Saturday, November 23, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકશું પીએમ મોદીએ કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીની તુલના રામાયણની સુર્પણખા સાથે કરી...

    શું પીએમ મોદીએ કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીની તુલના રામાયણની સુર્પણખા સાથે કરી હતી?: Fact-check

    આ બાબતે કિરેન રિજિજુની ટ્વિટર પોસ્ટ પર આવી રહ્યા છે, પોસ્ટ હજુ પણ છે, પરંતુ વિડિયોમાં સુર્પણખાનો કોઈ સંદર્ભ નથી. નોંધનીય છે કે, રિજિજુએ પોતે ક્યારેય ચૌધરીની તુલના સુર્પણખા સાથે નથી કરી પરંતુ માત્ર રામાયણની એક વીડિયો ક્લિપ શેર કરી છે.

    - Advertisement -

    29 નવેમ્બરના રોજ, કોંગ્રેસના નેતા અને આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ રેણુકા ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી રાવણ સાથે કરી હોવાથી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિષે બોલવા બદલ મીડિયાને પ્રશ્ન કર્યો હતો. ખડગેના નિવેદન પર ચાલી રહેલા વિવાદનો ઉલ્લેખ કર્યા વિના, રેણુકાએ કહ્યું, “મોદીએ સંસદમાં મારી તુલના સુર્પણખા સાથે કરી હતી. ત્યારે મીડિયા ક્યાં હતું?

    ફેબ્રુઆરી 2018 ની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણી

    7 ફેબ્રુઆરી, 2018 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ માટે આભાર પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા હતા. તેમના સંબોધન દરમિયાન, કોંગ્રેસના સાંસદો અને અન્ય વિપક્ષી પક્ષોના નેતાઓ તેમને અટકાવતા રહ્યા, તત્કાલિન ઉપરાષ્ટ્રપતિ અને ગૃહના અધ્યક્ષ વેંકૈયા નાયડુને ગુસ્સે કરતા, જેમણે તેમને બેકાબૂ અને અસંસદીય વર્તનમાં સામેલ ન થવાની ચેતવણી આપી હતી. જ્યારે તેઓ વિપક્ષના નેતાઓને ચેતવણી આપી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરી ઉન્માદથી હસી પડ્યા હતા, અને તેમનો અવાજ પૃષ્ઠભૂમિમાંથી વિશિષ્ટ રીતે સંભળાયો હતો.

    પૂર્વ ઉપરાષ્ટ્રપતિ નાયડુએ પીએમને તેમનું સંબોધન થોભાવવા કહ્યું. તેમણે પસંદગીપૂર્વક સાંસદ રેણુકા ચૌધરીનું નામ લીધું અને તેને ફરીથી ચેતવણી આપી. જો કે, પીએમ મોદીએ પોતાનું કટાક્ષપણું બતાવી અને તત્કાલીન અધ્યક્ષને કહ્યું કે “તેમને હસતા અટકાવો નહીં.” રેણુકા ચૌધરીના હાસ્યને રામાયણના એક અનામી પાત્ર સાથે સરખાવતા તેમણે કહ્યું, “આદરણીય અધ્યક્ષ, હું તમને વિનંતી કરું છું કે રેણુકા જીને કંઈ ન બોલો. અમને રામાયણ સિરિયલ પછી પહેલીવાર આવું હાસ્ય સાંભળવાનો લહાવો મળ્યો.” નોંધનીય છે કે પીએમએ તેમના હાસ્યની સરખામણી કોની સાથે કરી તે કહ્યું ન હતું.

    - Advertisement -

    તેમની ટિપ્પણીએ કોંગ્રેસ અને વિપક્ષી નેતાઓને નારાજ કર્યા, અને કહેવાતા વિવાદ પછીના ઘણા દિવસો સુધી ચાલુ રહ્યો. જ્યારે વિપક્ષી નેતાઓ, તેમના અનુયાયીઓ અને મીડિયાના એક વર્ગે પ્રશ્ન કર્યો હતો કે પીએમ આવી ટિપ્પણી કેવી રીતે કરી શકે છે, ત્યારે ભાજપના નેતાઓએ વળતો પ્રશ્ન કર્યો હતો કે જ્યારે પીએમ મોદીની વારંવાર મજાક કરવામાં આવી રહી હતી ત્યારે તે લોકો શા માટે શાંત હતા.

    કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂની ટ્વીટ

    તે જ દિવસે, કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ હવે ડિલીટ કરી નાખેલ ફેસબુક પેજ “નરેન્દ્ર મોદી – ટ્રુ ઈન્ડિયન” પરથી એક વિડિયો શેર કર્યો જેમાં સ્પષ્ટપણે રામાયણમાંથી સુર્પણખાનું દ્રશ્ય હતું અને ત્યારબાદ પીએમ મોદીની ટિપ્પણીની ક્લિપ હતી.

    ફેસબુક પર હમણાં કાઢી નાખવામાં આવેલી પોસ્ટનો સ્ક્રીનશોટ. સ્ત્રોત: એનડીટીવી

    આ વીડિયો અને પોસ્ટને બાદમાં ફેસબુક પરથી ડિલીટ કરી દેવામાં આવી હતી. આ જ વિડિયો હજુ પણ ફેસબુકના કેટલાક મેમ પેજ પર ઉપલબ્ધ છે.

    કિરેન રિજિજૂના ટ્વીટર પર આ પોસ્ટ હજુ પણ છે, પરંતુ વિડિયોમાં સુર્પણખાનો કોઈ સંદર્ભ નથી. ઉલ્લેખનીય છે કે, રિજિજુએ પોતે ક્યારેય સાંસદ રેણુકા ચૌધરીની તુલના સુર્પણખા સાથે નથી કરી પરંતુ માત્ર એક વીડિયો શેર કર્યો છે.

    એક ટ્વિટર પોસ્ટમાં, રિજિજુએ કહ્યું, “રેણુકા ચૌધરીજીના આટલા અપ્રિય હાસ્ય છતાં પીએમ નરેન્દ્ર મોદીજી ચિડાઈ ગયા નથી.”

    મલ્લિકાર્જુન ખરગેનું નિવેદન

    29 નવેમ્બરના રોજ, કોંગ્રેસના નવા ચૂંટાયેલા પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરી, તેમને રાક્ષસ રાજા રાવણ સાથે સરખાવી દીધા હતા.

    મલ્લિકાર્જુન ખડગેએ નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં એક જાહેર કાર્યક્રમમાં ટિપ્પણી કરી હતી કે મોદી પાસે 100 માથા છે કારણ કે તેઓ દરેક ચૂંટણીમાં હાજર રહે છે. “અમને કોર્પોરેશનની ચૂંટણીઓ, ધારાસભ્યોની ચૂંટણીઓ અને સાંસદોની ચૂંટણીઓમાં દરેક જગ્યાએ તમારો ચહેરો દેખાય છે. શું તમારી પાસે રાવણ જેવા 100 માથા છે?” ખડગેએ અમદાવાદના દાણીલીમડામાં એક સભામાં જણાવ્યું હતું.

    “હું જોતો આવ્યો છું કે મોદીજીના નામે વોટ માંગવામાં આવે છે, પછી તે નગરપાલિકાની ચૂંટણી હોય, કોર્પોરેશનની ચૂંટણી હોય (અથવા વિધાનસભાની ચૂંટણીઓ)… ઉમેદવારના નામ પર વોટ માગો… શું મોદી નગરપાલિકામાં આવીને કામ કરવાના છે? ? શું તે તમારી જરૂરિયાતના સમયે તમને મદદ કરશે?” ખડગેએ ઉમેર્યું હતું.

    તો શું છે સત્ય?

    અમારી તાપસ બાદ અમે કહી શકીએ છીએ કે, ના, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેણુકાની સરખામણી સુર્પણખા સાથે નથી કરી. તેમણે તેના હાસ્યની સરખામણી સીરીયલ રામાયણના એક અનામી પાત્ર સાથે જ કરી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં