Tuesday, September 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોલકાતાની ઘટના પર ગુજરાતમાં પડઘા: અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર સહિતના શહેરોમાં તબીબોએ...

    કોલકાતાની ઘટના પર ગુજરાતમાં પડઘા: અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર સહિતના શહેરોમાં તબીબોએ નોંધાવ્યો વિરોધ, કરી ત્વરિત ન્યાયની માંગ

    વડોદરા, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને વલસાડમાં સરકારી તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તમામની માંગ છે કે, કોલકાતાની મૃતક ડૉકટરને ઝડપથી ન્યાય આપવામાં આવે. આ ઉપરાંત તબીબો દ્વારા હોસ્પિટલ અને હોસ્ટેલમાં પ્રવેશ માટે પાસ સિસ્ટમ કરવાની માગ કરવામાં આવી છે.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળના કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં જૂનીયર ટ્રેની ડૉકટરની હત્યા અને ત્યાર બાદ હજારોના ટોળાએ હોસ્પિટલમાં ઘૂસી જઈને મચાવેલા આતંકના વિરોધમાં દેશભરમાં તબીબો પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં આ ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. મૃતક ડૉક્ટરને ન્યાય મળે તે માટે ગુજરાતની અનેક સરકારી હોસ્પિટલના ડૉક્ટર્સ અને રેસિડેન્ટ ડૉક્ટરોએ હડતાળ શરૂ કરી છે. તબીબોએ OPD તથા અન્ય સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે, જયારે ઈમરજન્સી સારવાર ચાલુ રાખવાનું કહ્યું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને વલસાડમાં સરકારી તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તમામની માંગ છે કે, કોલકાતાની મૃતક ડૉકટરને ઝડપથી ન્યાય આપવામાં આવે. આ ઉપરાંત તબીબો દ્વારા હોસ્પિટલ અને હોસ્ટેલમાં પ્રવેશ માટે પાસ સિસ્ટમ કરવાની માગ કરવામાં આવી છે. તેમજ CCTV ,સુરક્ષા વધારવા અને લાઇટિંગની વ્યવસ્થા ઉભી કરવાની પણ માગ કરવામાં આવી છે.

    બીજી તરફ અમદાવાદ સિવિલમાં આ હડતાલને લઈને સિવિલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હડતાલની અસર દર્દીઓ પર ન થાય તે માટેના આયોજન કરવામાં આવ્યા છે. હોસ્પિટલનાં R1-R-4 નાં તમામ ડોક્ટર હડતાળ પર છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઈન્ટર્ન ડૉક્ટર, જુનિયર અને સીનીયર રેસીડેન્ટ ડૉક્ટરો OPD અને વોર્ડ સહિતનો તમામ સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો છે.

    - Advertisement -

    બીજી તરફ સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબોની હડતાળના કારણે ઓપીડી શરૂ થઈ નથી. કેટલીક ઓપીડી ચાલુ થઈ છે. જોકે, રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નથી. ડોક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે. ભાવનગર અને જામનગરમાં પણ આ પ્રકારની જ પરિસ્થિતિ છે. જામનગરની હોસ્પિટલમાં ડૉક્ટર્સ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર ઈમરજન્સી સેવાઓમાં જ ફરજ બજાવવામાં આવી રહી છે. 500થી વધુ જુનિયર અને રેસિડેન્ટ તબીબોએ હડતાલ કરી છે.

    ઉલ્લેખનીય છે કે, ઘટનાને લઈને કોલકાતા સહિત સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઠેરઠેર પ્રદર્શનો થઈ રહ્યાં છે તો સોશિયલ મીડિયા પર પણ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. સવાલો મમતા બેનર્જીની સરકાર પર પણ ઉઠી રહ્યા છે. બીજી તરફ, તેઓ ભાજપ અને અન્ય પાર્ટીઓ પર આરોપ લગાવવામાં વ્યસ્ત છે. કોલકાતા પોલીસ પણ સવાલોના ઘેરામાં છે, બીજી તરફ પોલીસ કમિશનર કહી રહ્યા છે કે સોશિયલ મીડિયા અને મીડિયામાં અમુક ખોટી માહિતી ફેલાવાના કારણે તોડફોડની ઘટના બની હતી.

    આ તોડફોડની ઘટના બાદ કલકત્તા હાઈકોર્ટે પણ મમતા બેનર્જીની સરકારનો ઉધડો લીધો હતો. તેમણે સરકારને કહ્યું હતું કે તેમની મશીનરી ફેલ ગઈ છે. કોર્ટે કહ્યું હતું કે, આ પ્રકારે વહીવટ કરવા કરતા સરકારે હોસ્પિટલને તાળા મારીને બંધ કરી દેવી જોઈએ અને દર્દીઓને અન્યત્ર ખસેડી દેવા જોઈએ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં