Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણઅમદાવાદ: સાયન્સ સિટીને બનાવાશે વધુ ઉન્નત, અનેક પ્રોજેકટો પર થઈ રહ્યું છે...

    અમદાવાદ: સાયન્સ સિટીને બનાવાશે વધુ ઉન્નત, અનેક પ્રોજેકટો પર થઈ રહ્યું છે કામ, નવા આકર્ષણો ઉમેરાશે; CM ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા

    સાયન્સ સિટીમાં હાલના મ્યુઝિકલ ફાઉન્ટેનના અપગ્રેડેશન અને વધુ આકર્ષક બનાવવા સાથે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનું નિર્માણકાર્ય અગ્રિમ તબક્કામાં છે. હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી તેમજ એવીએશન એન્ડ ડિફેન્સ ગેલેરીનું નિર્માણ અંદાજે કુલ 750 કરોડના ખર્ચે હાથ ધરવાનું પ્રાથમિક આયોજન કરવામાં આવ્યું છે.

    - Advertisement -

    અમદાવાદ ખાતે આવેલી સાયન્સ સિટી ખાતે એવા કેટલાય આકર્ષણો છે ગુજરાતભરમાંથી લોકોને તેની મુલાકાતે ખેંચી લાવે છે. દેશભરમાંથી લોકો સાયન્સ સિટીની મુલાકાત લઈને કઈક નવું અને વિશેષ જાણવાની ઉત્સુકતા રાખતા હોય છે. ખાસ કરીને જે લોકોને સાયન્સમાં રસ હોય છે તે લોકો માટે સાયન્સ સિટી એક વરદાન ગણાય છે. આ સાયન્સ સિટીને લઈને હવે એક નવા ખુશીના સમાચાર આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે સાયન્સ સિટીમાં હવે વધુ આકર્ષક બનશે, અલગ-અલગ ગેલેરીઓ અને પાર્ક પણ બનાવવાં આવશે. CM ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીમાં નવા આકર્ષણો ઉમેરવા અંગેની સમીક્ષા કરી છે.

    CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી નિર્માણ થયેલ સાયન્સ સિટીની ઉત્તરોત્તર વધતી લોકપ્રિયતાના સંદર્ભમાં આગામી સમયમાં નવા ઇનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનની સમીક્ષા કરી હતી. આ સાયન્સ સિટીમાં હાલમાં મ્યૂઝિકલ ફાઉન્ટેન, રોબૉટિક્સ ગેલેરી, એક્વાટીક ગેલેરી, પ્લેનેટ અર્થ અને લાઈફ સાયન્સ પાર્ક જેવા આકર્ષણો મુલાકાતીઓને ખૂબ રોમાંચિત અનુભવ કરાવે છે.

    સાયન્સ ટાવર અને બાયોડાઈવર્સિટી પાર્ક ઊભા કરાશે

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીમાં પ્રવર્તમાન ગેલેરીઝ અને વિવિધ પ્રોજેક્ટસની વિશેષતાઓ તથા તેને વધુ સુવિધા સભર બનાવવા માટેની પણ સમીક્ષા કરી હતી. તેમણે સાયન્સ સિટીમાં આગામી સમયમાં જે વધુ નવીનતા સભર આકર્ષણો ઊભા કરવાનું આયોજન છે તેની પણ વિસ્તૃત માહિતી મેળવી હતી. સાયન્સ સિટીમાં હાલના મ્યુઝિકલ ફાઉન્ટેનના અપગ્રેડેશન અને વધુ આકર્ષક બનાવવા સાથે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનું નિર્માણકાર્ય અગ્રિમ તબક્કામાં છે. હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી તેમજ એવીએશન એન્ડ ડિફેન્સ ગેલેરીનું નિર્માણ અંદાજે કુલ 750 કરોડના ખર્ચે હાથ ધરવાનું પ્રાથમિક આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સાયન્સ ટાવર અને બાયોડાઇવર્સિટી પાર્ક પણ ઊભા કરવામાં આવશે.

    - Advertisement -

    ટચસ્ક્રીન ટેકનોલોજી અને એક્સપ્લોરેટોરીયમ માટે સૂચન

    દરવર્ષે સાયન્સ સિટીની મુલાકાતે આવનારા લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. 2012 થી 2023 ના દશકમાં અંદાજે 77 લાખ લોકો તેમજ 2022ના એક જ વર્ષમાં 12.39 લાખ લોકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. અંદાજે 4 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પણ મુલાકાત લીધી છે. CM ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટી જોવા આવનારા મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ, વિજ્ઞાન પ્રેમી યુવાઓ માટે પોતાના અનુભવો અને સાયન્સ સિટીની વ્યવસ્થા અંગેના ફીડબેક માટે અદ્યતન કિયોસ્ક, ટચસ્ક્રિન ટેકનોલોજી વગેરેને કાર્યરત કરવાનું સૂચન કર્યું હતું. તેમણે સ્વચ્છતા-સફાઈનું સતત ધ્યાન રાખવાની પણ તાકીદ કરી હતી. સાયન્સ સિટીની મુલાકાતે આવનારા લોકો પોતે જોયેલી ગેલેરીઝ અને અન્ય આકર્ષણો અનુરૂપ પોતાના પ્રયોગાત્મક વિચારો, કાર્યો અભિવ્યક્ત કરી શકે તે માટે ઓપન-એર સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્સપ્લોરેટોરીયમ પણ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં