Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘આપ’ નેતાઓએ પાર્ટીના જ કાર્યકરોને છેતર્યા: કેજરીવાલની સભા માટે મંગાવી 600 ગાડીઓ,...

    ‘આપ’ નેતાઓએ પાર્ટીના જ કાર્યકરોને છેતર્યા: કેજરીવાલની સભા માટે મંગાવી 600 ગાડીઓ, માલિકોએ ભાડું માંગતા હાથ ઊંચા કરી મૂક્યા

    દાહોદમાં યોજાયેલી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સભા માટે મંગાવેલી ગાડીઓનું ભાડું ન ચૂકવવાનો આરોપ આમ આદમી પાર્ટીના જ કાર્યકરોએ લગાવ્યો છે.

    - Advertisement -

    તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાત આવ્યા હતા અને દાહોદમાં એક સભા સંબોધી હતી. આ સભા તો પૂરી થઇ ગઈ પરંતુ હવે આ સભામાં મોકલવામાં આવેલી ગાડીઓનું ભાડું ન ચૂકવવામાં આવતાં અને ભાડું માંગવા પર આપ નેતાઓએ ફોન બંધ કરી દેતાં પાર્ટીના જ કાર્યકરો સામા પડ્યા છે.

    ખુલાસો આમ આદમી પાર્ટીના જ નેતા અને સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રવીણ પટેલિયાએ કર્યો છે. તેમણે કહ્યું કે, 8 ઓક્ટોબરના રોજ દાહોદ ખાતે યોજાયેલી જનસભામાં લોકોને લઇ જવા માટે ગાડીઓ લઇ જવા માટે કહેવામાં આવ્યું હતું અને તેનું ભાડું ચૂકવવાનો પણ વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે પાર્ટીના નેતાઓ ફોન પણ ઊંચકી રહ્યા નથી. 

    તેમણે કહ્યું કે, “સભા માટે આપ નેતા અને લોકસભાના પ્રભારીએ સંતરામપુર તાલુકાના તમામ નાના-મોટા નેતાઓને કહ્યું હતું કે, આસપાસની તમામ ગાડીઓવાળાને કહેવાનું છે અને તમામને ગાડીઓનું ભાડું ચૂકવવામાં આવશે અને તમામ કાર્યકર્તાઓને લઈને જનસભામાં જવાનું છે. ત્યારબાદ લગભગ 600 જેટલી ગાડીઓ ગઈ હતી અને લોકોની સંખ્યા પણ સારી થઇ હતી.”

    - Advertisement -

    તેમણે આગળ કહ્યું કે, “બધાને જણાવવામાં આવ્યું હતું કે સભા પૂર્ણ થયા બાદ ભાડું ચૂકવવામાં આવશે, પરંતુ સભા પૂરી થયા પછી ભાડાની વાત કરવામાં આવી તો નેતાઓએ ફોન બંધ કરી દીધા હતા. ઉપરાંત, દિલ્હીના સ્વયંસેવકોમાંથી પણ કોઈએ ફોન ઊંચક્યો નહતો. ભાડાની વાત માટે કોલ કરીએ, તો કોઈ રિસીવ કરવા તૈયાર નથી અને કોઈ વાત કરવા તૈયાર નથી. 

    તેમણે કહ્યું કે, તમામ 600થી વધુ ગાડીઓના માલિકો તમામ નાના-મોટા કાર્યકર્તાઓના ઘરે જઈને બેસી રહે છે અને ભાડાની વાત કરે છે. 

    અન્ય એક સ્થાનિકે કહ્યું હતું કે, અમે દાહોદ ખાતે કેજરીવાલની સભામાં ગાડીઓ લઈને ગયા હતા, પરંતુ ભાડું ત્યાં જઈને તો ન આપ્યું પરંતુ ઘરે જઈને આપવાનું કહ્યા છતાં આજદિન સુધી આપવામાં આવ્યું નથી. તેમણે પ્રશ્ન ઉઠાવતાં કહ્યું કે, કેજરીવાલ આટલી જાહેરાતો આપે છે તો આગળ કઈ રીતે કામ કરી શકશે? 

    ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબની જેમ જ મફતના વાયદાઓ આપવાના શરૂ કર્યા છે અને કન્વીનર કેજરીવાલ અને પાર્ટીના અન્ય નેતાઓ અવારનવાર ગુજરાત આવીને લોકોને મફત વીજળી, પાણી અને અન્ય સેવાઓ આપવાની વાતો કરતા રહે છે. પરંતુ બીજી તરફ પાર્ટીના જ કાર્યકર્તાઓને સામાન્ય ભાડું પણ ન ચૂકવવામાં આવતાં પાર્ટી સામે સવાલો ઉભા થયા છે તો પાર્ટીના કાર્યકરોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં