Tuesday, November 26, 2024
More
    હોમપેજદેશ'તુમ બાપ બેટો કી ખુરાફાત કા ઈલાજ હોગા…': સંભલ વિવાદિત મસ્જિદ કેસમાં...

    ‘તુમ બાપ બેટો કી ખુરાફાત કા ઈલાજ હોગા…’: સંભલ વિવાદિત મસ્જિદ કેસમાં હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈનને ફોન પર મળી ધમકી, ઇસ્લામવાદીઓએ કરી હતી હિંસા

    હરિહર મંદિર અને જામા મસ્જિદ વિવાદમાં હિંદુઓનો પક્ષ લઈને કેસ લડી રહેલા વરિષ્ઠ વકીલ વિષ્ણુ શંકર જૈનને ફોન કરીને ધમકીઓ આપવામાં આવી રહી છે. ધમકી આપનાર વ્યક્તિએ તેમની સાથે અભદ્ર ભષામાં વાત કરી હોવાનું તેમનું કહેવું છે.

    - Advertisement -

    ગત 24 નવેમ્બરે ઉત્તર પ્રદેશના સંભલ (Sambhal) જિલ્લામાં, વિવાદિત જામા મસ્જિદનું સર્વેક્ષણ (Jama Mosque Survey) કરવા ગયેલી વહીવટી ટીમ પર મુસ્લિમ ટોળાએ (Attack By Muslim Mob) હુમલો કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. 28 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. કુલ 7 FIR દાખલ કરવામાં આવી છે અને 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈનને ધમકી ભર્યા ફોન કોલ આવતા મામલો ગરમાયો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર હરિહર મંદિર અને જામા મસ્જિદ વિવાદમાં હિંદુઓનો પક્ષ લઈને કેસ લડી રહેલા વરિષ્ઠ વકીલ વિષ્ણુ શંકર જૈનને ફોન કરીને ધમકીઓ આપવામાં આવી રહી છે. ધમકી આપનાર વ્યક્તિએ તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરી હોવાનું તેમનું કહેવું છે. તેમણે કહ્યુ કે ફોન કરનાર વ્યક્તિએ તેમના અને સુનાવણી કરી રહેલા જજ વિરુદ્ધ ફરિયાદ કરવાની વાત કરી હતી. ધમકી આપનારે કહ્યું હતું કે, “તું અને જજ મળીને જે ખુરાફાત કરી રહ્યા છો, તેનાથી તેમને જલદી આઝાદી મળવાની છે.”

    રિપબ્લિક ભારતના અહેવાલ અનુસાર ધમકી આપનારે જજને તુંકારાથી બોલાવવા પર જયારે વકીલ વિષ્ણુ શંકરે આરોપીનો વિરોધ કર્યો, ત્યારે તેણે તેમને કહ્યું હતું કે, “શું જજને ખુદા સમજી લઈએ? તમે જજને ખુદા સમજો અમે જજને ખુદા નથી માનતા.” આ દરમિયાન ધમકી આપનાર વ્યક્તિએ વકીલ વિષ્ણુ શંકર જૈનને પોતે વિપુલ કુમાર હોવાનું અને તે સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરતો હોવાનું જણાવ્યું હતું. આ મામલે વકીલે પોલીસને જાણ કરી છે.

    - Advertisement -

    વિષ્ણુ શંકર જૈનની અરજી પર થયા હતા સરવેના આદેશ

    નોંધવું જોઈએ કે સંભલની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગત મંગળવારે (19 નવેમ્બર 2024) સ્વીકારી હતી અને એડવોકેટ કમિશનર દ્વારા સરવે કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એડવોકેટ વિષ્ણુ શંકર જૈને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર કોર્ટનો નિર્ણય શેર કરતા જણાવ્યું હતું કે, તેમના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર અદાલતે સર્વેક્ષણનો આદેશ આપ્યો છે. અરજીમાં તેમણે દાવો કર્યો હતો કે, સંભલ ખાતેની તે જગ્યા પ્રાચીન સમયમાં હરિહર મંદિર (Harihar Mandir) તરીકે જાણીતી હતી. વિષ્ણુ શંકરે કહ્યું કે, વર્ષ 1529માં બાબરે આ જગ્યાને તોડીને મસ્જિદ બનાવી હતી. આ જ પોસ્ટમાં તેમણે હિંદુઓની આસ્થાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેઓ માને છે કે ભગવાન કલ્કિ ભવિષ્યમાં તે સ્થાન પર અવતરશે.

    જોકે કોર્ટનો આદેશ માનીને 24 નવેમ્બરે જામા મસ્જિદનું સર્વેક્ષણ કરવા ગયેલી વહીવટી ટીમ પર મુસ્લિમ ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. 28 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. પોલીસે દરોડા પાડીને મહિલાઓ સહિત અનેક બદમાશોની ધરપકડ કરી હતી. શહેરમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 2 પોલીસ સ્ટેશનમાં 4 FIR નોંધવામાં આવી છે. હિંસા બાદથી પોલીસ સતત આ સ્થાનો પર દરોડા પાડી રહી છે. અત્યાર સુધીમાં 20થી વધુ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે જેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં