ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. સોમનાથમાં સભા સંબોધતાં યોગી આદિત્યનાથે કહ્યું કે, દિલ્હીથી આવેલો આમ આદમી પાર્ટીનો નમૂનો આતંકવાદનો સાચો હિતેષી છે.
સોમનાથમાં સભા સંબોધતાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, “દિલ્હીથી આમ આદમી પાર્ટીનો જે નમૂનો આવ્યો છે, એ તો આતંકવાદનો સાચો હિતેષી છે. અયોધ્યામાં રામમંદિરનો વિરોધ કરે છે. અને જ્યારે ભારતની સેના પાકિસ્તાનની અંદર જઈને સર્જીકલ સ્ટ્રાઇક કરે છે તો તે ભારતના બહાદૂર જવાનો પાસે પુરાવા માંગે છે. બહાદૂર જવાનો પાસે પુરાવા માંગી શકાય?”
यह जो आम आदमी पार्टी का नमूना आया है न दिल्ली से, यह तो आतंकवाद का सच्चा हितैषी है… pic.twitter.com/6iehVBaFDR
— Yogi Adityanath (@myogiadityanath) November 26, 2022
તેમણે આગળ કહ્યું, “પાકિસ્તાન બૂમો પાડીને કહે છે કે ભારતના જવાનોએ અમારી કમર તોડી નાંખી, પણ આમ આદમી પાર્ટીને તેનો પણ પુરાવો જોઈએ છે. આતંકવાદ અને ભ્રષ્ટાચાર તેમના જનીનમાં છે. ભ્રષ્ટાચાર અને આતંકવાદ જેમના જનીનનો હિસ્સો હોય તેને મત આપીને આપણો મત કલંકિત ક્યારેય ન કરીએ.”
કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, “સોમનાથ મંદિર મંદિરના પુનરોદ્ધારનું કાર્ય સરદાર સાહેબ કરવા માંગતા હતા, ત્યારે કોંગ્રેસે અને જવાહરલાલ નહેરુએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસ મુસ્લિમ વોટબેન્કને કારણે ક્યારેય તમારી આસ્થાને સન્માન નહતી આપવા માંગતી. એટલે કોંગ્રેસ નહતી ઇચ્છતી કે સોમનાથ મંદિરનો પુનરુદ્ધાર થાય. પરંતુ સરદાર સાહેબે આ જ સમુદ્રના કિનારે ઉભા રહીને સંકલ્પ કર્યો હતો કે કોઈ કાળખંડમાં વિદેશી આક્રાંતાએ આપણા કોઈ આસ્થાના સ્થળને તોડ્યું હોય, તો સ્વતંત્ર ભારત ગુલામીના આ ચિહ્નોને સ્વીકાર નહીં કરશે અને ભગવાન સોમનાથના ભવ્ય મંદિરના નિર્માણકાર્યને આગળ વધાર્યું હતું.”
कांग्रेस नहीं चाहती थी कि भगवान सोमनाथ के मंदिर का पुनरुद्धार हो…
— Yogi Adityanath (@myogiadityanath) November 26, 2022
…कांग्रेस ने बाबा साहब डॉ. भीमराव आंबेडकर का भी अपमान किया… pic.twitter.com/gHUsYzJK4X
તેમણે આગળ ઉમેર્યું કે, “ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કાર્યક્રમ આવવા માંગતા હતા, પણ તેમને રોકવાના અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરનું પણ અપમાન કર્યું હતું. તેમને ચૂંટણી હરાવવાના પ્રયાસ કોંગ્રેસ કરતી હતી. પરંતુ બાબા સાહેબ સાથે જોડાયેલાં પાંચ પ્રમુખ સ્થળોને વિકસિત મોદીએ કર્યું છે.”
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીએ સ્ટાર પ્રચારકોની ફોજ ગુજરાતમાં ઉતારી છે. જેમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આસામ સીએમ હિમંત બિસ્વ સરમા તેમજ કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો ગુજરાતભરમાં પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે.