Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતપૂર્વ કોંગ્રેસ MLA સીજે ચાવડા 1500 સમર્થકો સાથે જોડાયા ભાજપમાં, કહ્યું- ભટકેલી...

    પૂર્વ કોંગ્રેસ MLA સીજે ચાવડા 1500 સમર્થકો સાથે જોડાયા ભાજપમાં, કહ્યું- ભટકેલી કોંગ્રેસને દિશા દેખાડે તેવું નેતૃત્વ રહ્યું નથી

    કોંગ્રેસ નેતા અને વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા સોમવારે (12 જાન્યુઆરી 2024) ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. માત્ર તેઓ જ નહીં, પણ વિજાપુર ખાતે તેમના 1500 જેટલા સમર્થકો, કોંગ્રેસના પૂર્વ હોદેદારો અને કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા.

    - Advertisement -

    લોકસભાની ચૂંટણી પહેલાં એક પછી એક કોંગ્રેસી નેતાઓ પક્ષમાંથી રાજીનામાં આપી રહ્યા છે. અમથી મોટાભાગના નેતાઓ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી રહ્યા છે. તેવામાં હવે સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસ નેતા અને વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા પણ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે.

    મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ નેતા અને વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા સોમવારે (12 જાન્યુઆરી 2024) ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. માત્ર તેઓ જ નહીં, પણ વિજાપુર ખાતે તેમના 1500 જેટલા સમર્થકો, કોંગ્રેસના પૂર્વ હોદેદારો અને કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે ભાજપના મોટા નેતાઓ હાજર રહ્યા હતા, જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, લોકસભા સાંસદ શારદાબેન પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી પણ આ પ્રસંગે હાજર રહ્યાં હતાં. ઋષિકેશ પટેલે ભાજપની ટોપી પહેરાવીને સીજે ચાવડાનું સ્વાગત કર્યું હતું. ઉલ્લખનીય છે કે, 19 જાન્યુઆરી 2024ના રોજ સી.જે ચાવડાએ વિજાપુર બેઠક પરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.

    પાર્ટીમાં જોડાયા બાદ તેમણે કહ્યું હતું કે, “મેં ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે અને હવે હું ભાજપમાં જોડાઈ ગયો છું. મને જે પણ કામગીરી આપવામાં આવશે તે હું કરીશ. આજે 1500 કાર્યકરો અને અનેક આગેવાનો આજે ભાજપમાં જોડાયા છું. મેં આ જિલ્લામાં કામ કર્યું છે, કોને શું જોઈએ એનાથી હું માહિતગાર છું અને મારે જે પણ કામ કરવાનું થશે એના માટે હું તૈયાર છું.” તેમણે ભાજપની પ્રશંસા કરતા કહ્યું કે, “હું વિકાસની વિચારધારા અને ભાજપની કામ કરવાની પદ્ધતિથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાઈ રહ્યો છું. મને કોઈપણ પ્રકારના પદની લાલચ આપવામાં આવી નથી. પરંતુ મારી ક્ષમતા જોવામાં આવી છે.”

    - Advertisement -

    આ ઉપરાંત તેમણે કોંગ્રેસને આડેહાથ લેતાં કોંગ્રેસની કાર્યશૈલી અને પાર્ટીના નેતાઓ સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, “કોંગ્રેસ જે રસ્તે ચાલે છે તે રસ્તે હું ચાલી શકતો નથી. કોંગ્રેસ સારી બાબતની પ્રશંસા કરવાની ક્ષમતા ગુમાવી ચુકી છે. રામમંદિરનો વિરોધ કોંગ્રેસ માટે યોગ્ય નથી. કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ જ અટવાયેલી છે. ભટકેલી કોંગ્રેસને જોઈએ એ દિશા દેખાડે એવું નેતૃત્વ હવે રહ્યું જ નથી.”

    ઉલ્લેખનીય છે કે, સીજે ચાવડા વિજાપુર બેઠક પરથી કોંગ્રેસ MLA હતા. નેતા બન્યા તે પહેલાં ગુજરાતમાં સરકારી અધિકારી તરીકેની ફરજ બજાવી ચૂકયા છે. તેઓ રાજ્યના પૂર્વ CM શંકર સિંહ વાઘેલાના સચિવ પણ રહી ચૂકયા છે. નેતા તરીકે તેઓ વર્ષ 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી લડ્યા પણ હારનો સામનો કરવો પડ્યો હતો. જે પછી વર્ષ 2022ની ચૂંટણીમાં વિજાપુર બેઠક પર કોંગ્રેસની ટીકીટ પર લડ્યા અને જીત મેળવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં