Saturday, September 28, 2024
More
    હોમપેજદેશજમ્મુ-કાશ્મીરમાં 3 દિવસમાં ત્રીજો આતંકી હુમલો: ડોડામાં આર્મી ચેકપોસ્ટ પર થયું ફાયરિંગ,...

    જમ્મુ-કાશ્મીરમાં 3 દિવસમાં ત્રીજો આતંકી હુમલો: ડોડામાં આર્મી ચેકપોસ્ટ પર થયું ફાયરિંગ, 5 સુરક્ષાકર્મીઓ ઘાયલ, એક વિરગત; કઠુઆમાં એક આતંકી ઠાર

    ભારતીય સેનાએ ડોડા જિલ્લાના ચત્તરગલામાં એક અસ્થાયી બેઝ બનાવ્યો છે. અહીં પોલીસની સાથે રાષ્ટ્રીય રાઈફલ્સે પણ ચેકપોસ્ટ બનાવી છે. 11-12 જૂનની રાત્રે, કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ આ બેઝ પર ગોળીઓ વરસાવવાનું શરૂ કર્યું હતું. સેના દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવતાં આતંકીઓ નાસી છૂટ્યા હતા.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાં 3 દિવસમાં ત્રીજો આતંકી હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ વખતે ડોડામાં આતંકીઓએ સુરક્ષાદળોના અસ્થાયી કેમ્પ પર ગોળીઓ વરસાવી છે. જવાબી કાર્યવાહી દરમિયાન આતંકીઓ નાસી છૂટયા હતા. જેને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ હુમલો બુધવારે (12 જૂન) મોડી રાત્રે થયો હતો. તેના એક દિવસ પહેલાં , 11 જૂન (મંગળવારે) આતંકવાદીઓ કઠુઆ વિસ્તારના એક ગામમાં ઘૂસી ગયા હતા અને કેટલાક ગ્રામવાસીઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં, એક આતંકવાદી ઠાર માર્યો ગયો હતો.

    માહિતી અનુસાર , ભારતીય સેનાએ ડોડા જિલ્લાના ચત્તરગલામાં એક અસ્થાયી બેઝ બનાવ્યો છે. અહીં પોલીસની સાથે રાષ્ટ્રીય રાઈફલ્સે પણ ચેકપોસ્ટ બનાવી છે. 11-12 જૂનની રાત્રે, કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ આ બેઝ પર ગોળીઓ વરસાવવાનું શરૂ કર્યું હતું. સેના દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવતાં આતંકીઓ નાસી છૂટ્યા હતા. આતંકીઓને પકડવા માટે વિસ્તારમાં સઘન ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ફાયરિંગમાં 5 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે અને એક CRPF ના જવાન વીરગતિ પામ્યા છે. ઘાયલ જવાનોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હુમલામાં કેટલા આતંકવાદીઓ સામેલ હતા તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ હુમલાની જવાબદારી આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સ (JEM/જૈશ)એ લીધી છે.

    કઠુઆમાં પણ થયો હતો આતંકી હુમલો

    આ પહેલા મંગળવારે (11 જૂન) રાત્રે જમ્મુના કઠુઆમાં આતંકી હુમલો થયો હતો. અહીંના હીરાનગર વિસ્તારના સૈદા સુખલ ગામમાં રાત્રે ત્રણ આતંકવાદીઓ ઘૂસ્યા હતા. તેણે એક ઘરનો દરવાજો ખખડાવીને પાણી માંગ્યું હતું. લોકોએ ઘરો ન ખોલ્યા અને શોરબકોર કરવાનું શરૂ કરી દીધું હતું. અવાજ સાંભળીને સુરક્ષાદળો ત્યાં પહોંચી ગયા હતા. આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. એક આતંકીએ તો ગ્રેનેડ ફેંકવાનો પણ પ્રયાસ કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. જ્યારે CRPFની 121મી બટાલિયનના એક જવાન ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે. બે આતંકવાદીઓ હજુ પણ છુપાયા હોવાનું કહેવાય છે, તેમને પકડવા માટે સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન પણ ચાલુ છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, આ પહેલાં 9 જૂન (રવિવાર)ના રોજ જમ્મુમાં મંદિરના દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસ પર ગોળીઓ વરસાવવામાં આવી હતી. આ આતંકી હુમલામાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આ હુમલો રિયાસી જિલ્લામાં થયો હતો. બસ પર ગોળીબારના કારણે તે અકસ્માતનો ભોગ બની હતી અને ખીણમાં પડી ગઈ હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં