Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતનું એક એવું ગામ કે જે નહીં કરે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાન:...

    ગુજરાતનું એક એવું ગામ કે જે નહીં કરે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાન: જાણો છોટાઉદેપુરના સાજનપુર ગામ વિશે

    ભૌગોલિક રીતે ગુજરાતમાં આવેલું હોવા છતાંય વહીવટી રીતે મધ્યપ્રદેશ પ્રશાસનના તાબા હેઠળ આવેલું હોવાના કારણે હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ઘોંઘાટ સાજનપુરમાં સાંભળવા નથી મળતો.

    - Advertisement -

    ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ છવાયો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આવેલા સાજનપુર ગામમાં ગુજરાત ચૂંટણીની કોઇ હલચલ નથી. આ ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર પણ નથી કર્યો છતાં પણ આવું કેમ, તેની પાછળ એક રસપ્રદ કારણ છે.

    ભૌગોલિક રીતે દિયાવાંટ, કોલૂ, કઠીવાડા, ગુણાટા, કનાસ, મોટો સાધલી આ તમામ ગુજરાતના ગામની વચ્ચે આવેલ સાજનપુર ગામનો ગુજરાતમાં સમાવેશ થતો નથી. આ સાજનપુર ગામ મધ્યપ્રદેશમાં આવેલું છે. જેના કારણે અહીં ગુજરાતની ચૂંટણીની કોઇ અસર નહીં થાય.

    આ ગામનો છે રસપ્રદ ઇતિહાસ

    મધ્ય પ્રદેશની સરહદ નજીક દિયાવાંટ, કોલૂ, કઠીવાડા, ગુણાટા, કનાસ, મોટોસાધલી આ તમામ  ગુજરાતના ગામની વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં સાજનપુર ગામ આવેલું છે. ન્યુઝ18ને લોકો પાસેથી આ અંગે મહત્ત્વની વાત જાણવા મળી કે, વર્ષો પહેલા આ ગામમાં સાધુઓની સંખ્યા ખાસ હતી. રજવાડાના સમયે આ ગામના સાધુએ મધ્યપ્રદેશના રાજા પાસેથી જાત્રા કરવા જવા માટે રકમ લીધી હતી અને તેની સામે આ ગામને તેઓએ રાજાને આપ્યું હતું.

    - Advertisement -

    તેમણે રાજાને જણાવતા કહ્યુ હતું કે, “હું પરત આવીશ અને આ ગામને છોડાવી લઈશ.” પણ સાધુ પરત ના આવ્યા અને ગામને ના છોડાવ્યું. ત્યારથી આ ગામ મધ્યપ્રદેશના હસ્તક છે. આ ગામની સ્થિતિ વર્ષો બાદ પણ તેવી જ કથળેલી છે. સાજનપુર ગામને જોડતો જે કાચો રસ્તો ગુજરાતનો હતો તે આજે પણ કાચો જ છે. જેને લઇ અવર જવર કરતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. આ ઉપરાંત ગામથી માત્ર બે કિમી દૂર આવેલી શાળામાં પર જતા બાળકોને ચોમાસાના સમયે હાલત કફોડી બને છે.

    ગુજરાતી અને હિન્દી બંને ભાષા શીખવી પડે છે

    સાજનપુર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા હેઠળ આવે છે અને તે એમપીની સીમાથી લગભગ 3 કિમી દૂર છે. સાજનપુરમાં મોટાભાગના સાઈનબોર્ડ હિંદી ભાષામાં છે. ‘અમારે અમારા રાજ્યમાં પહોંચવા માટે ગુજરાતના ગામડાઓમાંથી પસાર થવું પડે છે’, તેમ 50 વર્ષીય ખેડૂતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું. ‘અમે ઘરમાં ગુજરાતી બોલીએ છીએ જ્યારે વહીવટી કામ માટે હિંદી પણ શીખવું પડે છે’, તેમ સાજનપુર 24 વર્ષીય ખેતમજૂર વિક્રમ રાઠવાએ કહ્યું હતું.

    તેમણે ઉમેર્યું હતું કે, તેનું ગામ ગુજરાતના નજીકના ગામડાઓ સાથે સારા સંબંધો ધરાવે છે અને કેટલાક મુદ્દાઓ પર ચર્ચા પણ કરે છે. ‘જ્યારે મધ્યપ્રદેશમાં ચૂંટણી થાય છે, ત્યારે અમારું એકમાત્ર ગામ છે જ્યાં ગુજરાતમાં પ્રચાર થાય છે’, તેમ રાઠવાએ જણાવ્યું હતું અને સાથે ઉમેર્યું હતું કે સાજનપુરના રહેવાસીસોને મધ્યપ્રદેશની સરકાર પ્રત્યે કોઈ ફરિયાદ નથી અને રાજ્યમાંથી અલગ હોવા છતાં સારી રીતે સંભાળ રાખે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં