Wednesday, June 26, 2024
More
    હોમપેજરાજકારણકોંગ્રેસે પોતાના મળતિયાઓને GIDCમાં પ્લોટ ફાળવ્યા, ભાજપ સરકારે નીતિ પારદર્શી બનાવી: ભ્રષ્ટાચારના...

    કોંગ્રેસે પોતાના મળતિયાઓને GIDCમાં પ્લોટ ફાળવ્યા, ભાજપ સરકારે નીતિ પારદર્શી બનાવી: ભ્રષ્ટાચારના આરોપો પર ઋષિકેશ પટેલનો પલટવાર

    ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, "તાજેતરમાં ગયેલી લોકસભાની ચૂંટણી અને પેટા ચૂંટણીમાં વધુ વોટ શેરથી ભાજપ જીત્યું છે. ગુજરાતમાં સતત સત્તા વિહોણી રહેલી કોંગ્રેસે ભૂતકાળમાં પણ આવા આક્ષેપો કર્યા હતા, ત્યારે પણ કશું સાબિત નથી કરી શકી. કોંગ્રેસ રઘવાઈ થઈ છે અને હકીકતના ઊંડાણમાં ગયા વગર કેવળ આક્ષેપો કરી ભાજપના વિકાસના રાહમાં રોડા અને અડચણ નાખી રહી છે. "

    - Advertisement -

    તાજેતરમાં જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભરૂચ GIDCમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપો લગાવ્યા હતા. ત્યારે હવે તેમના આરોપો સામે ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. મંત્રી ઋષિકેશ પટેલે શક્તિસિંહ ગોહિલના આક્ષેપોનો જવાબ આપ્યો છે. પટેલે કહ્યું હતું કે કોંગ્રેસ સતત તેવા પ્રયત્નો કરી રહ્યું છે કે તે પ્રજાને ભાજપથી વિમુખ કરે, પરંતુ ભાજપ વિકાસ કાર્યો કરતું રહેશે. તેમણે તેમ પણ કહ્યું કે કોંગ્રેસ ક્યારેય પોતાના આરોપો સાબિત નથી કરી શક્યું.

    ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, “તાજેતરમાં ગયેલી લોકસભાની ચૂંટણી અને પેટા ચૂંટણીમાં વધુ વોટ શેરથી ભાજપ જીત્યું છે. ગુજરાતમાં સતત સત્તા વિહોણી રહેલી કોંગ્રેસે ભૂતકાળમાં પણ આવા આક્ષેપો કર્યા હતા, ત્યારે પણ કશું સાબિત નથી કરી શકી. કોંગ્રેસ રઘવાઈ થઈ છે અને હકીકતના ઊંડાણમાં ગયા વગર કેવળ આક્ષેપો કરી ભાજપના વિકાસના રાહમાં રોડા અને અડચણ નાખી રહી છે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં પ્રશ્નો ઉઠાવી સતત ગુજરાતની પ્રજા, વિકાસ તરફ ભાજપ આગળ વધે છે એટલે કોંગ્રેસને પેટમાં દુખે છે માટે તેઓ સતત આક્ષેપો કરે છે.”

    એફ ન કોંગ્રેસે પોતાના મળતિયાઓને પ્લોટ ફાળવી દીધા: ઋષિકેશ પટેલ

    ઋષિકેશ પટેલે શક્તિસિંહ ગોહિલના આરોપો સામે જવાબ આપતા જણાવ્યું કે, “GIDC અને ઉદ્યોગો માટે જમીન ફાળવવાની નીતિ 1962થી, એટલે કે તેમની જ સરકારમાં અમલમાં આવેલી છે. તેમની સરકારમાં ઉદ્યોગો માટે ક્યારેય પણ હરાજીથી પ્લોટોની ફાળવણી નથી થઈ. કોંગ્રેસે તેમના લગતા વળગતાને જ પ્લોટોની ફાળવણી કરી હતી. 2006માં પહેલી વખત આ બાબત સરકારને ધ્યાને આવતા ઔદ્યોગિક નીતિ અંતર્ગત પ્રથમ વાર 239 જેટલા GIDC એકમો રાજ્યમાં સ્થપાયા, તેમાંથી 161 જેટલા સેચ્યુરેટેડ એકમો હતા જે નોન પ્રોફિટેબલ હતા. રાજ્ય સરકારે 90 ટકા કરતા વધુ પ્લોટનું વેચાણ થાય તે માટે સેચ્યુરેટ નીતિ આપનાવી અને હરાજીથી ઉદ્યોગોને જમીન ફાળવવાની નીતિ આપી.”

