Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ભાજપ..ભાજપ..ભાજપ….’: 7 વર્ષીય બાળકીએ પીએમ મોદીને સંભળાવી કવિતા, વિડીયો વાયરલ

    ‘ભાજપ..ભાજપ..ભાજપ….’: 7 વર્ષીય બાળકીએ પીએમ મોદીને સંભળાવી કવિતા, વિડીયો વાયરલ

    આ 7 વર્ષીય બાળકી આધ્યાબા લીંબડીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી કિરીટસિંહ રાણાની ભાણેજ છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાત ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે છે. અહીં જુદા-જુદા શહેરોમાં પીએમ વારાફરતી સભાઓ સંબોધી રહ્યા છે. દરમ્યાન, એક સભા અગાઉ એક નાની બાળકીએ પીએમ મોદીને એક કવિતા સંભળાવી હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 

    વિડીયોમાં બાળકી વડાપ્રધાન સમક્ષ પોતાની આગવી શૈલીમાં કવિતા ગાઈને ભારતીય જનતા પાર્ટીની સરકારની ઉપલબ્ધિઓ ગણાવતી જોવા મળે છે. નાની બાળકીની આ કવિતાના પીએમ મોદી પણ પ્રભાવિત થયા હતા અને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા. ઉપરાંત, પીએમ મોદીએ તેને ઓટોગ્રાફ પણ આપ્યો હતો. 

    અહેવાલો અનુસાર, આ 7 વર્ષીય બાળકી આધ્યાબા લીંબડીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી કિરીટસિંહ રાણાની ભાણેજ છે. આજે વડાપ્રધાન સુરેન્દ્રનગરમાં એક પ્રચાર સભા સંબોધવા માટે ગયા હતા, જ્યાં આ બાળકીની તેમની સાથે મુલાકાત થઇ હતી. બાળકીએ પીએમ મોદીને કવિતા સંભળાવ્યાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થઇ રહ્યો છે. 

    - Advertisement -

    સુરેન્દ્રનગરમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, મારું સદ્ભાગ્ય છે કે ઝાલાવાડની ધરતી પર પહોંચતાં જ મને સંતોના આશીર્વાદ મળ્યા અને ભવ્ય વિજયની શુભેચ્છાઓ આપી. તેમણે એમ પણ કહ્યું કે, આ વખતે ચૂંટણી તેઓ નહીં પરંતુ ગુજરાતની જનતા લડી રહી છે અને જનતાએ ફરી એક વખત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવાનું મન બનાવી લીધું છે. 

    પદ માટે યાત્રા કરનારા લોકો નર્મદા વિરોધીઓના ખભે હાથ મૂકીને યાત્રા કરી રહ્યા છે: પીએમ 

    તેમણે કહ્યું કે, સુરેન્દ્રનગર આવ્યો છું ત્યારે મા નર્મદાની યાદ આવવી સ્વાભાવિક છે. નર્મદા યોજનાનો સૌથી મોટો લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળશે એવું મેં કહ્યું હતું અને આજે લાભ મળી પણ રહ્યા છે. 

    રાહુલ ગાંધી પર નામ લીધા વિના પ્રહાર કરતાં પીએમ મોદીએ કહ્યું કે, જેમને ભારતની જનતાએ પદ પરથી હટાવી દીધા છે એવા લોકો પદ માટે યાત્રા કરી રહ્યા છે. પદ માટે યાત્રા કરે તો લોકશાહીમાં કરે, પરંતુ જેમણે ગુજરાતને તરસ્યું રાખ્યું, જેઓ ગુજરાતમાં મા નર્મદાને આવતી રોકવા માટે 40-40 વર્ષ સુધી કોર્ટ કચેરીઓમાં ગયા, એવા નર્મદાવિરોધીઓના ખભે હાથ મૂકીને પદ માટે યાત્રા કરનારાઓ આ ગુજરાતની જનતા તમને સજા કરશે. આ ચૂંટણી નર્મદા વિરોધીઓને સજા કરવા માટેની ચૂંટણી છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ તેમણે ગઈકાલે એક સભામાં રાહુલ ગાંધી અને મેધા પાટકર પર નામ લીધા વિના પ્રહારો કર્યા હતા. નર્મદા યોજનાના વિરોધ માટે જાણીતાં મેધા પાટકર તાજેતરમાં જ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોવા મળ્યાં હતાં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં