Saturday, November 23, 2024
More
    હોમપેજગુજરાતકોન્ટ્રાક્ટર પાસે ₹10 લાખની લાંચ માંગનારા સુરતના AAP કોર્પોરેટરની ધરપકડ: તપાસ બાદ...

    કોન્ટ્રાક્ટર પાસે ₹10 લાખની લાંચ માંગનારા સુરતના AAP કોર્પોરેટરની ધરપકડ: તપાસ બાદ ACBની કાર્યવાહી

    સુરત ખાતે રહેતા હિતેશ સવાણી પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ રાખવાનું કામ કરે છે. તેવામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડીયા અને વિપુલ સુહાગિયાએ પાર્કિંગના માણસો દ્વારા રસોડાનો સામાન ખોટી જગ્યાએ મૂક્યો હોવાની મગજમારી કરીને તેના ફોટા પડી લીધા હતા.

    - Advertisement -

    પાર્કિંગના કોન્ટ્રાક્ટર પાસેથી ₹10 લાખની લાંચ માંગનાર સુરતના AAP કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સુહાગીયા વિરુદ્ધ ACBમાં ફરિયાદ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. બંને આરોપીઓ પૈકી વિપુલ સુહાગિયાની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપ છે કે, આ બંને લોકો સુરતના એક કોન્ટ્રાકટર પાસેથી ₹11 લાખની માંગણી કરી હતી. ત્યારબાદ બંને પક્ષો સાથે વાતચીત થયા બાદ ₹10 લાખ આપવાનું નક્કી થયું હતું. જોકે, કોન્ટ્રાક્ટરે આ અંગે પહેલાંથી જ ACBને પુરાવા સાથે ફરિયાદ આપી દીધી હતી. જ્યારે હવે તેમાંના એક કોર્પોરેટરની ધરપકડ પણ થઈ ગઇ છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત ખાતે રહેતા હિતેશ સવાણી પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ રાખવાનું કામ કરે છે. તેવામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડીયા અને વિપુલ સુહાગિયાએ પાર્કિંગના માણસો દ્વારા રસોડાનો સામાન ખોટી જગ્યાએ મૂક્યો હોવાની મગજમારી કરીને તેના ફોટા પાડી લીધા હતા. ફોટા પાડ્યા બાદ બંનેએ કોન્ટ્રાક્ટરને ફોન કરીને ધમકાવવાનું શરૂ કર્યું હતું અને મેટર પતાવવા ₹11 લાખની માંગણી કરી હતી. જોકે, બંને વચ્ચે વાતચીત અને વાટાઘાટો થયા બાદ મામલો ₹10 લાખમાં થાળે પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ હિતેશ સવાણીએ ACBને આ અંગેના જરૂરી તમામ પુરાવાઓ આપી દીધા હતા. એજન્સીએ પણ તપાસ આદરીને કાર્યવાહી હાથ ધરી હતી.

    આખરે કાર્યવાહીના ભાગરૂપે સુરતના પાર્કિંગ કોન્ટ્રાક્ટર પાસેથી ₹10 લાખની લાંચ માંગનાર AAP કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી. ફરિયાદીએ પહેલાંથી જ સુજબુજ વાપરીને લાંચની માંગણીનું કોલ રેકોર્ડીંગ કરી લીધું હતું. જોકે કોર્પોરેટરોએ વાતચીત દરમિયાન રૂપિયાની જગ્યાએ ડોક્યુમેન્ટ શબ્દ વાપર્યો હતો. ફરીયાદી કોન્ટ્રાક્ટરે આ રેકોર્ડિંગ સહિતના પુરાવા એન્ટી કરપ્શન બ્યુરોને આપીને ફરિયાદ કરી હતી. તપાસ એજન્સીએ પુરાવાની FSL તપાસ કરાવતા તે સાચા હોવાનું અને તેમાં કોઈ જ છેડછાડ ન હોવાનું સામે આવ્યું હતું. આટલું જ નહીં, ACBએ વોઇસ સ્પેક્ટોગ્રાફી પરીક્ષણ દ્વારા રેકોર્ડિંગમાં અવાજની પુષ્ટિ પણ કરી હતી.

    - Advertisement -

    પુષ્ટિ થતાની સાથે જ આમ આદમી પાર્ટીના નેતા અને કોર્પોરેટર વિપુલ સુહાગિયા વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. બીજી તરફ આ સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી પણ લાંચ લેવાની કોર્પોરેટરોની આ ટોળકી સાથે જોડાયેલા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરે કહ્યું છે કે, SMCના અધિકારી આ મામલે વારંવાર સમાધાન કરવા માટેનું કહી રહ્યા છે. હાલ ACBએ આ મામલે ફરિયાદ નોંધી લીધી છે અને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં