Wednesday, June 26, 2024
More
    હોમપેજગુજરાતગાયની કુરબાનીવાળી પત્રિકાઓ મામલે આમોદના મૌલવીની ધરપકડ કરતી ભરૂચ પોલીસ, ઑપઇન્ડિયાના રિપોર્ટ...

    ગાયની કુરબાનીવાળી પત્રિકાઓ મામલે આમોદના મૌલવીની ધરપકડ કરતી ભરૂચ પોલીસ, ઑપઇન્ડિયાના રિપોર્ટ બાદ કાર્યવાહી: અગાઉ ધર્માંતરણના કેસમાં પણ પકડાઈ ચૂક્યો છે અબ્દુલ રહીમ

    આરોપીની ઓળખ અબ્દુલ રહીમ રાઠોડ તરીકે થઈ છે, જે આમોદમાં સ્થિત દારૂલ ઉલુમ બરકાતે ખ્વાજાનું સંચાલન કરે છે. પોલીસે પહેલાં તેની સામે અટકાયતી પગલાં ભર્યાં બાદ IPC અને IT એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ ધરપકડ પણ કરી લેવામાં આવી હતી.

    - Advertisement -

    બકરીદ પહેલાં ભરૂચના આમોદની ઈસ્લામિક સંસ્થા દારૂલ ઉલુમ બરકાતે ખ્વાજા નામની સંસ્થાના નામ સાથે એક પત્રિકા વાયરલ થઈ હતી, જેમાં ગાયની કુરબાની આપવાની વાત કહેવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર આ પત્રિકા વાયરલ થયા બાદ ઑપઇન્ડિયાએ પણ રિપોર્ટ પ્રકાશિત કરીને હિંદુઓની લાગણી દુભાવતું આ કૃત્ય ખુલ્લું પાડ્યું હતું. હવે ભરૂચ પોલીસે આ મામલે એક મૌલવી સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી છે. 

    આરોપીની ઓળખ અબ્દુલ રહીમ રાઠોડ તરીકે થઈ છે, જે આમોદમાં સ્થિત દારૂલ ઉલુમ બરકાતે ખ્વાજાનું સંચાલન કરે છે. પોલીસે પહેલાં તેની સામે અટકાયતી પગલાં ભર્યાં બાદ IPC અને IT એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. તેની સામે અગાઉ ધર્માંતરણનો પણ ગુનો દાખલ કરવામાં આવી ચૂક્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. 

    કાર્યવાહીને લઈને વધુ માહિતી આપતાં સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “બકરીદ સહિતના તહેવારો આવી રહ્યા છે ત્યારે તે શાંતિપૂર્વક ઉજવાય તેના માટે ભરૂચ પોલીસ સતત વૉચ રાખી રહી છે તેમજ સોશિયલ મીડિયા મારફતે પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ માટે સોશિયલ મીડિયાની ગતિવિધિઓ પર નજર રાખવા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પણ 24*7 સક્રિય છે.”

    - Advertisement -

    તેમણે આગળ ઉમેર્યું કે, તાજેતરમાં સોશિયલ મીડિયામાં ‘કુરબાનીનો તરીકો’ નામથી એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં મોટાં પશુઓની કતલ કરવાની વાત કહેવામાં આવી હતી. આ પોસ્ટમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તપાસમાં આ પોસ્ટ દારુલ ઉલુમ બરકાતે ખ્વાજાનું સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડે કરી હોવાનું સામે આવ્યું હતું. 

    પોલીસ સ્વયં ફરિયાદી બની, 2021માં ધર્માંતરણનો ગુનો નોંધાયો હતો

    પોલીસે જણાવ્યું કે, “સુલેહભંગ ન થાય તે માટે પ્રથમ તેની સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ પોલીસે સ્વયં ફરિયાદી બનીને IPC અને IT એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી.” પોલીસે જણાવ્યું કે, હાલ આ મામલાની તપાસ ભરૂચ જિલ્લા SOG કરી રહી છે અને આ કૃત્યમાં મૌલવી સાથે જેની પણ સંડોવણી જણાય આવશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. 

    પોલીસે જણાવ્યા અનુસાર, આરોપી મૌલવી સામે અગાઉ વર્ષ 2021માં પણ એક ગેરકાયદેસર ધર્માંતરણ કરાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે મામલે તેની સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઈ ચૂકી છે અને હાલ ટ્રાયલ ચાલી રહી છે. આ મામલે પણ તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે અને ગુનામાં જે કોઈ સામેલ હશે તેમને શોધી કાઢીને કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં