Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'જહાંગીરપુરીમાં વૃંદા કરાત, કોર્ટમાં કપિલ સિબ્બલ, 'આપ'નું સંરક્ષણ' : દિલ્હી ભાજપ અધ્યક્ષે...

    ‘જહાંગીરપુરીમાં વૃંદા કરાત, કોર્ટમાં કપિલ સિબ્બલ, ‘આપ’નું સંરક્ષણ’ : દિલ્હી ભાજપ અધ્યક્ષે કહ્યું- તોફાનીઓને બચાવવા માટે સેક્યુલર ગેંગ મેદાને

    દિલ્હીના જહાંગીરપુરી રમખાણોમાં કોંગ્રેસ, લેફ્ટ અને આપ જે રીતે એકસાથે વિવિધ પ્લેટફોર્મ શેર કરતા જોવા મળી રહ્યા છે તેનાથી લાગે છે કે તેઓ તોફાનીઓને સંરક્ષણ આપી રહ્યા હોવાનો દાવો દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષે કર્યો છે.

    - Advertisement -

    હનુમાન જયંતીના દિવસે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં થયેલાં રમખાણો બાદ પકડાયેલા તોફાનીઓની ભૂમિકાને લઈને રાજ્ય સરકાર પર પ્રશ્નો ઉઠવા માંડ્યા છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે જહાંગીરપુરી હિંસા માટે જવાબદાર આ તોફાનીઓને દિલ્હીના સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટીનું સંરક્ષણ મળી રહ્યું છે.

    દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું કે, જે રીતે સુપ્રીમ કોર્ટમાં તોફાનીઓનો પક્ષ લેવામાં આવી રહ્યો છે અને જહાંગીરપુર વિસ્તારની મુલાકાત લેવામાં આવી રહી છે તે દર્શાવે છે કે આ તોફાનીઓને બચાવવા માટે ‘સેક્યુલર ગેંગ’ એક થઇ ગઈ છે.

    આદેશ ગુપ્તાએ ટ્વીટ કરીને કહ્યું, ‘વૃંદા કારતનું જહાંગીરપુરી જવું, કપિલ સિબ્બલનું કોર્ટમાં પક્ષ રાખવું અને આમ આદમી પાર્ટી ના નેતાઓ અને કાર્યકર્તાઓનું તોફાનમાં સામેલ થવું સ્પષ્ટ રીતે દર્શાવે છે કે તોફાનીઓને સંરક્ષણ આપવા માટે કથિત સેક્યુલર ગેંગ આજે એક થઇ ગઈ છે.’

    - Advertisement -

    આદેશ ગુપ્તાએ કહ્યું, જહાંગીરપુરી વિસ્તારમાં ધારાસભ્ય અને કોર્પોરેટર બંને આમ આદમી પાર્ટીના છે અને બંને માફિયાઓ અને તોફાનીઓને સંરક્ષણ આપી રહ્યા છે. ત્યાં જે તોફાનીઓ પકડાયા છે તેઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતા હતા. જેનાથી સ્પષ્ટ થાય છે કે તેમને સંરક્ષણ મળી રહ્યું હતું.

    આદેશ ગુપ્તાએ કહ્યું કે, અન્સાર આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે. જહાંગીરપુરીના ધારાસભ્ય અને ત્યાંના સ્થાનિક આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે તેના સબંધો છે. તે એક માફિયા તરીકે કામ કરતો હતો. ત્યાં જેઓ પણ ગેરકાયદે ધંધો કરતા હતા તેઓ તપાસમાં સામે આવી જશે. આ પોલીસ તપાસનો વિષય છે.

    દિલ્હી પોલીસની કાર્યવાહી મામલે સંતુષ્ટિ વ્યક્ત કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું કે, જહાંગીરપુરી વિસ્તારમાં સ્થિતિ ઠીક નથી. તોફાનીઓએ શાંતિપૂર્ણ યાત્રા અને નિર્દોષ લોકો પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારા દરમિયાન વચ્ચે દિલ્હી પોલીસ આવી તો તેમની ઉપર પણ ગોળી ચલાવવામાં આવી. આવા તોફાનીઓ વિરુદ્ધ દિલ્હી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી.

    જહાંગીરપુરી હિંસા બાદ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા હટાવવામાં આવી રહેલા અતિક્રમણને લઈને તેમણે કહ્યું, મેં કોર્પોરેશનના કમિશનર અને મેયરને પત્ર લખ્યો હતો. મેં ગેરકાયદે સંપત્તિઓ અને અતિક્રમણ પર કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી. ત્વરિત કાર્યવાહી કરવા બદલ હું પાલિકાને અભિનંદન પાઠવું છું.

    તેમણે કહ્યું કે અતિક્રમણ હટાવવું એ પાલિકાનું કામ છે. ઘણીવાર ફરિયાદ મળ્યા બાદ થાય છે તો ઘણીવાર રૂટિન કામ તરીકે કરવામાં આવે છે. આવનાર સમયમાં દિલ્હીમાંથી અને ખાસ કરીને જ્યાં ગેરકાયદે કારોબાર ચાલતા હોય, નશાખોરી થતી હોય તેવા વિસ્તારોમાંથી અતિક્રમણ હટાવવામાં આવશે.

    બાંગલાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોના અતિક્રમણ અને ગેરકાયદે નિરમાનોને લઈને તેમણે કહ્યું કે, બાંગ્લાદેશી રોહિંગ્યાઓને કેજરીવાલ સરકારનું સમર્થન મળી રહ્યું છે. સરકાર તેમને વીજળી-પાણી અનર રાશન મફતમાં આપી રહી છે. આ વિસ્તારોમાં કાર્યવાહી ખૂબ જરૂરી છે અને કોર્પોરેશન આ મામલે આગળ પણ કાર્યવાહી ચાલુ જ રાખશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં