ભારત તહેવારોનો દેશ રહ્યો છે. અહીં દરેક તહેવાર રંગેચંગે અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. તહેવારો અગાઉ બજારો પણ ધમધમી ઉઠે છે તો ધાર્મિક મહત્વ પણ એટલું જ હોવાના કારણે તીર્થસ્થળો પણ ઉભરાય છે અને પ્રવાસનમાં પણ વધારો થાય છે. ખાસ કરીને, ગુજરાતીઓ તો તહેવારોની ઉજવણી કરવામાં સદાય અગ્રેસર રહ્યા છે. આ વખતે પણ ગુજરાતમાં ઉત્તરાયણની ભવ્ય ઉજવણી થઇ હતી.
વચ્ચે બે વર્ષ માટે કોરોના મહામારીના કારણે આ ઉજવણીઓ ઉપર બ્રેક લાગી ગઈ હતી પરંતુ હવે પરિસ્થિતિ થાળે પડ્યા બાદ ફરીથી તહેવારોની ઉજવણી તેના મૂળ રૂપમાં પરત ફરતી જાય છે.
અંગ્રેજી વર્ષ પ્રમાણે ઉત્તરાયણનો તહેવાર સૌથી પહેલો આવે છે. જેથી ઉત્સાહ પણ બમણો હોય છે અને મહિનાઓ અગાઉથી તૈયારીઓ શરૂ થઇ જતી હોય છે. બજારોમાં પતંગ-ફિરકીની દુકાનો લાગી જાય તો ફટાકડાનું પણ ભરપૂર વેચાણ થાય છે. લોકો અગાઉથી જ તૈયારીઓ કરવા માંડે છે. આ વર્ષે પણ ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવાયો.
ઉત્તરાયણના દિવસે સવારથી પતંગ, ફીરકી અને સાઉન્ડ સિસ્ટમ સાથે ધાબે ચડી ગયા હતા. દિવસભર ‘કાઈપો છે’ની બૂમો વચ્ચે આકાશમાં રંગબેરંગી પતંગો ચગતા રહ્યા, જેના કારણે આકાશનાં રંગ-રૂપ બદલાઈ ગયાં હતાં. તો સાંજે આતશબાજીના કારણે આકાશની ભવ્યતામાં હજુ વધારો થયો હતો.
તસ્વીરોમાં જોઈએ ગુજરાતીઓની ઉત્તરાયણ ઉજવણી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના દરિયાપુરની નવા તળાવ પોળ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરી અને પતંગની મજા માણી હતી.
ગૃહમંત્રી અમિત શાહ પણ ઉત્તરાયણની ઉજવણી માટે ગુજરાત આવ્યા હતા અને અહીં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં તેમણે લોકો સાથે તહેવાર ઉજવ્યો અને સાથે પતંગ પણ ચગાવ્યા હતા.
સોશિયલ મીડિયા ઉપર લોકોએ દિવસે ચગતા પતંગોના કારણે દેખાતા રંગબેરંગી અને ભવ્ય આકાશની તસ્વીરો શૅર કરી હતી.
Happy makarsankranti #uttarayan2023 #MakarSankranti2023 pic.twitter.com/oqORoGuSwf
— Harekrishna Ray (@HarekrishnaRay9) January 14, 2023
Enjoying 2 day kite festival in Gujarat #Uttarayan 😇
— {ApurvNS} (@apurvns_) January 14, 2023
Uttarayan refers to the period when the sun moves towards the northern hemisphere, beginning on Makar Sankranti (January 14) and lasting for six months. pic.twitter.com/ZLrMtCumDI
તહેવારો પ્રમાણે જુદાં-જુદાં વ્યંજનો માણવાની ગુજરાતીઓની પરંપરા રહી છે ત્યારે ઉત્તરાયણ પર લોકોએ પ્રખ્યાત ઊંધિયું અને ફાફડા-જલેબીની પણ મજા માણી હતી.
The pure Gujarati #Uttarayan2023 Special Food #Undhiu , Delicious, Pure And Long process pic.twitter.com/2Pz31wldnZ
— Jagdish soni (@jagdish_soni) January 14, 2023
અમુક લોકોએ ઉત્તરાયણના ભવ્ય આકાશની અદભૂત ફોટોગ્રાફી કરીને તસ્વીરો પોસ્ટ કરી હતી.
— Paras Shah (@parashah91) January 14, 2023
કેટલાક યુઝરોએ વિડીયો પણ પોસ્ટ કર્યા હતા, જેમાં આખા શહેરમાં ભવ્ય આતશબાજી થતી નિહાળી શકાય છે.
#અમદાવાદીઓ_જેવું_થાય_તો_કરો_બાકી_જોયા_કરો 😎 #ઉતરાયણ pic.twitter.com/QfPqSbLyE1
— Keetliwado (@keetliwado) January 14, 2023
અહીં ઉલ્લેખનીય છે કે વચ્ચે થોડાં વર્ષો ઉત્તરાયણની સાંજે ચાઈનીઝ તુક્કલ છોડવામાં આવતાં હતાં, પરંતુ હવે તેનું પ્રમાણ ઘટ્યું છે અને આતશબાજી વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ સિવાય ફટાકડા પણ ફૂટે છે, જેના કારણે દિવાળી જેવો માહોલ સર્જાય જાય છે.
ઉત્તરાયણની સાંજે ફૂટતા ફટાકડા પાછળ પણ ઘણું રસપ્રદ કારણ છે. 1992માં બાબરી ઢાંચો તોડી પાડવામાં આવ્યો ત્યારે તત્કાલીન કોંગ્રેસ સરકારે અડવાણી, મુરલી મનોહર જોશી, અટલ બિહારી વાજપેયી વગેરે નેતાઓને પકડીને જેલમાં નાંખી દીધા હતા. જેમને ઉત્તરાયણના એક-બે દિવસ અગાઉ જ છોડવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુજરાતમાં વિશ્વ હિંદુ પરિષદે આ પ્રસંગને દિવાળીની જેમ ઉજવવા માટે હાકલ કરી હતી અને ઉત્તરાયણના દિવસે સૌને મશાલ સળગાવવા માટે આહવાન કર્યું હતું. ત્યારબાદ લોકોએ મશાલ તો સળગાવી જ પરંતુ ફટકડા પણ ફોડ્યા અને આ પરંપરા શરૂ થઇ ગઈ, જે આજ સુધી ચાલતી આવી છે.