Monday, November 25, 2024
More
    હોમપેજસંપાદકની પસંદજેતપુરમાં બાંગલાદેશી યુવતી અને ઝાકીર નાઈકના વિડીયોથી બ્રેઈનવોશ થઈને મુસ્લિમ બનેલ યુવકે...

    જેતપુરમાં બાંગલાદેશી યુવતી અને ઝાકીર નાઈકના વિડીયોથી બ્રેઈનવોશ થઈને મુસ્લિમ બનેલ યુવકે ફરી સનાતન અપનાવ્યો: નૃસિંહ મંદિરના મહંતે ચંદન તિલક સાથે કર્યું સ્વાગત

    મહંત કનૈયાનંદ મહારાજના કહેવા અનુસાર તેઓએ તે યુવાનને રોજ ભગવદ ગીતા વાંચવાની સલાહ પણ આપી હતી અને કહ્યું હતું કે સનાતન ધર્મ માટે કોઈ પણ શંકા ઉપજે તો સમાધાન માટે તેમની પાસે આવી શકે છે.

    - Advertisement -

    થોડા સમય પહેલાં જેમ ઓનલાઇન ગેમના માધ્યમથી હિંદુ યુવાનોનું ધર્માંતરણ કરવાનું રેકેટ બહાર આવ્યું હતું, તેના જેવો જ ઇન્સ્ટાગ્રામ દ્વારા ધર્માંતરણ કરાવવાનો એક કિસ્સો જેતપુરથી સામે આવ્યો હતો. જેમાં એક હિંદુ યુવાન ઇન્સ્ટાગ્રામમાં એક બાંગ્લાદેશી યુવતી સાથે લગ્ન કરવા માટે ઝાકીર નાઈકના વિડીયો જોઈ જોઈને મુસ્લિમ બની જાય છે. હવે સમાચાર મળી રહ્યા છે કે જેતપુરના હિંદુ સંગઠનો અને સંતોએ મળીને આ યુવાનને ફરી સનાતનમાં પાછો વાળ્યો છે.

    જેતપુરમાં એક હિંદુ યુવાનના મુસ્લિમ બની જવાની ખબર ચારે બાજુ આગની જેમ પ્રસરી ગઈ હતી. બે મુસ્લિમ યુવાનો સાથે આશિષ ગોસ્વામી નામનો આ યુવાન, કે જે ધર્માંતરણ બાદ શેખ મોહમ્મ્દ અલસમી બની ગયો હતો, સુન્નત માટે જ્યારે જેતપુર સરકારી દવાખાને પહોંચ્યો ત્યારે ખૂબ હોબાળો મચી જવા પામ્યો હતો. આખરે બુધવારે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

    નૃસિંહ મંદિરના મહંતે સમજાવ્યા બાદ યુવક સનાતનમાં પાછો ફર્યો

    બુધવાર સાંજ સુધીમાં જયારે આ વાત સ્થાનિક હિંદુ સંગઠનો પાસે પહોંચી ત્યારે તેઓ ખૂબ રોષે ભરાયા હતા અને નક્કી કર્યું હતું કે હિંદુ યુવાનને કોઈ પણ રીતે ધર્માંતરણના આ જાળમાંથી બહાર કાઢવાનો છે. સ્થાનિક હિંદુ ધર્મ સેનાના આગેવાન અને જેતપુરમાં આવેલ નૃસિંહ મંદિરના મહંત કનૈયાનંદ મહારાજ મોટી સંખ્યામાં હિંદુ યુવાનો સાથે રાતે તે યુવાનના ઘરે પહોંચ્યા હતા.

    - Advertisement -

    2 કલાક સુધી તે યુવાનને સમજાવ્યા બાદ તે માન્યો હતો કે તેનાથી ભૂલ થઇ ગઈ છે અને તે લોકોની વાતોમાં આવી ગયો હતો. તેને પસ્તાવો થતા મહંત કનૈયાનંદ મહારાજે તે યુવાનના કપાળમાં ચંદનનો તિલક કરીને તેને સનાતન ધર્મમાં પાછો વાળ્યો હતો. તે જ સમયે તે યુવાને પણ મહંતની સામે જ પોતે ઉગાડેલી મુસ્લિમો જેવી દાઢી પણ ટ્રીમર વડે કાઢી દીધી હતી.

    આમ ઝાકીર નાઈકના પ્રભાવમાં મુસ્લિમ બનેલા જેતપુરના હિંદુ યુવાનને સનાતનમાં પાછો વાળવામાં હિંદુ સંગઠનોને આખરે સફળતા મળી હતી. મોડી રાતે આ યુવકના ઘરની બહાર ભેગા થયેલ હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓએ ‘ભારત માતા કી જય’, ‘જય શ્રીરામ’ ના નારા લગાવ્યા હતા અને હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા હતા જેમાં તે યુવાને પણ ભાગ લીધો હતો.

    ‘યુવક ઝાકીર નાઈક અને તેના જેવા અન્ય મૌલવીઓના પ્રભાવમાં હતો’ – મહંત કનૈયાનંદ

    ઑપઇન્ડિયા દ્વારા મહંત કનૈયાનંદ મહારાજનો સંપર્ક કરવામાં ધ્યાને આવ્યું કે તેઓ અખિલ ભારતીય સંત સમિતિના સૌરાષ્ટ્ર પ્રાંતના વડા પણ છે. તેઓએ ઑપઇન્ડિયાને જણાવ્યું, “કાલે સાંજે 5 વાગ્યા આસપાસ આ વિષય મારી સામે આવ્યો ત્યારે હું ગાંધીનગર હતો. વિષયની ગંભીરતા સમજતા મેં તુરંત જેતપુર તરફ પ્રયાણ કર્યું. હું અને મારા સાથીઓ રાતે 9 વાગ્યા આસપાસ આ યુવાનના ઘરે પહોંચ્યા હતા અને તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.”

    મહારાજે આગળ જણાવ્યું, “આખરે રાતે 11 વાગ્યા આસપાસ આ યુવાન સ્થિર અવસ્થામાં આવ્યો અને અમારી વાત સમજી શક્યો હતો. તેને સમજાતા પસ્તાવાની લાગણી સાથે ખૂબ રડવા માંડ્યો હતો. મેં તેને હિંમત આપી અને ચંદન તિલક કરીને સનાતન ધર્મમાં પાછો વાળ્યો હતો.”

    મહંત કનૈયાનંદ મહારાજના કહેવા અનુસાર તેઓએ તે યુવાનને રોજ ભગવદ ગીતા વાંચવાની સલાહ પણ આપી હતી અને કહ્યું હતું કે સનાતન ધર્મ માટે કોઈ પણ શંકા ઉપજે તો સમાધાન માટે તેમની પાસે આવી શકે છે.

    ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં મહંદ કનૈયાનંદે જણાવ્યું કે આ યુવાન ઇસ્લામિક ઉપદેશક અને ભાગેડુ ઝાકીર નાઈક અને તેના જેવા અન્ય મૌલવીઓના પ્રભાવમાં આવી જતા તેણે આવું પગલું ભર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં