Monday, September 16, 2024
More
    હોમપેજગુજરાતજામનગરના કુખ્યાત રઝાક સાઈચાના ગેરકાયદેસર બંગલા પર ફરી વળ્યું બુલડોઝર: સરકારી જમીનમાં...

    જામનગરના કુખ્યાત રઝાક સાઈચાના ગેરકાયદેસર બંગલા પર ફરી વળ્યું બુલડોઝર: સરકારી જમીનમાં કરાયું હતું દબાણ, અઠવાડિયા અગાઉ નોંધાઇ હતી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

    જામનગર મહાનગરપાલિકાએ આ કાર્યવાહી કરી છે. શનિવારે (30 ડિસેમ્બર) ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બેડી વિસ્તારમાં સરકારી જમીન પર બનાવવામાં આવેલો બંગલો તોડી પાડવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    જામનગરના એક ભૂમાફિયા સામે કાર્યવાહી કરતાં સ્થાનિક પ્રશાસને સરકારી જમીન પર બનાવવામાં આવેલું ગેરકાયદેસર મકાન બુલડોઝર એક્શન લઈને તોડી પાડ્યું છે. આ મકાન રઝાક સાઈચા નામના એક ઇસમનું હતું, જેની વિરુદ્ધ એક અઠવાડિયા પહેલાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. 

    જામનગર મહાનગરપાલિકાએ આ કાર્યવાહી કરી છે. શનિવારે (30 ડિસેમ્બર) ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બેડી વિસ્તારમાં સરકારી જમીન પર બનાવવામાં આવેલો બંગલો તોડી પાડવામાં આવ્યો હતો. 

    રિપોર્ટ્સ અનુસાર, રઝાક સાઈચાએ આ મકાન 26 વર્ષ પહેલાં સરકારી ખરાબાની જમીનમાં તાણી બાંધ્યું હતું. જે હકીકત સામે આવતાં કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા અને આખરે સર્કલ ઓફિસરે ફરિયાદી બનીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ FIR દાખલ કરાવી હતી. જેમાં જણાવાયું હતું કે, સાઈચાએ જમીન સરકારી હોવા છતાં તેની ઉપર બંગલો બનાવી દીધો હતો, જેને લઈને ફરિયાદ થતાં કલેક્ટરે તપાસ સોંપી હતી. જેમાં ફરિયાદ સાચી નીકળી હતી. 

    - Advertisement -

    ત્યારબાદ જામનગર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ જાદવે ફરિયાદી બનીને સીટી બી ડિવિઝન પોલીસ મથકે રઝાક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. હવે જાણવા મળ્યું છે કે રઝાક સાઇચાના ગેરકાયદેસર મકાનને બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે.

    આત્મહત્યા દુષ્પ્રેરણા કેસમાં જેલમાં બંધ રઝાક, નોંધાઈ ચૂક્યા છે અનેક ગુનાઓ

    હાલ રઝાક સાઈચા જામનગરની એક શિક્ષિકાના આપઘાત કેસમાં જેલમાં બંધ છે. મે, 2023માં જામનગરની એક શિક્ષિકાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ તેની સ્યૂસાઈડ નોટ મળી આવતાં તેમાં રઝાક સાઈચા, અખતર અનવર ચમડિયા, અફરોઝ તૈયબ ચમડીયા વગેરેનાં નામ લખવામાં આવ્યાં હતાં અને આરોપ લગાવ્યો હતો કે તેઓ તેને પ્રેમ માટે દબાણ કરતા અને બદનામી કરતા હતા. 

    પછીથી આ મામલે મૃતકના ભાઈએ શહેર બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આ ઇસમો વિરુદ્ધ IPC 306 અને 114 હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. પછીથી રઝાકની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે. જાણવા મળ્યા અનુસાર, રઝાક અને તેના પરિવાર વિરુદ્ધ જામનગરમાં હત્યાના પ્રયાસ, રાયોટિંગ, સરકારી કર્મચારી પર હુમલો, મકાન પચાવી પાડવાં, મારી નાખવાની ધમકી, જુગાર, પ્રોહિબિશન, વ્યાજવટાવ જેવા લગભગ 50થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં