Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત‘PM મોદીની જામનગરની સભામાં ખુરશીઓ ખાલી, ક્ષત્રિય આંદોલનની અસર’: સોશિયલ મીડિયામાં ફેરવવામાં...

    ‘PM મોદીની જામનગરની સભામાં ખુરશીઓ ખાલી, ક્ષત્રિય આંદોલનની અસર’: સોશિયલ મીડિયામાં ફેરવવામાં આવતા વિડીયોની હકીકત જાણો

    એક વ્યક્તિએ લખ્યું કે, ‘ગુજરાતમાં ક્ષત્રિયોનો મહાવિરોધ. સાથે એવું પણ લખ્યું કે, મોદીના રાજનીતિક ઇતિહાસની પહેલી રેલી હશે જ્યાં તમામ ખુરશી ખાલી હોય તેવી સ્થિતિ સર્જાઇ હોય. આ જામનગરના કાર્યક્રમનું દ્રશ્ય હોવાની વાત કરવામાં આવી. 

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની જામનગરની સભાનો હોવાનું કહેવામાં આવે છે. આ વિડીયો થકી દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમની આ સભા ફ્લૉપ રહી હતી અને મોટાભાગની ખુરશીઓ ખાલી રહી. અનેક અકાઉન્ટ્સ પરથી આ પ્રકારના વિડીયો શૅર કરવામાં આવ્યા છે. 

    ‘રાજપૂત્સ ઑફ ઇન્ડિયા’ નામના X પેજ પરથી એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો, જેમાં એક સ્ક્રીન પર પીએમ મોદીનું ભાષણ વાગતું દેખાય છે. થોડા-ઘણા લોકો જોવા મળે છે અને મોટાભાગની ખુરશીઓ ખાલી જોવા મળે છે. આ વિડીયો પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો કે વિડીયો ગુજરાતના જામનગરનો છે અને એવું પણ લખવામાં આવ્યું કે ભાજપ IT સેલ જામસાહેબ સાથે પીએમ મોદીના ફોટો વાયરલ કરે છે, પણ આ તરફ પણ નજર કરવી જોઈએ. 

    આ સિવાય પણ ઘણા ફોટો-વિડીયો ફરતા કરવામાં આવ્યા. એક વ્યક્તિએ લખ્યું કે, ‘ગુજરાતમાં ક્ષત્રિયોનો મહાવિરોધ. સાથે એવું પણ લખ્યું કે, મોદીના રાજનીતિક ઇતિહાસની પહેલી રેલી હશે જ્યાં તમામ ખુરશી ખાલી હોય તેવી સ્થિતિ સર્જાઇ હોય. આ જામનગરના કાર્યક્રમનું દ્રશ્ય હોવાની વાત કરવામાં આવી. 

    - Advertisement -

    અમુક કોંગ્રેસ સમર્થક અકાઉન્ટે પણ આ વિડીયો શૅર કરીને દાવા કર્યા હતા. 

    વાસ્તવિકતા શું છે? 

    અહીં પહેલી હકીકત એ છે કે આ વિડીયો જામનગર કે ગુજરાતનો છે જ નહીં. આ વિડીયો મહારાષ્ટ્રના પુણેમાં યોજાયેલી વડાપ્રધાન મોદીની જાહેરસભાનો છે. વિડીયો મોડી સાંજે સૂરજ આથમ્યા બાદ શૂટ કરવામાં આવ્યો છે અને આસપાસ અંધારું જોવા મળે છે, જ્યારે જામનગરમાં પીએમની સભા દિવસે 5 વાગ્યાના અરસામાં યોજાઈ હતી. વધુમાં તે ખુલ્લા મેદાનમાં નહીં પરંતુ મંડપમાં હતી. વધુમાં, પીએમનો પોશાક અને પાઘડી પણ જામનગરની સભા સાથે મેળ ખાતાં નથી.

    જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે, તે પૂણેનો છે. તેમાં પીએમ મોદી બોલતા સંભળાય છે કે, “જ્યાં સુધી મોદી છે INDI અઘાડીવાળાનાં તમામ ષડ્યંત્ર નિષ્ફળ બનાવતો રહેશે. સાથીઓ, કોંગ્રેસ શાસનની વધુ એક ઓળખ છે. આતંકવાદીઓને ખૂલી છૂટ. આપણે કેવી રીતે ભૂલી શકીએ એ સમય…”

    અહીં પીએમ મોદી ‘અઘાડી’નો ઉલ્લેખ કરે છે, જે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડીના સંદર્ભમાં છે. વધુમાં, તપાસ કરતાં જાણવા મળ્યું કે આ શબ્દો પીએમ મોદીએ પૂણેની સભામાં કહ્યા હતા. આ વિડીયોમાં 39:12 મિનીટ પર પીએમના આ શબ્દો સાંભળી શકાય છે. 

    આ જ સમય દરમિયાન કેમેરો ગ્રાઉન્ડમાં પણ પડે છે અને તેમાં ક્યાંય ખાલી ખુરશીઓ જોવા મળતી નથી. આખું મેદાન ભરચક જોવા મળી રહ્યું છે. જેથી શક્ય છે કે આ વિડીયો સભા પૂર્ણ થઈ ગયા બાદ પીએમના સંબોધનનું રીપીટ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું ત્યારે લેવામાં આવ્યો હોય અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવ્યો હોય. 

    પીએમ મોદીની પૂણેની સભામાં લોકોની ભીડ

    તારણ: જામનગરમાં પીએમ મોદીની સભામાં ખુરશીઓ ખાલી રહી હોવાના દાવા સાથે ફરતો કરવામાં આવેલો વિડીયો મહારાષ્ટ્રના પૂણેનો છે અને ત્યાં પણ કાર્યક્રમ બાદ મોદીના ભાષણના રિપીટ ટેલિકાસ્ટ વખતે વિડીયો શૂટ કરવામાં આવ્યો હતો. પીએમની સભામાં લોકો સામેલ હતા જ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં