનું પુનરાગમન ગણાવ્યું હતું. આ અંગે તેમણે X પર એક ટ્વીટ કર્યું હતું.
मतलब पाँच सौ वर्ष बाद मनुवाद की वापसी हो रही है ।
— Dr. Udit Raj (@Dr_Uditraj) January 1, 2024
કોંગ્રેસ નેતા ઉદિત રાજના આ વિવાદિત નિવેદનની પ્રતિક્રિયા આપતા ભાજપ નેતા અને વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ હનુમાન ચાલીસાની કેટલીક પંક્તિઓનો પાઠ કરી તેમને જવાબ આપ્યો હતો.
#WATCH दिल्ली: केंद्रीय मंत्री मीनाक्षी लेखी ने कहा, "मैं पंक्ति दोहराउंगी, 'बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरऊ कलेश विकार।' तो सबके मन के कलेश और विकार ईश्वर दूर करे इसी की प्रार्थना है।" https://t.co/we60GvIR8v pic.twitter.com/oQG836vcUb
— ANI_HindiNews (@AHindinews) January 1, 2024
નોંધનીય છે કે જ્યારથી અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમની તૈયારીઓ પુરજોશમાં થવા લાગી છે. ત્યારથી કેટલાક કોંગ્રેસી નેતા રામ મંદિરને લઈને અવાર નવાર વિવાદિત નિવેદનો આપતા રહ્યા છે. હાલમાં જ કોંગ્રેસી નેતા અને સાંસદ શશિ થરૂરે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને રાજનીતિક કાર્યક્રમ ગણાવ્યો હતો. આ ઉપરાંત શિવસેનાના (ઉદ્ધવ ગ્રુપ) સાંસદ સંજય રાઉત પણ પ્રભુ શ્રીરામ પર વિવાદિત ટિપ્પણી કરી ચૂકયા છે.