Friday, September 13, 2024
More
    હોમપેજક્રાઈમજામનગરના કુખ્યાત રઝાક સાઇચાના બાંધકામો પર ફરી એકવાર ફર્યું 'દાદાનું બુલડોઝર': ગેરકાયદેસર...

    જામનગરના કુખ્યાત રઝાક સાઇચાના બાંધકામો પર ફરી એકવાર ફર્યું ‘દાદાનું બુલડોઝર’: ગેરકાયદેસર મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવી

    જામનગરના કુખ્યાત રઝાક સાઇચા વિરુદ્ધ ફરી સરકારે લાલ આંખ કરી છે. જામનગરના બેડી વિસ્તારમાં તેણે બનાવેલા ગેરકાયદે મકાનો અને દુકાનો પર સ્થાનિક પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું છે.

    - Advertisement -

    જામનગરના કુખ્યાત ગુનેગાર રઝાક સાઇચા વિરુદ્ધ ફરી એકવાર સરકારે કાર્યવાહી હાથ ધરી છે. બેડેશ્વર અને બેડી વિસ્તારમાં તેણે ગેરકાયદેસર નિર્માણ કરેલા અનેક બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ પહેલાં પણ અનેક વાર સ્થાનિક પ્રશાસને સાઈચા ભાઈઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું હતું. જે બાદ હવે ફરી તત્ર એક્શનમાં આવ્યું છે.

    જામનગરના કુખ્યાત રઝાક સાઇચા વિરુદ્ધ ફરી સરકારે લાલ આંખ કરી છે. જામનગરના બેડી વિસ્તારમાં તેણે બનાવેલા ગેરકાયદે મકાનો અને દુકાનો પર સ્થાનિક પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું છે. આ કાર્યવાહી દરમિયાન જિલ્લા પોલીસ વડા સહિત અનેક PSI, PI અને અન્ય સ્ટાફનો કાફલો તૈનાત રહ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પહેલાં પણ અનેકવાર તંત્ર દ્વારા આવા ગેરકાયદેયર નિર્માનોને તોડી પાડવામાં આવ્યા હતા.

    આ સમગ્ર કાર્યવાહી પહેલાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી હતી કે, “જામનગરની સાઈચા ગેંગના રઝાક સાઇચા પર 50થી વધુ ગુના દાખલ કરવામાં આવ્યા છે. અનેક ગુનાઓમાં તેની સંડોવણી છે. પહેલાં ડિસેમ્બર મહિનામાં તેનું એક મકાન તોડી પાડવામાં આવ્યું હતું અને તે સરકારી જગ્યા, જામનગરના નગરજનો માટે આરક્ષિત રાખવામાં આવી હતી, હવે જામનગરમાં તે જગ્યાઓ પર નાગરિકો માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

    - Advertisement -

    આ પહેલાં પણ થઈ હતી કાર્યવાહી

    નોંધનીય છે કે, શુક્રવારે (8 ડિસેમ્બર, 2024) પણ સ્થાનિક પ્રશાસને રઝાક સાઇચાના 2 ગેરકાયદેસર બંગલા પર બુલડોઝર ફેરવી દીધું હતું. વહેલી સવારથી ચુસ્ત પોલીસ કાફલા સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્રને જાણ થઈ હતી કે, સાઇચા ભાઈઓએ સરકારી જમીન પર બે ગેરકાયદેસર બંગલા તાણી દીધા છે. જે બાદ પોલીસ તંત્રને સાથે રાખીને સ્થાનિક પ્રશાસને આ કાર્યવાહી હાથ ધરી હતી.

    ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ ગત ડિસેમ્બર મહિનામાં રઝાક સાઇચાના એક ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. તેણે બેડી વિસ્તારમાં જ એક સરકારી જમીન પર બંગલો બાંધી દીધો હતો, જે પછીથી તોડી પાડવામાં આવ્યો.

    હાલ રઝાક સાઇચા જામનગરની એક શિક્ષિકાના આપઘાત કેસમાં જેલમાં બંધ છે. મે, 2023માં જામનગરની એક શિક્ષિકાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ તેની સ્યૂસાઈડ નોટ મળી આવતાં તેમાં રઝાક સાઇચા, અખતર અનવર ચમડિયા, અફરોઝ તૈયબ ચમડીયા વગેરેનાં નામ લખવામાં આવ્યાં હતાં અને આરોપ લગાવ્યો હતો કે તેઓ તેને પ્રેમ માટે દબાણ કરતા અને બદનામી કરતા હતા.

    ઉપરાંત, રઝાક અને તેના પરિવાર વિરુદ્ધ જામનગરમાં હત્યાના પ્રયાસ, રાયોટિંગ, સરકારી કર્મચારી પર હુમલો, મકાન પચાવી પાડવાં, મારી નાખવાની ધમકી, જુગાર, પ્રોહિબિશન, વ્યાજવટાવ જેવા લગભગ 50થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં