NCRBએ હમણાં જ જાહેર કરેલા 2021ના રિપોર્ટ કાર્ડ પર હવે દેશભરમાં જુદી જુદી ચર્ચાઓ શરૂ થઇ છે. એવામાં આ આંકડાઓ પર ગુજરાતના DGP ભાટિયા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતે દેશમાં શાંતિ અને નાગરિકોની સુરક્ષાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે.
ગુજરાતમાં અસરકારક પોલીસીંગ / અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી છેલ્લા ૫ વર્ષમાં મહિલા-બાળકો વિરુદ્ધના ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો. NCRBના વર્ષ-૨૦૨૧ના આંકડાઓ પરથી શાંતિ અને સલામતીની બાબતમાં ગુજરાતને મળ્યું વધુ એક વખત શ્રેષ્ઠ રાજ્યોમાં સ્થાન @sanghaviharsh @dgpgujarat #GujaratPolice pic.twitter.com/uaNvn0iAzJ
— Gujarat Police (@GujaratPolice) September 7, 2022
તેઓ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) 2021 ના તાજેતરના અહેવાલના સંદર્ભમાં મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. અહેવાલ મુજબ ગુજરાતમાં ચોરી, ઘર તોડવું અને લૂંટના ગુનાનો દર 21.7% છે. 2017માં તે 35.5 ટકા હતો. તેનાથી વિપરિત, દેશમાં ચોરી, ઘરફોડ ચોરી અને લૂંટના ગુનાનો દર 55.8% છે.
દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને ઉત્તર પ્રદેશ કરતાં ગુજરાતમાં મિલકત સંબંધિત ગુનાઓનો દર ઓછો છે. દેશમાં મહિલાઓ અને બાળકો સામેના ગુનાનો દર 64.5% છે, જ્યારે ગુજરાતમાં તે 22.1% ઘણો ઓછો છે.
દિલ્હીમાં મહિલાઓ સામેના ગુનાનો દરઃ 147, રાજસ્થાનઃ 105, હરિયાણાઃ 119, મધ્યપ્રદેશઃ 74, મહારાષ્ટ્રઃ 66, ઉત્તર પ્રદેશઃ 50, પંજાબઃ 39, બિહારઃ 30. બાળકો સામેના ગુનાનો દર ગુજરાતમાં 21.6% છે અને દેશમાં 33.6% છે.
ગુજરાતના DGP ભાટિયા અનુસાર ગુજરાતમાં અસરકારક પોલીસીંગ / અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી છેલ્લા ૫ વર્ષમાં મહિલા-બાળકો વિરુદ્ધના ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો. જેના કારણે NCRBના વર્ષ-૨૦૨૧ના આંકડાઓ પરથી શાંતિ અને સલામતીની બાબતમાં ગુજરાતને મળ્યું વધુ એક વખત શ્રેષ્ઠ રાજ્યોમાં સ્થાન મળ્યું છે.
નાગરિકોની સલામતી અને તેમના જાન-માલની સુરક્ષાને અગ્રતા આપવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પગલાંઓના પરિણામ સ્વરૂપે આપણું ગુજરાત પુનઃ એક વખત શાંતિ અને સલામતીની બાબતમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકે સ્થાન પામ્યું છે. pic.twitter.com/RpjZZFilPx
— Harsh Sanghavi (@sanghaviharsh) September 7, 2022
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ વાતને વધાવીને ગુજરાતના નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું હતું કે, “નાગરિકોની સલામતી અને તેમના જાન-માલની સુરક્ષાને અગ્રતા આપવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પગલાંઓના પરિણામ સ્વરૂપે આપણું ગુજરાત પુનઃ એક વખત શાંતિ અને સલામતીની બાબતમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકે સ્થાન પામ્યું છે.”