    - Advertisement -

    જે પણ કામ થયું, આંકડાકીય માહિતી પારદર્શી રાખીને કરવામાં આવ્યું: ઋષિકેશ પટેલ

    “જ્યાં આ મુજબ કામ નથી થતું તે GIDCને અન સેચ્યુરેટેડ ગણીને તેની પાસે અરજીઓ મંગાવવામાં આવે છે અને તેમાં નીતિઓ બનાવીને સ્મૃતિ નીતિ કમિટી ઘડીને આવા ઉદ્યોગોની સક્ષમતાને તપાસીને તેમને જરૂર હોય તે મુજબ જ પ્લોટોની ફાળવણી કરવામાં આવે છે. આજે પણ તે પ્રમાણે જ કામ કરવામાં આવી રહ્યું છે. સેચ્યુરેટેડ ઝોનની 518મી મીટીંગમાં જે નક્કી થયું તેમાં મિક્સ ઝોન હતા સાયખા અને દહેજ. આ બંને ઝોનમાં કેમિકલ અને એન્જિનિયરીંગ તેમ બંને બાબતોનો સમાવેશ હતો, પરંતુ ત્યાં કેમિકલ ઉદ્યોગોને 90 ટકા કરતા વધારે માત્રામાં ફાળવી દેવામાં આવતા તેને સેચ્યુરેટ જાહેર કરી હતી. પરંતુ ત્યાર બાદ કેટલાક ઉદ્યોગો દ્વારા રજુઆતો થતા, 519મી બેઠકમાં ઉદ્યોગ ગૃહોની માંગણીને ધ્યાને રાખી તે ઝોનને ફરી અનસેચ્યુરેટેડ જાહેર કર્યો.” તેમણે જણાવ્યું.

    તેમણે કહ્યું કે, “તેમાં ક્યાંય ગેરરીતિ ને અવકાસ નથી, એક પણ પ્લોટનું વેચાણ નથી થયું કે ભ્રષ્ટાચાર નથી થયો, આંકડા સાથે વાત કરી છે. દહેજ કે ક્યાય એક પણ પ્લોટની ફાળવણી નથી થઈ. કોંગ્રેસની સરકારમાં લગતા વળગતા મળતિયાઓને પ્લોટ ફાળવી દેવામાં આવતા હતા, તેની જગ્યાએ ભાજપ સરકારે પારદર્શી નીતિ અપનાવીને નીતિઓ ઘડી છે.”

    કોંગ્રેસે લગાવ્યા હતા ભ્રષ્ટાચારના આરોપ

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો હતો કે, રાજ્યની GIDCએ ભાજપના મળતીયાઓ સાથે મળી અબજોનો ભ્રષ્ટાચાર કર્યો છે. ગુજરાત સરકારના બે પરિપત્રો દર્શાવી તેમણે કહ્યું કે, ગુજરાતમાં GIDCના નિયમ પ્રમાણે ઉદ્યોગકારોને નક્કી કરેલા બેઠા ભાવે જમીન આપવામાં આવતી હતી. જ્યારે 90 ટકા પ્લોટનું વિતરણ થાય ત્યારે GIDCને સંતૃપ્ત એટલે કે સેચ્યુરેટેડ ઝોન જાહેર કરાઈ હતી. બાકીના 10 ટકા પ્લોટ જંત્રીના 20 ટકા ઉમેરી જાહેર હરાજીથી વેચી શકાય.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં