Friday, September 13, 2024
More
    હોમપેજગુજરાતરાજકોટમાં PM મોદીનો ગરબો 'માડી' સર્જશે વિશ્વવિક્રમ: શરદ પૂનમની રાત્રે 1 લાખ...

    રાજકોટમાં PM મોદીનો ગરબો ‘માડી’ સર્જશે વિશ્વવિક્રમ: શરદ પૂનમની રાત્રે 1 લાખ ખેલૈયાઓ એકસાથે રાસ રમીને કરશે આ કારનામું

    આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શહેર ભાજપ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, ઈન્ક્રેડિબલ ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. રાજકોટમાં આ દરમિયાન ડ્રગ્સ મુક્ત રાજકોટનો સંકલ્પ પણ લેવામાં આવશે. સાથે 'સે નો ટુ ડ્રગ્સ' સૂત્ર સાથે એક અભિયાન પણ શરૂ કરવામાં આવશે.

    - Advertisement -

    ગુજરાતમાં નવરાત્રિનો માહોલ હજુ સુધી ચાલી રહ્યો છે અને સામાન્ય રીતે પણ ગુજરાતમમાં શરદ પૂનમ સુધી ગરબાનો માહોલ જોવા મળે છે. શરદ પૂનમની રઢિયાળી રાતે અનેક જગ્યાએ ગરબાનું આયોજન થશે. પણ આ વખતે રાજકોટના ગરબામાં ખાસ વિશેષતા જોવા મળવાની છે. તેનું કારણ છે કે રાજકોટમાં શરદ પૂનમની રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા ગરબા ઉપર રાજકોટવાસીઓ વિશ્વવિક્રમી રાસ રમશે. એક લાખ ખેલૈયાઓ દ્વારા ‘માડી’ ગરબા ઉપર રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવશે. જેની ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ બુક ઓફ લંડનમાં નોંધણી કરાશે.

    રાજકોટના રેસકોર્સ ખાતે તારીખ 28 ઓક્ટોબર શનિવારના રોજ શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે રાજકોટમાં એક વર્લ્ડ રેકોર્ડ બનશે. જેમાં 1 લાખ જેટલા ખેલૈયાઓ PM મોદીએ ગરબા ગીત ‘માડી’ પર ગરબા રમશે. PM મોદીનું આ ગરબા ગીત નવરાત્રિ દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું. જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. હવે આ જ ગીત પર રાજકોટના ખેલૈયાઓ ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ ગરબા કાર્યક્રમ માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સેલ્ફી પોઈન્ટ, એમ્બ્યુલન્સથી લઈને તમામ સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ કરવામાં આવશે.

    કેવું હશે સમગ્ર આયોજન?

    આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શહેર ભાજપ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, ઈન્ક્રેડિબલ ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. રાજકોટમાં આ દરમિયાન ડ્રગ્સ મુક્ત રાજકોટનો સંકલ્પ પણ લેવામાં આવશે. સાથે ‘સે નો ટુ ડ્રગ્સ’ સૂત્ર સાથે એક અભિયાન પણ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત 20થી વધુ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવશે. વ્યવસ્થાના ભાગરૂપે 500થી વધુ સ્વયંસેવકો ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહેશે અને 10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવાના છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા ગરબા ઉપર વિક્રમ સર્જવા આયોજન કરનાર પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કહ્યું હતું કે, રાજકોટના રેસક્રોસ ખાતે તારીખ 28 ને શરદ પૂનમની રાત્રે 7થી 11 વાગ્યાના સમય સુધી ગરબો રમાશે. કલાકાર પાર્થિવ ગોહિલ અને તેની ટીમ દ્વારા લોકોને રાસ રમાડવામાં આવશે.

    PM મોદીએ શેર કર્યો હતો ગરબો

    પીએમ મોદીએ 15 ઓક્ટોબરે (રવિવારના રોજ) X પર એક વીડિયો શૅર કરીને લખ્યું હતું કે, “નવરાત્રિનું પવિત્ર પર્વ શરૂ થઈ રહ્યું છે ત્યારે ગયા અઠવાડિયે મેં લખેલો ગરબો રજૂ કરતાં આનંદ અનુભવું છું.” ગરબાને સંગીત અને સ્વર આપવા બદલ તેમણે Meetbros અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને લખેલા આ ‘માડી’ ગરબાને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર ચર્ચા પણ ખાસ્સી ચાલી હતી.

    આ ઉપરાંત, PM મોદીએ વર્ષો પહેલાં લખેલો ગરબો 14 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યો. આ ગરબાને ધ્વનિ ભાનુશાળી અને તનિષ્ક બાગચીએ પોતાના અવાજમાં રજૂ કર્યો છે. વડાપ્રધાને આ માટે ધ્વનિ ભાનુશાળી, તનિષ્ક બાગચી અને તેમની મ્યુઝિક ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે એવું પણ લખ્યું હતું કે, થોડા સમયથી તેઓ એક નવો ગરબો લખી રહ્યા છે અને તે ગરબાને નવરાત્રિ દરમિયાન શૅર કરશે. જે બાદ તેમણે નવરાત્રિ દરમિયાન ‘માડી’ ગરબો શેર કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં