Sunday, April 28, 2024
More
    હોમપેજક્રાઈમખેરાલુમાં રામયાત્રા પર પથ્થરમારા મામલે વધુ 2 પડકાયા, સલમાન અને ઝાબીરખાનની સુરતથી...

    ખેરાલુમાં રામયાત્રા પર પથ્થરમારા મામલે વધુ 2 પડકાયા, સલમાન અને ઝાબીરખાનની સુરતથી ધરપકડ: ભગવાનની યાત્રા લઈને જતા નિર્દોષ હિંદુઓ પર ફેંક્યા હતા પથ્થર

    પોલીસને મળેલી બાતમીના પગલે લિંબાયત પોલીસ ઇન્સ્પેકટર એસબી પઢેરીયા અને તેમની ટીમે આરોપીઓને ભાડાના મકાનમાંથી ઝડપી પાડ્યા હતા. કાયદાકીય કાર્યવાહી બાદ બંને આરોપીઓનો કબજો ખેરાલુ પોલીસને આપવામાં આવશે.

    - Advertisement -

    22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મહેસાણાના ખેરાલુમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પર કટ્ટરપંથી મુસ્લિમ ટોળાંએ પથ્થરમારો કર્યો હતો. રામયાત્રા પર પથ્થરમારાની આ ઘટના મામલે પોલીસે હમણાં સુધીમાં ઘણા લોકોની ધરપકડ કરી લીધી હતી. જ્યારે 2 વોન્ટેડ આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા. જ્યારે હવે એ જાણવા મળી રહ્યું છે કે, ભાગતા-ફરતા તે બંને આરોપી સલમાન મોતીખા બહેલીમ અને ઝાબીરખાન આસીફઅલીખાન બહેલીમની પોલીસે સુરતથી ધરપકડ કરી લીધી છે.

    22 જાન્યુઆરીએ મહેસાણાના ખેરાલુમાં રામયાત્રા પર મુસ્લિમ ટોળાંએ પથ્થરમારો કર્યો હતો. જે બાદ સાંપ્રદાયિક હિંસા ન ફેલાય તે હેતુથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તે સમયે યાત્રા પર પથ્થરમારો કરનાર કેટલાક શખ્સો ફરાર થઈ ગયા હતા. તેમાં વોન્ટેડ સલમાન અને ઝાબીરખાન પણ સામેલ હતા. પોલીસ છેલ્લા કેટલાક સમયથી આ બંને આરોપીઓને શોધી રહી હતી. જ્યારે તાજેતરમાં જ સુરત પોલીસને બાતમી મળી હતી કે, ખેરાલુ હિંસાના બે આરોપીઓ લિંબાયતની મીઠીખાડી વિસ્તારમાં ઓળખ છુપાવીને દોઢ મહિનાથી રહે છે.

    સાથે પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે, બંને આરોપીઓએ સુરતમાં મકાન ભાડે લીધું છે અને કામધંધો શોધી રહ્યા છે. પોલીસને મળેલી બાતમીના પગલે લિંબાયત પોલીસ ઇન્સ્પેકટર એસબી પઢેરીયા અને તેમની ટીમે આરોપીઓને ભાડાના મકાનમાંથી ઝડપી પાડ્યા હતા. સાથે એવું જાણવા મળી રહ્યું છે કે, કાયદાકીય કાર્યવાહી બાદ બંને આરોપીઓનો કબજો ખેરાલુ પોલીસને આપવામાં આવશે.

    - Advertisement -

    નોંધનીય છે કે, પોલીસે આ પહેલાં પણ 4 આરોપીઓની ધરપકડ કરી હતી. જેની ઓળખ યાસીન કરતુલખાન બહેમલીન, માસુમ ગોવામિયા બહેમલીન, હમીદ ઈમામખાન બહેમલીન અને સિરાઝ મીસરીખાન બહેમલીન તરીકે થઈ હતી. પોલીસે 29 ફેબ્રુઆરી સુધીમાં કુલ 17 આરોપીઓની ધરપકડ કરી હતી. જે બાદ અન્ય 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 23 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

    રામયાત્રા પર મુસ્લિમ ટોળાંએ કર્યો હતો પથ્થરમારો

    ઉલ્લેખનીય છે કે, મહેસાણાના ખેરાલુમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા અગાઉ આયોજિત ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના નગરના હાટડીયા વિસ્તારમાં બની હતી. શોભાયાત્રા એક મસ્જિદ પાસે પહોંચી ત્યારે તેની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ ખેરાલુને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું અને સ્થાનિક પોલીસે કાર્યવાહી કરતા 15 વ્યક્તિઓને રાઉન્ડ અપ કર્યા હતા. આ 15 વ્યક્તિઓમાં મહિલાઓ પણ સામેલ છે.

    પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ એકસંપ થઈને પૂર્વઆયોજિત કાવતરું રચીને ખેરાલુમાં નીકળનારી ભગવાન શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો, અને આ માટે બેલીમ વાસનાં મકાનોના ધાબા પર પથ્થરો એકઠા કરી રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, હાથમાં તલવાર-ધારિયાં વગેરે હથિયારો લઇ આવીને શોભાયાત્રામાં જોડાયેલા માણસો પર હુમલો કર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં