Saturday, November 23, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકગંગા વિલાસ રિવર ક્રૂઝ પટનામાં ફસાઈ ગઈ હતી? જાણીએ શું છે મીડિયા...

    ગંગા વિલાસ રિવર ક્રૂઝ પટનામાં ફસાઈ ગઈ હતી? જાણીએ શું છે મીડિયા રિપોર્ટ્સમાં કરાયેલા દાવાનું સત્ય

    કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે વારાણસીથી 3200 કિલોમીટર અને 51 દિવસની યાત્રાએ નીકળ્યા બાદ ત્રીજા દિવસે ગંગા વિલાસ ક્રૂઝ બિહારના છપરામાં નદીના છીછરા પાણીમાં ફસાઈ ગઈ હતી.

    - Advertisement -

    તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી જે ‘ગંગા વિલાસ ક્રૂઝ’નું ઉદ્ઘાટન કર્યું હતું તેને લઈને આજે મીડિયામાં એક સમાચાર પ્રકાશિત થયા હતા. જેમાં ગંગા વિલાસ ક્રૂઝ બિહારના છપરામાં ફસાઈ ગઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિપક્ષી નેતાઓએ પણ સરકાર પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું હતું. 

    સોમવારે (16 જાન્યુઆરી 2023) કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે વારાણસીથી 3200 કિલોમીટર અને 51 દિવસની યાત્રાએ નીકળ્યા બાદ ત્રીજા દિવસે ગંગા વિલાસ ક્રૂઝ બિહારના પટનામાં નદીના છીછરા પાણીમાં ફસાઈ ગઈ હતી. 

    રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ક્રૂઝ યાત્રિકોને ચિરાંદ આર્કિયોલોજીકલ સાઈટની મુલાકાતે લઇ ગઈ હતી, જ્યાં માર્ગમાં આ ઘટના બની હતી. એમ પણ જણાવવામાં આવ્યું કે સ્થળ પર SDRFની ટીમ પહોંચી હતી અને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. 

    - Advertisement -

    આ સમાચાર બાદ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કટાક્ષભર્યું ટ્વિટ પણ કર્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે ‘ગંગા વિલાસ ક્રૂઝ’ જ્યારથી ચર્ચામાં છે ત્યારથી અખિલેશ યાદવ તેને લઈને કંઈકને કંઈક ટિપ્પણી કરતા જ રહે છે. 

    કોંગ્રેસ સેવાદળે પણ એક ટ્વિટ કરીને ટિપ્પણી કરી હતી. જોકે, કોંગ્રેસ સેવાદળના હેન્ડલ પરથી જે ટ્વિટ કરવામાં આવ્યું તે સમાચારમાં પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે આ સમાચારમાં સત્યતા નથી. 

    મીડિયા અને સોશિયલ મીડિયામાં આ સમાચાર વાયરલ થયા બાદ કેન્દ્ર સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે આ દાવો ખોટો છે અને ગંગા વિલાસ રિવર ક્રૂઝ તેના નિર્ધારિત સમયે પટના પહોંચી હતી. 

    આ અંગે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના ચેરમેન સંજય બંધોપાધ્યાયે જણાવ્યું હતું કે, “ગંગા વિલાસ ક્રૂઝ તેના નિર્ધારિત સમય મુજબ જ પટના પહોંચી હતી. જહાજ છપરામાં ફસાઈ ગયું હોવાના સમાચારમાં કોઈ સત્યતા નથી. શિપ સમયપત્રક પ્રમાણે જ આગળ વધતી રહેશે.”

    ઓપરેટરે જણાવ્યું સાચું કારણ

    ઓપરેટરે જણાવ્યું હતું કે, ક્રૂઝ નદીમાં એન્કર કરવામાં આવી હતી અને યાત્રિકોને બોટ મારફતે સ્થળદર્શન માટે લઇ જવામાં આવ્યા હતા. મોટાં જહાજો બીચ સુધી જઈ શકતાં નથી, જેથી આમ કરવામાં આવ્યું હતું. 

    તેમણે ઉમેર્યું હતું કે, હજારો લોકો જોવા માટે આવતા હોવાના કારણે સુરક્ષા અને ગોપનીયતાના કારણે જહાજને જેટ્ટી પર લઇ જઈ શકાય તેમ નથી. તેમાં કશું જ ખામી અને માત્ર સાવચેતીના ભાગરૂપે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

    ગંગા વિલાસ રિવર ક્રૂઝ ભારતમાં શરૂ થયેલી દુનિયાની સૌથી લાંબી રિવર ક્રૂઝ છે. જે ઉત્તર પ્રદેશના વારાણસીથી નીકળીને બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં અને બાંગ્લાદેશમાં થઈને આસામના દિબ્રુગઢ પહોંચશે. કુલ 3200 કિલોમીટરની આ યાત્રા કરતાં ક્રૂઝને 51 દિવસનો સમય લાગશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં