વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (17 ડિસેમ્બર) સુરતની યાત્રાએ હતા. અહીં તેમણે એરપોર્ટના નવા બનેલા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કર્યું તેમજ નવનિર્મિત સુરત ડાયમંડ બુર્સ પણ ખુલ્લું મૂક્યું. લોકાર્પણ બાદ તેમણે સુરતમાં એક સભા પણ સંબોધિત કરી હતી. પીએમ મોદીએ અહીં વિશ્વની સૌથી મોટી ઑફિસ બિલ્ડીંગ ડાયમંડ બુર્સનું લોકાર્પણ થવા બદલ સુરતવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાને કહ્યું કે, આજે સુરત શહેરની ભવ્યતામાં વધુ એક ડાયમંડ ઉમેરાઈ ગયો છે, અને ડાયમંડ પણ નાનોસૂનો નહીં પરંતુ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ડાયમંડ છે. હવે કોઇ પણ ડાયમંડ બુર્સનું નામ લેશે ત્યારે સુરતનું નામ લેવાશે. ભારતનું નામ લેવાશે. તેમણે કહ્યું કે, સુરત ડાયમંડ બુર્સ ભારતીય ડિઝાઈન, ભારતીય ડિઝાઇનરો, ભારતીય મટીરીયલ અને ભારતીય કોન્સેપ્ટના સામર્થ્યને દર્શાવે છે. આગળ ઉમેર્યું કે, આ ઈમારત નવા ભારતના નવા સામર્થ્ય અને નવા સંકલ્પની પ્રતીક છે.
आज सूरत शहर की भव्यता में एक और डायमंड जुड़ गया है।
— PMO India (@PMOIndia) December 17, 2023
और डायमंड भी छोटा-मोटा नहीं है बल्कि ये तो दुनिया में सर्वश्रेष्ठ है। pic.twitter.com/To84moPzeX
કામદારો હોય, કારીગરો હોય કે વેપારીઓ, સૌના માટે આ ડાયમંડ બુર્સ વન સ્ટોપ સેન્ટર બન્યું છે તેમ કહીને તેમણે ઉમેર્યું કે, આજે સુરત ડાયમંડ બુર્સના રૂપમાં એક ઇન્ટરનેશનલ વેપારનું મોટું કેન્દ્ર બનીને તૈયાર થયું છે. રૉ ડાયમંડ હોય, પૉલિશ ડાયમન્ડ હોય, લેબ ગ્રોન ડાયમંડ હોય કે પછી જ્વેલરી, આજે દરેક પ્રકારનો વ્યાપાર એક જ છત નીચે થવો શક્ય બન્યો છે.
નવા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને લઇને પણ પીએમ મોદીએ વાત કહી હતી. તેમણે કહ્યું, “આજે જ સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ થયું છે અને બીજું મોટું કામ એ થયું છે કે હવે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળી ગયો છે. હું આ શાનદાર ટર્મિનલ અને ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે સુરતવાસીઓને અને ગુજરાતીઓને અભિનંદન આપું છું.”
आज अंतरराष्ट्रीय स्तर पर माहौल भारत के पक्ष में है।
— BJP (@BJP4India) December 17, 2023
आज पूरी दुनिया में भारत की साख बुलंदी पर है। दुनियाभर में भारत की चर्चा हो रही है। '#MadeInIndia' अब एक सशक्त ब्रांड बन चुका है।
इसलिए मैं आप सभी से कहूंगा… संकल्प लीजिए और इसे सिद्ध कीजिए।
– पीएम @narendramodi pic.twitter.com/BHuGmdiGiC
વડાપ્રધાને જનતાને સંબોધતા કહ્યું કે, આજકાલ તમે મોદીની ગેરેન્ટી વિશે સાંભળતા હશો. તાજેતરમાં ચૂંટણીનાં પરિણામો આવ્યાં પછી તો આ ચર્ચા વધી ગઈ છે. પરંતુ સુરતના લોકો તો આ મોદીની ગેરેન્ટીને બહુ પહેલાંથી જાણે છે. અહીંના પરિશ્રમી લોકોએ મોદીની ગેરેન્ટીને વાસ્તવિકતામાં બદલાતી જોઈ છે અને આ ગેરેન્ટીનું જ ઉદાહરણ આ સુરત ડાયમંડ બુર્સ પણ છે.
પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લાં 10 વર્ષોમાં ભારત 10મા નંબરની આર્થિક શક્તિથી ઉપર ઉઠીને પાંચમા ક્રમ પર પહોંચી ગયું છે. હવે મોદીએ દેશને ગેરેન્ટી આપી છે કે પોતાના ત્રીજા કાર્યકાળમાં ભારત ટોપ-3 ઇકોનોમીમાં જરૂર સામેલ થશે. આગળ તેમણે ઉમેર્યું કે, આજે આંતરરાષ્ટ્રીય સ્તરે માહોલ ભારતના પક્ષમાં છે. આજે આખી દુનિયામાં ભારતની ચર્ચા થઈ રહી છે અને મેડ ઇન ઇન્ડિયા એક સશક્ત બ્રાન્ડ બની ચૂક્યું છે. એટલે હું તમને પણ કહીશ કે સંકલ્પ કરો અને તેને સિદ્ધ કરો.