Thursday, September 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજે સૈયદપુરામાંથી ફેંકાયા હતા ગણેશજી પર પથ્થરો, આખરે ત્યાં ફરી વળ્યું દાદાનું...

    જે સૈયદપુરામાંથી ફેંકાયા હતા ગણેશજી પર પથ્થરો, આખરે ત્યાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર: સઘન સુરક્ષા વચ્ચે હાથ ધરાઈ કાર્યવાહી, મોડી રાત્રે હજારો હિંદુઓ ઉતરી આવ્યા હતા રસ્તા પર

    રાજ્ય સરકારે જિલ્લ કલેકટર પાસે આરોપીઓની ગેરકાયદેસર મિલકત અંગે રિપોર્ટ પણ માંગ્યો છે. અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓની મિલકતો અંગે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મિલકતની વિગતો સાથેનો રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે.

    - Advertisement -

    સુરતના (Surat) સૈયદપુરામાં ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ભગવાન ગણેશની પ્રતિમા પર મુસ્લિમોએ પથ્થરમારો કરીને કરોડો હિંદુઓની આસ્થા પર વાર કર્યો હતો. ઘટના બાદ આખા સુરત શહેરમાં ભારે તંગદિલી સર્જાઇ હતી. પોલીસના કાફલે-કાફલા ખડકી દેવામાં આવ્યા હતા અને હજારો હિંદુઓ પણ ઘટનાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગૃહમંત્રી સંઘવીએ સંકલ્પ લીધો હતો કે, સૂર્યોદય પહેલાં તમામ પથ્થરબાજોને પકડી પાડવામાં આવશે અને એવું થયું પણ. ત્યારે હવે ગંભીર ઘટના અને ગુનાખોરીને ધ્યાને રાખીને સૈયદપુરામાં દાદાનું બુલડોઝર (Bulldozer Action) ફરી વળ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર બુલડોઝર એક્શન હાથ ધરવામાં આવી છે.

    સોમવારે (9 સપ્ટેમ્બર) બપોરે સુરતના સૈયદપુરામાં (Saiyedpura) દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. આ જ વિસ્તારમાં ભગવાન ગણેશની પ્રતિમા પર પથ્થરમારો થયો હતો. સૈયદપુરા પોલીસ સ્ટેશનની આસપાસ દબાણ કરેલી મિલકતો પર પણ તાત્કાલિક અસરથી બુલડોઝર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વહીવટીતંત્રની સખત કાર્યવાહીને લઈને વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સુરત મહાનગરપાલિકાની ટીમ ભારે સુરક્ષાદળોના કાફલા સાથે સૈયદપુરા પહોંચી છે અને બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર હાજર હોવાનું કહેવાય રહ્યું છે.

    રવિવારે રાત્રે ગણપતિ મંડપમાં થયેલી ઘટના બાદ સ્થાનિક હિંદુ સમાજ રોષે ભરાયો હતો. હજારોની સંખ્યામાં હિંદુ સમાજના લોકોએ સૈયદપુરા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો અને બુલડોઝર ચલાવવાના નારા લગાવ્યા હતા. ‘યોગી બુલડોઝર’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા. કટ્ટરપંથી મુસ્લિમોએ કરેલા પથ્થરમાર બાદ હિંદુઓનો રોષ સાતમા આસમાને હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકા અને પોલીસની ટીમો દ્વારા વહેલી સવારથી જ બુલડોઝર કાર્યવાહીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જ્યારે હવે કાર્યવાહી શરૂ પણ કરી દેવામાં આવી છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશમાં જે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, તે જ પ્રકારની કાર્યવાહી ગુજરાતમાં હાથ ધરવામાં આવી રહી છે. પથ્થરમારો જ્યાંથી થયો હતો તે આખા વિસ્તારમાં બુલડોઝર ફરી રહ્યા છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. ગેરકાયદે ઊભા કરવામાં આવેલા તમામ દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. લારી-ગલ્લા સહિતના દબાણો પળભરમાં જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. DCP રાજદીપસિંહે ઘટનાને લઈને જણાવ્યું છે કે, સૈયદપુરા પોલીસ સ્ટેશનની આસપાસના તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

    સાથે એ પણ નોંધવા જેવું છે કે, રાજ્ય સરકારે જિલ્લ કલેકટર પાસે આરોપીઓની ગેરકાયદેસર મિલકત અંગે રિપોર્ટ પણ માંગ્યો છે. અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓની મિલકતો અંગે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મિલકતની વિગતો સાથેનો રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે. કલેકટર પણ ઘટનાને લઈને પોલીસ કમિશનરની ઓફિસે પહોંચ્યા હતા અને ગેરકાયદેસર મિલકતને લઈને કાર્યવાહી શરૂ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં