Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત જીતવા નીકળેલી AAPના પ્રદેશ અધ્યક્ષ પર કાર્યકરોને જ અવિશ્વાસ: કતારગામ બેઠક...

    ગુજરાત જીતવા નીકળેલી AAPના પ્રદેશ અધ્યક્ષ પર કાર્યકરોને જ અવિશ્વાસ: કતારગામ બેઠક પર ગોપાલ ઈટાલિયા સામે કાર્યકરોએ મોરચો માંડ્યો, કહ્યું- એક પણ સીટ નહીં જીતવા દઈએ

    અમને કાર્યકર્તાઓને હતું કે અમે પાર્ટીમાં તન-મન-ધનથી સેવા કરીશું તો પાર્ટી ધ્યાનમાં રાખશે પરંતુ પાર્ટીએ અમારી બે-ત્રણ વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે: નારાજ AAP કાર્યકરો

    - Advertisement -

    ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન પહેલેથી જ નબળું રહ્યું છે ત્યાં હવે જ્યાં પાર્ટીની થોડીઘણી પણ હાજરી દેખાય છે એવા સુરત શહેરમાંથી જ નારાજગી વધી રહી છે. તાજો મામલો કતારગામનો છે. આ જ કતારગામ બેઠક પર પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ઉમેદવાર છે. અહીં નારાજ કાર્યકરોએ ગોપાલ ઇટાલિયાને આયાતી ઉમેદવાર ગણાવીને ટિકિટ વેચાવા સુધીના આક્ષેપો કર્યા છે. 

    આમ આદમી પાર્ટી નેતા રાજુ દિયોરા અને અન્ય કાર્યકરોએ કતારગામ વિધાનસભા બેઠક પર ગોપાલ ઇટાલિયાને આયાતી ઉમેદવાર ગણાવીને કહ્યું કે, તેમને લાવીને પાર્ટીના સક્રિય કાર્યકરો સાથે અન્યાય કરવામાં આવ્યો છે. 

    રાજુ દિયોરાએ કહ્યું કે, “અમને કાર્યકર્તાઓને હતું કે અમે પાર્ટીમાં તન-મન-ધનથી સેવા કરીશું તો પાર્ટી ધ્યાનમાં રાખશે પરંતુ પાર્ટીએ અમારી બે-ત્રણ વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે. હજારો કાર્યકર્તાઓએ પોતાની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં પોતાના ખર્ચે સેવા કરી અને આખરે ઉમેદવારની પસંદગીની વાત આવી ત્યારે અમારી સાથે અન્યાય કરીને આયાતી ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને કતારગામ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા. 

    - Advertisement -

    AAP કાર્યકરોએ એમ પણ કહ્યું કે, ગોપાલ ઇટાલિયા પાર્ટીના નાના કાર્યકર્તાઓ સાથે વધુ વાત પણ નથી કરતા તેમજ તેમનો ફોન પણ ઉપાડતા નથી. તેઓ કોઈની ફરિયાદ પણ સાંભળતા હોવાનું કહીને નારાજ કાર્યકરોએ કહ્યું કે, અમારી બેઠક પરથી આવા વ્યક્તિને ઉમેદવાર બનાવવામાં આવ્યા હોવાના કારણે અમારી સાથે અન્યાય થયો છે. 

    અન્ય એક રિપોર્ટ અનુસાર, AAP કાર્યકર રાજુ દિયોરાએ જણાવ્યું હતું કે, ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર 90 ટકા લોકો સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. જેમણે મહેનત કરી તેમને સાઈડલાઈન કરીને પાર્ટીએ પૈસા લઈને ટિકિટ આપી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. 

    આમ આદમી પાર્ટીના નારાજ કાર્યકર્તાઓ આટલેથી અટક્યા ન હતા. તેમણે સુરત ખાતે એક સંમેલન કરવાની પણ જાહેરાત કરી હતી. રાજુ દિયોરાએ કહ્યું કે, 90 ટકા લોકો સાથે ગદ્દ્દારી થઇ હોવાનું જાણવા મળ્યું. તમામના સંપર્ક કર્યા અને તમામને સુરત બોલાવ્યા છે. આવતીકાલે અમે બેઠક કરીને વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકો પર શું કરવું તેનું સંકલન કરી આમ આદમી પાર્ટીને એક પણ બેઠક ન મળે તે માટેના પ્રયાસો કરીશું. 

    ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી પાસે માત્ર સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો છે. આ ચૂંટણીમાં પણ પાર્ટી સુરત પર વધુ ધ્યાન આપી રહી હોય તેમ લાગી રહ્યું છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પણ સુરતની જ કતારગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. 

    ગોપાલ ઇટાલિયાને સામાન્ય લોકોનું સમર્થન મળશે કે કેમ તે તો ચૂંટણીમાં જ ખબર પડશે પરંતુ જે રીતે પાર્ટીના જ કાર્યકરોએ મોરચો માંડી દીધો છે તેને જોતાં તેમના અને પાર્ટી બંને માટે આ બાબત પડકારજનક લાગી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં