Saturday, November 23, 2024
More
    હોમપેજદેશગુજરાતમાં દેશનો પ્રથમ સ્વદેશી 700 મેગાવોટનો પરમાણુ પ્લાન્ટ શરૂ થયો: કાકરાપાર પ્લાન્ટે...

    ગુજરાતમાં દેશનો પ્રથમ સ્વદેશી 700 મેગાવોટનો પરમાણુ પ્લાન્ટ શરૂ થયો: કાકરાપાર પ્લાન્ટે પૂર્ણ ક્ષમતાથી કામગીરી શરૂ કરી, પીએમ મોદીએ ગણાવ્યો ‘માઈલસ્ટોન’

    NPCIL દેશભરમાં 16 જેટલા 700 MW PHWR બનાવવાની યોજના ધરાવે છે અને તેના માટે નાણાકીય અને વહીવટી મંજૂરીઓ આપી છે. રાજસ્થાનના રાવતભાટા (RAPS 7 અને 8) અને હરિયાણાના ગોરખપુર (GHAVP 1 અને 2) ખાતે 700 મેગાવોટના પરમાણુ પાવર પ્લાન્ટનું નિર્માણ ચાલી રહ્યું છે.

    - Advertisement -

    ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (31 ઑગસ્ટ) ગુજરાતના કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટ (KAPP)માં સંપૂર્ણ ક્ષમતાથી કામગીરી શરૂ કરવા માટે ભારતના પ્રથમ સ્વદેશી રીતે વિકસિત 700MW ના અણુ પાવર પ્લાન્ટ અને તેની સાથે જોડાયેલ વૈજ્ઞાનાયકો તથા એન્જિનિયરોને અભિનંદન આપ્યા હતા.

    એમ મોદીએ ‘X’ પર કહ્યું, “ભારતે વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો. ગુજરાતમાં પ્રથમ સૌથી મોટો સ્વદેશી 700 MWeનો કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ યુનિટ-3 સંપૂર્ણ ક્ષમતાથી કામગીરી શરૂ કરે છે. આપણા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન.”

    30 જૂનથી શરુ હતી કામગીરી

    પાવર પ્રોજેક્ટના રિએક્ટરે 30 જૂનના રોજ કોમર્શિયલ કામગીરી શરૂ કરી હતી પરંતુ તે અત્યાર સુધી તેની ક્ષમતાના 90 ટકા પર કાર્યરત હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેએપીપી 4 પર વિવિધ કમિશનિંગ પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, જેણે જુલાઈ સુધીમાં 97.56 ટકા પ્રગતિ હાંસલ કરી હતી.

    - Advertisement -

    NPCIL દેશભરમાં 16 જેટલા 700 MW PHWR બનાવવાની યોજના ધરાવે છે અને તેના માટે નાણાકીય અને વહીવટી મંજૂરીઓ આપી છે. રાજસ્થાનના રાવતભાટા (RAPS 7 અને 8) અને હરિયાણાના ગોરખપુર (GHAVP 1 અને 2) ખાતે 700 મેગાવોટના પરમાણુ પાવર પ્લાન્ટનું નિર્માણ ચાલી રહ્યું છે. જે નજીકના ભવિષ્યમાં બનીને તૈયાર થઇ જવાની શકયતા છે.

    ગૃહ મંત્રી અમિત શાહે પણ અભિનંદન પાઠવ્યા હતા

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. “ભારતની શક્તિ આજે એક નવું પરિમાણ પ્રાપ્ત કરે છે કારણ કે ગુજરાતમાં આપણો સૌથી મોટું સ્વદેશી 700 મેગાવોટનું કાકરાપાર એટોમિક પાવર પ્લાન્ટ યુનિટ-3 સંપૂર્ણ ક્ષમતાથી કામકાજ શરૂ કરે છે. તે PM નરેન્દ્ર મોદીજીના પાવર ઉત્પાદનમાં આત્મનિર્ભરતાના વિઝનને હાંસલ કરવાની દિશામાં એક મજબૂત પગલું છે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને હૃદયપૂર્વક અભિનંદન,” શાહે X પર લખ્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં