25 ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જયંતિ પર સુશાસન દિવસ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ વાજપેયીના સન્માનમાં વર્ષ 2014મા સરકારમાં જવાબદેહી લોકો વચ્ચે જાગરૂકતા વધારવા માટે સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધાંતને ધ્યાને રાખીને સુશાસન દિવસને સરકાર માટે કાર્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આજના દિવસે CM ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર ખાતે સુશાસન દિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, દુનિયાની 500 મોટી કંપનીઓમાંથી 100 કંપનીઓ ગુજરાત છે. તેમણે સુશાસન દિવસની ખરી ઉજવણી છેવાડાના લોકો સુધી પહોંચતા લાભોને ગણાવી હતી.
Gandhinagar: Gujarat CM Bhupendra Patel participated in 'Good Governance Day', celebrated in honour of former Prime Minister Atal Bihari Vajpayee, on his birth anniversary today. pic.twitter.com/bcwrVP6XWB
— ANI (@ANI) December 25, 2023
સોમવારે (25 ડિસેમ્બર) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે સુશાસન દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે કર્મયોગી 2.0 અને નિર્મળ ગુજરાત 2.0 અભિયાનની શરૂઆત કરી હતી. વધુમાં ગુડ ગવર્નન્સના ભાગરૂપે પાંચ એપ્લિકેશનની શરૂઆત પણ મુખ્યમંત્રીએ કરી હતી. તેમણે આ દરમિયાન સંબોધન આપ્યુ હતું. સ્વચ્છતા વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, દુનિયાની 500 મોટી કંપનીઓમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં છે. આ ઉપરાંત તેમણે ગુજરાતના વિકાસ વિશે પણ માહિતી આપી હતી.
દુનિયાની 500 મોટી કંપનીઓમાંથી 100 ગુજરાતમાં
CM ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમ દરમિયાન સંબોધન પણ આપ્યુ હતું. તેમણે કહ્યું હતું કે, સૌ કોઈ લોકો રજાના દિવસે પણ અહિયાં આવ્યા છે છતાં દરેકના ચહેરા પર સ્મિત છે. તે જ ગુડ ગવર્નન્સ છે. આ ઉપરાંત તેમણે સારા-નરસા કામો વિશે પણ વાત કરી હતી. તેમણે સ્વચ્છતા અંગે વાત કરતાં જણાવ્યું કે, “દુનિયાની 500 મોટી કંપનીઓમાંથી 100 જેટલી કંપનીઓ ગુજરાતમાં છે. તો આપણે છેલ્લે સચિવાલયની ઓફિસથી લઈને ગામડાઓ સુધી સ્વચ્છતા રાખવી પડશે.” CM ભૂપેન્દ્ર પટેલે તેમના જાપાન પ્રવાસનું ઉદાહરણ આપીને પણ સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવા માટે વાત કરી હતી.
‘છેવાડાના લોકો સુધી યોજનાઓ પહોંચે એ સુશાસન દિવસની ઉજવણી’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતાં કહ્યું, “છેવાડાના લોકો સુધી લાભ પહોંચાડવાનો વિચાર કોઈને નથી આવતો. છેવાડાના માણસો સુધી પણ સરકારી યોજાનાઓનો લાભ પહોંચવો જોઈએ. છેવાડાના માણસો સુધી સરકારની તમામ યોજનાઓનો લાભ પહોંચે એ જ ખરા સુશાસનની ઉજવણી છે.” તેમણે વધુમાં કહ્યું, “કોઈ વ્યક્તિને સરકારી કચેરીઓના ધક્કા ના ખાવા પડે તે બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ, એક માણસનું કામ થઈ શકશે કે નહીં તેનો ખ્યાલ હોવો જોઈએ. વ્યવસ્થામાં રહેલી ઉણપ દૂર કરવા આપણે પ્રયત્ન કરીએ. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ આ બધા કામ થાય છે.”
આ ઉપરાંત તેમણે ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ 2024 વિશે પણ કહ્યું હતું. તેમણે કહ્યું કે, “10 જાન્યુઆરીથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ થવાનું છે. આપણે કહીએ છીએ કે રોકાણ માટે ગુજરાત પહેલુ છે. તો જે ગુજરાત છે તે ગુજરાતને આપણે ટકાવી રાખવાનું છે.”
નોંધનીય છે કે, 25 ડિસેમ્બરે અટલ બિહારી વાજપેયીની યાદમાં સુશાસન દિવસની ઉજવણી થાય છે. અટલ બિહારી વાજપેયી એક રાજકારણી, લેખક અને કવિ હતા. જેમણે દેશના 10મા વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના તેઓ સંસ્થાપક હતા. એકવાર અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતુ હતું કે, એક દિવસ તમે ભૂતપૂર્વ વડાપ્રધાન બની શકો છો પણ ક્યારેય ભૂતપૂર્વ કવિ નથી બની શકતા.