Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હીના યુવક સાથે થયેલા તોડકાંડ બાદ મોટી કાર્યવાહી: 7 TRB જવાન ફરજમુકત,...

    દિલ્હીના યુવક સાથે થયેલા તોડકાંડ બાદ મોટી કાર્યવાહી: 7 TRB જવાન ફરજમુકત, 3 પોલીસકર્મી સસ્પેન્ડ; IPS સફીન હસને આપી જાણકારી

    દિલ્હીનો રહેવાસી કાનવ મનચંદા વિશ્વકપ ફાઈનલ જોવા માટે અમદાવાદ આવ્યો હતો. આ દરમિયાન અમદાવાદના નાના ચિલોડા ખાતે પોલીસે તેની ગાડી અટકાવીને તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ મળી આવી હતી. આ ઘટના બાદ કાનવે આરોપ લગાવ્યા હતા કે પોલીસ કર્મચારીઓએ કેસ ન કરવા માટે તેની પાસે રૂપિયાની માંગણી કરી હતી.

    - Advertisement -

    ગત 19 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે યોજાયેલી વર્લ્ડ કપની મેચ દરમિયાન દિલ્હીથી આવેલા એક યુવકે પોલીસે તેની સાથે 20 હજારનો તોડ કર્યો હોવાના આરોપો લગાવ્યા હતા. આ આરોપો બાદ તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તેવામાં હવે પોલીસ દ્વારા જવાબદાર પોલીસકર્મીઓ અને TRB જવાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં દિલ્હીના યુવકનો તોડ કરવા મામલે 3 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જયારે 7 TRB જવાનોને ફરજમુકત કરવામાં આવ્યા છે.

    અહેવાલો અનુસાર દિલ્હીનો રહેવાસી કાનવ મનચંદા વિશ્વકપ ફાઈનલ જોવા માટે અમદાવાદ આવ્યો હતો. આ દરમિયાન અમદાવાદના નાના ચિલોડા ખાતે પોલીસે તેની ગાડી અટકાવીને તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ મળી આવી હતી. આ ઘટના બાદ કાનવે આરોપ લગાવ્યા હતા કે પોલીસ કર્મચારીઓએ કેસ ન કરવા માટે તેની પાસે રૂપિયાની માંગણી કરી હતી. આ સાથે જ તેણે યુપીઆઈ દ્વારા 20 હજાર રૂપિયા ચૂકવ્યા હોવાનો દાવો કરીને એક સ્ક્રિન શોટ પણ મીડિયા સામે મુક્યો હતો.

    આ ઘટના બાદ તેની તપાસ અમદાવાદ પૂર્વ ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવતા 3 ટ્રાફીક પોલીસકર્મી અને 7 TRB જવાન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે IPS સફીન હસને જણાવ્યું હતું કે, “આ બાબત ધ્યાને આવતા જ 2 પોલીસ કોન્સ્ટેબલ અને 1 હેડ કોન્સ્ટેબલને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે અને સ્થળ પર ફરજ પર હાજર 7 TRB જવાનને માનદ સેવા પરથી દૂર કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    બીજી તરફ પોલીસની એક ટીમ અમદાવાદમાં દારુની બોટલ સાથે પકડાયેલા દિલ્હીના કાનવ પાસે જશે. આ ટીમ રૂબરૂ જઈ ઘટનાને લઈને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરશે. જોકે તોડનો આરોપ લગાવનાર વ્યક્તિએ આ મામલે ફરિયાદ નોંધાવવાની પહેલા જ ના પાડી દીધી હતી. અમદાવાદમાં દિલ્હીના યુવકનો તોડ કરવા મામલે જો ફરિયાદ દાખલ થશે તો જવાબદાર પોલીસકર્મીઓ અને TRB જવાનો વિરુદ્ધ વધુ કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં