Thursday, July 18, 2024
More
  હોમપેજગુજરાતશરદ પૂનમની રાતે રાજકોટમાં સર્જાયો વિશ્વવિક્રમ: PM મોદીના ગરબા 'માડી'ના તાલે ઝૂમ્યા...

  શરદ પૂનમની રાતે રાજકોટમાં સર્જાયો વિશ્વવિક્રમ: PM મોદીના ગરબા ‘માડી’ના તાલે ઝૂમ્યા 1.21 લાખથી વધુ ખેલૈયાઓ, ગુંજી ઉઠ્યું ‘જય શ્રીરામ’

  સાંજે 7થી લઈને 11 વાગ્યા સુધી ગરબા રમવામાં આવ્યા હતા. ગરબા આયોજન માટે 500 તબીબો ખડે પગે રાખવામાં આવ્યા હતા. જ્યારે આ કાર્યક્રમના આયોજનમાં 500થી વધુ સ્વયંસેવકો, પોલીસ સહિતનો બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો હતો.

  - Advertisement -

  ગુજરાતમાં નવરાત્રિનું આગવું મહત્વ છે. નવરાત્રિ પછી પણ ઘણા દિવસો સુધી ગુજરાતમાં ગરબા રમવામાં આવે છે. વિશેષ રીતે શરદ પૂર્ણિમાની રાત્રિએ ગરબા રમવામાં આવે છે. પણ આ વખતની શરદ પૂનમની રાત્રિ રાજકોટમાં વિશેષ રીતે ઉજવવામાં આવી. આ વખતે રાજકોટ શહેરના રેસક્રોસ મેદાન ખાતે PM નરેન્દ્ર મોદીએ લખેલા ગરબા ‘માડી’ પર લાખો લોકો ગરબે ઘૂમ્યા અને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો. અંદાજિત 1.21 લાખથી વધુ લોકો ગરબા રાસ રમ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. એ ઉપરાંત આ પ્રસંગે યુવાનોએ ‘નો ડ્રગ્સ’ના શપથ લઈને સામાજિક જાગૃતિનું કાર્ય પણ કર્યું છે.

  શનિવારની (28 ઓકટોબરની) રાત્રિએ રાજકોટ શહેરના રેસક્રોસ ગ્રાઉન્ડમાં લાખોની સંખ્યામાં ખેલૈયાઓએ PM મોદીએ લખેલા ગરબા પર વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. PM મોદીએ લખેલા ગરબા ‘માડી’ પર 1,21,000થી વધુ ખેલૈયાઓએ એકસાથે ગરબે ઘૂમીને નવો વિશ્વવિક્રમ સ્થાપ્યો છે. 5 લાખ સ્ક્વેર મીટરના રેસક્રોસ ગ્રાઉન્ડમાં 2 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ સાથે ‘માડી’ ગરબો ગુંજી ઉઠ્યો હતો.

  આ તકે ગીનીસ વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન અને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ વર્લ્ડ રેકોર્ડને સ્વીકાર્યો હતો.

  - Advertisement -

  જય શ્રીરામના નારાથી ગુજયું ગ્રાઉન્ડ

  જાણીતા ગાયક પાર્થિવ ગોહિલ અને તેમની ટીમના સ્વરે ગીતો ગવાતા હતા અને રાજકોટવાસીઓ ગરબાના તાલે ઝૂમી રહ્યા હતા. ગરબા દરમિયાન સમગ્ર ગ્રાઉન્ડમાં જય જય શ્રીરામના નારા ગુંજી ઉઠ્યા હતા. જે ઘણા દૂર સુધી સંભળાતા હતા. એ ઉપરાંત ‘ભારત કા બચ્ચા-બચ્ચા, જય જય શ્રીરામ બોલગા’ ગીત પર પણ ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા.

  વડાપ્રધાન મોદી ગરબો લખે અને રાજકોટ ચેલેન્જ ઉપાડે…

  આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સંબોધન પણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “PM મોદી નવરાત્રી દરમિયાન મા અંબાની આરાધના કરે છે અને નકોરડા ઉપવાસ રાખે છે. તેમણે મા અંબા પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતો ભાવભર્યો ગરબો “માડી” રચ્યો હતો. વડાપ્રધાન મોદી ગરબો લખે અને રાજકોટ ચેલેન્જ ઉપાડે, એટલે આયોજન નિષ્ફળ જાય જ નહીં. અગાઉ 60 હજાર લોકોનો રેકોર્ડ વડોદરા પાસે હતો.”

  તેમણે વધુંમાં કહ્યું કે, “આજે રાજકોટમાં 1 લાખથી વધુ લોકો આવ્યા છે. શરદ પૂનમની રાત હોય અને રાજકોટવાસીઓ હાજર હોય, ત્યારે નવો રેકોર્ડ સ્થપાઈને રહે જ. ગુજરાત પર મા અંબાના આશીર્વાદ સતત વરસતા રહે તેવી શુભકામના.”

  વિશેષ અગ્રણીઓ રહ્યા હતા ઉપસ્થિત

  રાજકોટ શહેર ભાજપ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તેમજ ઈનક્રેડીબલ ગ્રુપ દ્વારા આયોજિત આજના ગરબા મહોત્સવમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સાંસદ રામ મોકરીયા, મોહન કુંડારીયા, વિનોદ ચાવડા, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ધારાસભ્યો રમેશ ટીલાળા, ડો. દર્શિતા શાહ, ઉદય કાનગડ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, બ્રિજેશ મેરજા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનરરાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  ઉલ્લેખનીય છે કે સાંજે 7થી લઈને 11 વાગ્યા સુધી ગરબા રમવામાં આવ્યા હતા. ગરબા આયોજન માટે 500 તબીબો ખડે પગે રાખવામાં આવ્યા હતા. જ્યારે આ કાર્યક્રમના આયોજનમાં 500થી વધુ સ્વયંસેવકો, પોલીસ સહિતનો બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો હતો.

  PM મોદીએ શેર કર્યો હતો ગરબો

  પીએમ મોદીએ 15 ઓક્ટોબરે (રવિવારના રોજ) X પર એક વીડિયો શૅર કરીને લખ્યું હતું કે, “નવરાત્રિનું પવિત્ર પર્વ શરૂ થઈ રહ્યું છે ત્યારે ગયા અઠવાડિયે મેં લખેલો ગરબો રજૂ કરતાં આનંદ અનુભવું છું.” ગરબાને સંગીત અને સ્વર આપવા બદલ તેમણે Meetbros અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને લખેલા આ ‘માડી’ ગરબાને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર ચર્ચા પણ ખાસ્સી ચાલી હતી.

  આ ઉપરાંત, PM મોદીએ વર્ષો પહેલાં લખેલો ગરબો 14 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યો. આ ગરબાને ધ્વનિ ભાનુશાળી અને તનિષ્ક બાગચીએ પોતાના અવાજમાં રજૂ કર્યો છે. વડાપ્રધાને આ માટે ધ્વનિ ભાનુશાળી, તનિષ્ક બાગચી અને તેમની મ્યુઝિક ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે એવું પણ લખ્યું હતું કે, થોડા સમયથી તેઓ એક નવો ગરબો લખી રહ્યા છે અને તે ગરબાને નવરાત્રિ દરમિયાન શૅર કરશે. જે બાદ તેમણે નવરાત્રિ દરમિયાન ‘માડી’ ગરબો શેર કર્યો હતો.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં