થોડા સમય પહેલા કોંગ્રેસના ત્રણ મોટા નેતાઓ સુખરામ રાઠવા (Sukhram Rathva), ધારાસભ્ય સી.જે. ચાવડા (C J Chavda) અને ધારાસભ્ય શૈલેશ પરમારે (Shailesh Parmar) એક પત્રકાર પરિષદ યોજીને ભાજપ સરકારના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay Rupani) કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ આચર્યું હોવાના દાવા કર્યા હતા.ત્યારે આ મામલે હવે આ કોંગ્રેસી નેતાઓએ કોર્ટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની બિનશરતી માફી માંગી છે. આ માફી વિજય રૂપાણીએ તેમના વિરુદ્ધ બદનક્ષીનો કેસ કર્યા બાદ માંગી છે. બીજી તરફ ત્રણેયે માફી માંગી લેતા વિજય રૂપાણીએ તેમને માફ કરી કેસ પરત લઈ લીધા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસી નેતા સુખરામ રાઠવા, સી.જે ચાવડા (હાલ ભાજપમાં) અને શૈલેશ પરમારે કોઈપણ જાતના આધાર પુરાવા વગર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કરોડોના જમીન કૌભાંડનો આક્ષેપ કર્યો હતો. આ આરોપ તેમણે કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજીને જાહેરમાં લગાવ્યો હતો. તેમની આ હરકત બાદ રૂપાણીએ પણ એક પત્રકાર પરિષદ યોજીને તેમને પડકારતા કહ્યું હતું કે તેઓ તેમના આરોપો સાબિત કરી બતાવે. જોકે ત્રણમાંથી એક પણ કોંગ્રેસી નેતા પૂર્વ સીએમ વિરુદ્ધ પુરાવા આપીન શક્યા નહોતા. ત્યારબાદ વિજય રૂપાણીએ તેમના વિરુદ્ધ ગાંધીનગરની એક કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ કરીને માફી માંગવા કહ્યું હતું.
એક પણ પૂરાવો નહોતો, આક્ષેપો માત્ર રાજકારણ માટે: કોંગ્રેસ નેતાઓ
કોર્ટ કેસ થયાના આટલા સમય સુધી તો પેહલા એક પણ નેતા હલ્યા નહીં, જોકે કોઈ પુરાવા ન હોવાથી અંતે તેમણે તાજેતરમાં જ કોર્ટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની બિનશરતી માફી માંગી લીધી હતી. શૈલેશ પરમાર અને સુખરામ રાઠવા તરફે કોર્ટમાં માફી માંગતી વેળાએ કહેવામાં આવ્યું હતું કે, તેમણે જાહેર પત્રકાર પરિષદ યોજીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિરુદ્ધ જે જમીન કૌભાંડના આક્ષેપો કર્યા હતા તે માત્ર રાજકારણના ભાગરૂપે જ કર્યા હતા. તેમણે કોર્ટમાં માફી માંગીને સ્વીકાર્યું હું કે તેમની પાસે રૂપાણી વિરુદ્ધ એક પણ આધાર પુરાવા નહોતા અને તેમ છતાં તેમણે આ પ્રકારે જાહેર નિવેદન આપી દીધું હતું.
Congress નેતાઓ પર Vijay Rupaniના બદનક્ષીના દાવાનો કેસ | Gujarat First@vijayrupanibjp#VijayRupani #DefamationCase #CongressLeaders #Congress #Bjp #PoliticalAccusations #ApologyAffidavit #CourtSettlement #BJPvsCongress #SatyKaVijay #PoliticalControversy #LegalBattle #Gfcard… pic.twitter.com/0J7Le5kg24
— Gujarat First (@GujaratFirst) October 1, 2024
વિજય રૂપાણીએ આપી માફી, કેસ લીધા પરત
બીજી તરફ કોંગ્રેસી નેતાઓએ કોર્ટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની બિનશરતી માફી માંગી લેતા અને વિજય રૂપાણી સામે કરેલા આક્ષેપો અંગે પોતાની ભૂલ સ્વીકારી લેતા, પૂર્વ સીએમ રૂપાણીએ પણ મોટું મન રાખીને તેમને માફ કરી દીધા હતા. તેમણે ગાંધીનગરની કોર્ટમાં કરેલો બદનક્ષીનો દાવો પાછો ખેંચી લીધો છે. કોર્ટ કેસ પરત લઈને તેમણે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા પણ આપી હતી.
તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ સત્યનો વિજય છે. અહેવાલ અનુસાર વિજય રૂપાણીએ કહ્યું હતું કે, જ્યારે કોંગ્રેસના નેતાઓએ તેમની સામે ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ કરતી પત્રકાર પરિષદ કરી ત્યારે તેમણે આ આક્ષેપો પાછા ખેંચીને માફી માંગવાની માંગ કરી હતી. જો કે કોંગ્રેસના નેતાઓએ માફી માંગી ન હતી અને લોકોને સાચી હકિકત ખબર પડે તે માટે તેમણે કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો.
તેમણે કહ્યું કે, “રાજકારણમાં કોઇપણ આક્ષેપ હોય તેની સાચી વાત લોકો વચ્ચે મુકવી જોઇએ, જો ન મુકીએ તો ભ્રષ્ટ્રાચાર થયો છે તેવુ પ્રતીત થાય. આજે સત્યનો વિજય થયો છે. આ આક્ષેપો માત્ર રાજકીય આક્ષેપો જ હતા. ગત 26 તારીખના રોજ કોંગ્રેસના મિત્રો અને હું કોર્ટમાં હાજર રહ્યા હતા અને તમામ નેતાઓએ કોર્ટમાં બિનશરતી માફી માંગતા મેં આ કેસ પરત ખેંચ્યો છે. મેં આ સમાધાન નથી કર્યું પરંતુ માફી આપી છે અને આ સત્યની જીત છે.”