ગત 19 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે યોજાયેલી વર્લ્ડ કપની મેચ દરમિયાન દિલ્હીથી આવેલા એક યુવકે પોલીસે તેની સાથે 20 હજારનો તોડ કર્યો હોવાના આરોપો લગાવ્યા હતા. આ આરોપો બાદ તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તેવામાં હવે પોલીસ દ્વારા જવાબદાર પોલીસકર્મીઓ અને TRB જવાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં દિલ્હીના યુવકનો તોડ કરવા મામલે 3 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જયારે 7 TRB જવાનોને ફરજમુકત કરવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર દિલ્હીનો રહેવાસી કાનવ મનચંદા વિશ્વકપ ફાઈનલ જોવા માટે અમદાવાદ આવ્યો હતો. આ દરમિયાન અમદાવાદના નાના ચિલોડા ખાતે પોલીસે તેની ગાડી અટકાવીને તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ મળી આવી હતી. આ ઘટના બાદ કાનવે આરોપ લગાવ્યા હતા કે પોલીસ કર્મચારીઓએ કેસ ન કરવા માટે તેની પાસે રૂપિયાની માંગણી કરી હતી. આ સાથે જ તેણે યુપીઆઈ દ્વારા 20 હજાર રૂપિયા ચૂકવ્યા હોવાનો દાવો કરીને એક સ્ક્રિન શોટ પણ મીડિયા સામે મુક્યો હતો.
દિલ્હીના યુવક સાથે પોલીસના તોડકાંડ મામલે ટ્રાફિક (પૂર્વ) સફી હસનનું નિવેદન
— Gujarat First (@GujaratFirst) November 21, 2023
7 TRB જવાનોને ફરજ પરથી મોકૂફ કરાયા
3 પોલીસ જવાનો સસ્પેન્ડ કર્યા
2 કોન્સ્ટેબલ અને 1 હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ @SafinHasan_IPS @GujaratPolice @AhmedabadPolice @sanghaviharsh @CMOGuj #Gujarat #Ahmedabad… pic.twitter.com/q4nWroqtrY
આ ઘટના બાદ તેની તપાસ અમદાવાદ પૂર્વ ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવતા 3 ટ્રાફીક પોલીસકર્મી અને 7 TRB જવાન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે IPS સફીન હસને જણાવ્યું હતું કે, “આ બાબત ધ્યાને આવતા જ 2 પોલીસ કોન્સ્ટેબલ અને 1 હેડ કોન્સ્ટેબલને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે અને સ્થળ પર ફરજ પર હાજર 7 TRB જવાનને માનદ સેવા પરથી દૂર કરવામાં આવ્યા છે.
અમદાવાદ:ફાઈનલ મેચમાં યુવક સાથે તોડનો કેસ
— News18Gujarati (@News18Guj) November 21, 2023
મેચ જોવા આવેલા યુવક સાથે તોડ થયાનો આરોપ
7 TRB જવાન,3 પોલીસકર્મી સસ્પેન્ડ
પોલીસકર્મીઓએ 2 લાખની માગ કરી હોવાનો આરોપ
કારમાં દારુની બોટલ હોવાથી માગ્યા રુપિયા#NEWS18GUJARATINO1 #GUJARAT pic.twitter.com/SKWgi9zkyv
બીજી તરફ પોલીસની એક ટીમ અમદાવાદમાં દારુની બોટલ સાથે પકડાયેલા દિલ્હીના કાનવ પાસે જશે. આ ટીમ રૂબરૂ જઈ ઘટનાને લઈને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરશે. જોકે તોડનો આરોપ લગાવનાર વ્યક્તિએ આ મામલે ફરિયાદ નોંધાવવાની પહેલા જ ના પાડી દીધી હતી. અમદાવાદમાં દિલ્હીના યુવકનો તોડ કરવા મામલે જો ફરિયાદ દાખલ થશે તો જવાબદાર પોલીસકર્મીઓ અને TRB જવાનો વિરુદ્ધ વધુ કાર્યવાહી કરવામાં આવશે.