એક RTIમાં (માહિતીના અધિકાર/Right to Information) ચોંકાવનારો ખુલાસો થયો છે કે દિલ્હીની કેજરીવાલ સરકારે કોરોનામાં મૃત્યુ પામેલ પોલીસ કર્મચારીઓના પરિવારને વળતર નથી આપ્યું. વર્ષ 2020-2021 દરમિયાન અરવિંદ કેજરીવાલે કોરોના વોરિયર્સ માટે 1 કરોડનું વળતર જાહેર કર્યું હતું. પરંતુ કોરોનામાં સેવા આપતા-આપતા માર્યા ગયેલા 79 પોલીસ કર્મચારીઓને હજુ સુધી વળતર નથી ચુકવવામાં આવ્યું.
આ RTI એક્ટીવિસ્ટ વિવેક પાંડે દ્રારા ગત ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવી હતી, જેમાં તેમણે મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સને જાન્યુઆરી 2024 સુધીમાં દિલ્હી સરકાર દ્વરા આપવામાં આવેલા વળતર અંગે જાણકારી માંગી હતી. 21 ફેબ્રુઆરીના રોજ આ RTIના જવાબમાં સરકારના મહેસુલ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જાન્યુઆરી 2024 સુધીમાં લગભગ 92 પરિવારોને 1 કરોડનું વળતર આપી દેવામાં આવ્યું છે.
વળતરની ઘોષણા કરી સૂચિમાં વધારો કર્યો પણ…
અહીં નોંધનીય છે કે વર્ષ 2020માં કેજરીવાલ સરકારે કોવિડ ડ્યુટી દરમિયાન મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારોને 1 કરોડનું વળતર આપવાની ઘોષણા કરી હતી. બાદમાં દિલ્હીના મુખ્યમંત્રીએ લાભાર્થીની સૂચિમાં સિવિલ ડિફેન્સ, શિક્ષકો, પોલીસ કર્મચારીઓ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓનો સમાવેશ કરાવ્યો હતો.
अमित जी अपनी जान की परवाह ना करते हुए करोना की इस महामारी के समय हम दिल्ली वालों की सेवा करते रहे। वे खुद करोना से संक्रमित हो गए और हमें छोड़ कर चले गए। उनकी शहादत को मैं सभी दिल्लीवासियो की ओर से नमन करता हूँ। उनके परिवार को 1 करोड़ रुपए की सम्मान राशि दी जाएगी। https://t.co/n1eNmZNNCw
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 7, 2020
અરવિંદ કેજરીવાલે એપ્રિલ 2020માં જણાવ્યું હતું કે, “અમેન કોઈ પણ ડૉક્ટર, નર્સ, લેબ ટેકનિશિયન કે પછી હોસ્પિટલમાં સફાઈ કામ કરનાર કર્મચારીને સંક્રમિત થવા અને ફરજ દરમિયાન મૃત્યુ પામે તો તેમને વળતર આપવા યોજના શરૂ કરી છે. તેવા અન્ય અનેક લોકો છે, જેઓ કોરોનાના દર્દીઓની સાર-સંભાળ લઈ રહ્યા છે. જેમ કે પોલીસ કર્મચારીઓ, સિવિલ ડીફેન્સના સ્વયં સેવકો, શિક્ષકો અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ. જો આમાંથી પણ કોઈ કોરોનાથી સંક્રમિત થાય અને કોરોનાના દર્દીઓની સંભાળ રાખવામાં તેમનું મોત થાય તો તેવા કિસ્સામાં તેમના પરિવારોને પણ 1 કરોડ રૂપિયા આપવામાં આવશે.”
દિલ્હી પોલીસ ડિપાર્ટમેન્ટને ડોક્યુમેન્ટના નામે થકવાડ્યું?
ગયા વર્ષે 2 ડિસેમ્બરના રોજ ટાઈમ્સ ઓફ ઇન્ડીયા દ્વારા આપવામાં આવેલા અહેવાલમાં આ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે કોવિડ-19ના દર્દીઓની સેવા આપતા મૃત્યુ પામેલા 79 પોલીસ કર્મચારીઓના પરિવારને દિલ્હી સરકારે કોઈ પ્રકારનું વળતર નથી આપ્યું. તે સમયે દિલ્હી હાઈકોર્ટમાં AAP સરકારે સ્વીકાર્યું હતું કે અત્યાર સુધી માત્ર 92 કોરોના વોરિયર્સના પરિવારોને જ વળતર આપવામાં આવ્યું છે. તે સમયે સરકારે તેવું સાબિત કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો કે જે 79 પોલીસ કર્મચારીઓનું મૃત્યુ થયું તે કોરોના ડ્યુટી કારણે નહોતું થયું.
તે સમયે દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીની સરકારનો ઉધડો લેતા લખ્યું હતું કે, “પહેલા ઘોષણાઓ કરવામાં આવે છે.. પછી કશીક રીવર્સ એન્જિનિયરીંગ કરવામાં આવે છે… તમે વળતર માટે મોકલવામાં આવલા ડોકયુમેન્ટને કેન્સલ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે વધારાના કાગળિયાં માંગો છો.. તેમના કલેઈમને રીજેક્ટ કરતા પહેલા તેનું અધ્યયન તો કરો. જો પોલીસ ડિપાર્ટમેન્ટ પોતે નામ મોકલી રહ્યું છે, તો તેનો અર્થ તે છે કે તેમણે તેની તપાસ કરી જ હશે, તમારે વધારાના ક્યા કાગળિયાં જોઈએ છે?”
RTIથી ખુલી ગઈ કેજરીવાલ સરકાની પોલ
ફેબ્રુઆરીની RTI ક્વેરીમાં લાભાર્થીઓની સંખ્યા એની એજ છે જેટલી પહેલા વળતર અપાયા બાદ જાહેર કરવામાં આવી હતી. આ સૂચિમાં મૃતક 79 પોલીસ કર્મચારીઓનો આંકડો છે જ નહીં. જેથી સ્પષ્ટ થાય છે કે દિલ્હીની કેજરીવાલ સરકારે કોરોનામાં મૃત્યુ પામેલ પોલીસ કર્મચારીઓના પરિવારને વળતર નથી આપ્યું.
Why cops who died during Covid not compensated, HC asks to delhi govt of #ArvindKejriwal on Dec 2023.#RTI shows Kejriwal govt hasn't compensated families of 79 covid warriors police officials till date. Why these families have to approach court? "Shame on govt"#DelhiPolice pic.twitter.com/9XS9cSiGLX
— Dr Vivek Pandey (@Vivekpandey21) March 19, 2024
આ મામલે એક X પોસ્ટમાં વિવેક પાંડે લખે છે કે, “RTIથી ખ્યાલ આવે છે કે કેજરીવાલ સરકારે આજદિન સુધી 79 કોવિડ વોરિયર્સ પોલીસ કર્મચારીઓના પરિવારોને વળતર નથી આપ્યું. આ પરિવારોએ કોર્ટનો દરવાજો કેમ ખખડાવવો પડ્યો? સરકારને શરમ આવવી જોઈએ.”
આ પહેલા પણ વળતર આપવામાં કરી હતી આનાકાની
જોકે આ કોઈ પહેલી વાર નથી કે દિલ્હીની AAP કરકરે મૃત કોવિડ-19 વોરિયર્સના પરિવારને વળતર આપવાની ના પાડી હોય, ઑપઇન્ડિયાએ જાન્યુઆરી 2021માં એક અહેવાલ આપ્યી હતો. જેમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે દિલ્હી પોલીસના કોન્સ્ટેબલ અમિત કુમારના પરિવારને મુખ્યમંત્રી કેજરીવાલે વર્ષ 2020માં વળતર આપવાનું આશ્વાસન આપ્યા બાદ કોઈ જ મદદ ન કરવામાં આવી.
ત્યાર બાદ નવેમ્બર 2023માં દિલ્હી હાઈકોર્ટે AAP સરકારને કોરોના વોરિયર્સના પરિજનોને 1 કરોડનું વળતર આપવાના નિર્દેશ આપ્યા હતા. દિવંગત અમિત કુમારના પરિવારને વળતર મેળવવામાં 3 વર્ષ જેટલો સમય લાગી ગયો હતો. હવે જોવાનું તે રહે છે કે દિલ્હીની કેજરીવાલ સરકાર કોરોનામાં મૃત્યુ પામેલા 79 પોલીસ કર્મચારીઓના પરિવારને ક્યારે વળતર ચુકવે છે.